September 20th 2010

બારણે આવી

                        બારણે આવી

તાઃ૨૦/૯/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધીમેધીમે દોડતી આવી,સમયે હવે મને સમજાઇ
બારણે આવી છે ઇર્ષા મારે,લઇ મિત્રોનો સહવાસ
                     ……….ધીમે ધીમે દોડતી આવી.
લાયકાતની લીધી પેન,ત્યાં લખાઇ ગયુ છે  કંઇક
વાંચકોને ખુશીમળતાં,કલમ આગળ ચાલતી થઇ
એક બે કરતાં કરતાં,એ સૌનો પ્રેમ મેળવતી ગઇ
મિત્રોનો સહવાસ મળ્યો,એકબેને બાદ કરતાં ભઇ
                     ……….ધીમે ધીમે દોડતી આવી.
ગળથુથીની ગાથાછે,જે નાકદી વર્તનથી બદલાય
છોને ઉભો અંબર પર,તોય ના ઇર્ષાને કદી છોડાય
લાગણી દેખાવ દુનીયા પર,અંતરથીએ ના દેવાય
શરમ શબ્દને ગળી જતાં,ભીખ માગતા એ દેખાય
                    ………. ધીમે ધીમે દોડતી આવી.

==============================