સહારાની સમજ
સહારાની સમજ
તાઃ૯/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કથ્થક ભાંગડા કરતોતો,ત્યાં પગે મોચ આવીગઇ
ક્યારે બદલે સમય જીવનને,સહારે સમજાયુ ભઇ
……….કથ્થક ભાંગડા કરતો તો.
હિંમત રાખી કસરત કરતો,શરીર સારું રાખવા અહીં
લાંબુ દોડી પગને મજબુત કરતો,સીધુ ચાલવા ભઇ
મનથી હિંમત રાખી કરતો,તનની ચિંતા કરતો નહીં
મનની સાથે તન મજબુત,સહારાની જરુર મારેનહીં
……… કથ્થક ભાંગડા કરતો તો.
અહમ ને આબરૂ ના ચાલે સાથે,બંન્ને દુર ચાલે ભઇ
એક મળે મનથીદેહને,જે જીવનમાં લાબું ચાલે નહીં
લાયકાત મેળવતા જેમળે,તેને આબરૂ કહેવાય અહીં
મળેદેહને લાયકાતે આબરૂ,અહંમતો સહારો માગે ભઇ
……..કથ્થક ભાંગડા કરતો તો.
દેહમળેલ જીવને,સહારો સાર્થક જીવનમાં મળી જાય
ટેકો એ આધાર બને જીવનમાં,ના આરો કોઇ દેખાય
તુટેલા પગને ટેકો લાકડીનો,જે જરૂરી સહારો કહેવાય
સાચી સમજ એ સહારાની,સમય આવે જ સમજાય
………કથ્થક ભાંગડા કરતો તો.
૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦