પાવન રસ્તો
પાવન રસ્તો
તાઃ૨૩/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરદુઃખ ભંજન પરદુઃખ હારી,અજર અમર અવિનાશી
જગતજીવ પર છે બલિહારી,ભક્તિ સાચીએ મળનારી
…………પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.
પ્રભાતે પુંજન અર્ચન સંગે,ઉજ્વળ જીવન એ કરનારી
મળે પ્રેમની માળાનામણકા,પળપળ શાંન્તિ એદેનારી
અવની પરના આગમનને જાણી,પાવન રાહ લેવાની
જલાસાંઇનુ શરણું મળતાં,જરૂર પ્રભુ કૃપાજ મળવાની
………પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.
અંતરથી જ્યાંપ્રેમપ્રભુથી,દેહને પાવનરસ્તો મળવાનો
માયામોહના તુટે બંધન ત્યાં,ભક્તિ પથ પણ જડવાનો
અહંકારને આંબી લેતાં,આ દેહ નશ્વર ના ફરી જોવાનો
પ્રભુધામની પરખ મળતાં જ,જીવ ભક્તિ કરી લેવાનો
……….પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.
=++++++=+++++++++=++++++++=++++++=