September 1st 2010

શીતળા-સાતમ

                         શીતળા-સાતમ

તાઃ૧/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર શ્રાવણ માસમાં,જગતના હિન્દુધર્મી ખુશ થાય
આવી આંગણે પ્રભુકૃપા મળે,જે ધર્મપ્રેમથી મળી જાય
                                ………પવિત્ર શ્રાવણ માસમાં.
સોમવારની દરેક સવારે,શિવલીંગે દુધ અર્ચન થાય
ભોલેનાથની કૃપા મળે,મા પાર્વતીને ધુપદીપ કરાય
તુલસીજીના પાન સાથે,શીવજીને પ્રસાદ પ્રેમે ધરાય
ઉજ્વળ રાહ મળે જીવને,જ્યાં શ્રાવણે એક ટંક જમાય
                              ……….પવિત્ર શ્રાવણ માસમાં.
શ્રાવણ માસની વદ સાતમે,શીતળા માતાને પુંજાય
અગ્નિ દેવની કૃપા પામવા,આજે રાંધેલુ ના ખવાય
મળે જીવનમાં શીતળતા,ત્યાં જન્મ સફળ થઇ જાય
વરસે કૃપા કર્તારની જીવ પર,વ્યાધી સૌ ટળી જાય
                            ………..પવિત્ર શ્રાવણ માસમાં.
ભક્તિભાવ એ બુધ્ધિસંગે,ને કૃપા જીવસંગે સહેવાય
દેહને સંબંધ કર્મના જગમાં,જે જન્મ મળતા દેખાય
પવિત્રમાસની સાચી ભક્તિ,મુક્તિતણા ખોલે છે દ્વાર
આગમન વિદાયએ જીવનાબંધન,કૃપાએ છુટી જાય
                             ……….પવિત્ર શ્રાવણ માસમાં.

==+++++++==+++++++==+++++++==