June 25th 2008

મેઘધનુષ

                         મેઘધનુષ

તાઃ૨૫/૬/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાતરંગનો સથવારો લઇ એ આવે આકાશે
પૃથ્વી પરના સ્નેહ સંબંધમાં પ્રેમને રેલાવે
  ………………………………એતો સાત રંગ લઇ આવે..(૨)
સફેદ રંગમાં લહેરાતી મસ્તી જગમાં ઝાઝી
શાંન્તિનો સંદેશો દેતોને માનવતા મહેંકાતી
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
લાલરંગની મૃદુતા ભઇ ભક્તિએ પ્રેમલાવે
કંકુચોખા સાથે લેતાં પ્રભુથી મન મલકાવે
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
પીળા રંગની પાવકતા હળદર કરાવી જાય
પીઠીચોળતા માનવદેહ પવિત્ર બનતો જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
ભુરા રંગના ભેદભરમ ના સ્નેહ ઉભરાઇ જાય 
માનવતાનીમહેંકથી આજેમનડું મલકાઇ જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
લીલારંગથી શાન્તિમળતી આંખોઉજ્વળથાય
પગલાં પડતાં લીલોતરીમાં દેહ સુદ્રઢ થાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
કેસરી રંગથી જીવનમહેંકે ને પવનપુત્ર થવાય
ના મનમાં વ્યાધિ રહે ને દેહ આનંદે ઉભરાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
વાદળી રંગનું વાદળુ જ્યાં તેજ દીને દેખાય
ઉજાસના અજવાળે ભઇ જીવન ઝુમતું જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)

—————————————————

December 25th 2007

શીતળ વાયરો

…………………….શીતળ વાયરો
તાઃ૧૬/૯/૧૯૭૬………………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ વાયરો લાગે દોહલ્યો વાતો નથી એ રોજ
કોઇક સવારે કે કોઇક સાંજે આવે લાવે સુંગંધ કોક
……………………………………………….શીતળ વાયરો
મંદપવનની લહેર લાવતી,મધુર મીઠી શીતળ સોડમ
તરુવર ડોલે, નાગની ફેણે,જાણે મસ્ત બની ચકચોર
કેસર કેરા,રંગે ન્હાતા,સૂર્યમુખીના ફુલડાં જે નાજુક
વાદળ ત્યારે, ગુલાંટ લેતાં,દોડ્યા આવે ચારે કોર
………………………………………………..શીતળ વાયરો
માનવ જ્યારે નિરાશ દીસે,ઉજ્વળતાના દે ધબકાર
રોમેરોમે આનંદ ભાસે,પડતાં તેના કિરણ લાગે જોશ
મન શાંત દીસે ને તન કોમળ જ્યાં લાગે તેની ઓથ
પ્રેમળતાનો પાઠ ભણાવે, ને સળગે પ્રેમની જ્યોત
………………………………………………..શીતળ વાયરો

૦૦૦૦++++++++++++૦૦૦+++++++++++++૦૦૦૦

September 11th 2007

વર્ષાગમન.

                           વર્ષાગમન.
તાઃ૧૦/૯/૧૯૭૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ધરતીની ફોરમ ન્યારી છે;
                          એને જીવન સાથે યારી છે,
અથડાતા વાદળ ચારે કોર;
                         વિખરાતા માનવ દોડે ઓર.
                                              …ધરતીની ફોરમ

નીત કિર્તનગુંજે મનસૌના જીતે,
                         એકે વાર નહી ચૈનમળે
જ્યાં આવ્યો મેઘલો,જાગ્યા ખેતરો,
                        માનવ મહેરામણ છાયો રે.
                                              …ધરતીની ફોરમ

શીત જીવનકાજે,જો આનંદભાસે,
                          મિથ્યા જીવન લાગે ઓર
જ્યાં છાયા વાદળો,લાવ્યો વાયરો,
                            આવ્યો કેમનો દોડી રે.
                                            …ધરતીની ફોરમ

જીત માનવની,નહીં કાયરની,
                           આ વેશ દોહ્યલો છાયો રે.
દીપ પ્રકટે નહીં,પરદીપે જગે
                           એતો જીવનનો લઈ લ્હાવો રે.
                                                  …ધરતીની ફોરમ

           ———————

September 6th 2007

નદી મા.

~~~~~~~~~~~~~નદી મા~~~~~~~~~~~~~~
૧૬/૧૨/૧૯૭૪………………………………………..પ્રદીપબ્રહ્મભટ્ટ
નીર ખળખળ વહેતા જાય, કિનારે કિલ્લોલ કરતા જાય.
જગની આ કામિની દેવી, વહ્યા કરે નીત શિતલધાર.
…………………………..નીર ખળખળ
કિલ્લોલ કરે જગજન જેનાથી,સુખ સંપત્તિ દીસે જ તેનાથી.
પરોપકાર અર્થે જે નિત્યે વહ્યા કરે નીત શીતલધાર
…………………………..નીર ખળખળ
નદીકેરી પવિત્રતા નીરસમી શાંત,માતાની આમાત્રુતા કૃપાકેરી આઆંખ
વંદન હો મા તુજને જેણે સફળ કર્યો અવની અવતાર
……………………………નીર ખળખળ
—————

August 31st 2007

નદી મા

                                નદી મા
૧૬/૧૨/૧૯૭૪.                                પ્રદીપબ્રહ્મભટ્ટ

નીર ખળખળ વહેતા જાય,
                           કિનારે કિલ્લોલ કરતા જાય.
જગની આ કામિની દેવી,
                             વહ્યા કરે નીત  શિતલધાર.
                                                       ….નીર ખળખળ

કિલ્લોલ કરે જગજન જેનાથી,
                           સુખ સંપત્તિ દીસે જ તેનાથી.
પરોપકાર અર્થે  જે નિત્યે
                            વહ્યા કરે નીત શીતલધાર
                                                        ….નીર ખળખળ

નદી કેરી પવિત્રતા નીર સમી શાંત
             માતાની આ માત્રુતા કૃપા કેરી આ આંખ
વંદન હો મા તુજને  જેણે 
                              સફળ કર્યો અવની અવતાર
                                                        ….નીર ખળખળ
                       —————

August 27th 2007

આનંદોલ્લાસ

                               આનંદોલ્લાસ
૧૯/૭/૧૯૭૬.                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ ધરતી…(૨)
             આ ધરતી લીલી ન્યારી છે
                              જીવનની બલિહારી છે..આ ધરતી.

નીત નીત સવારે,સુરજ  જાગે..(૨)
                            હરિયાળી લહેરાઇ છે…(૨)
અંગે અંગેમાં,રંગે રંગમાં…(૨)
                            શાંન્તિ તેણે આણી છે…(ર)
                                                           ….આ ધરતી.
કુદરતની ચિનગારી,કામણગારી..(૨)
                             કંચનકાયા મહેકાતી…(૨)
અંત ઘડીએ આવું ત્યારે…(૨)
                             ખળખળ વહેતી ધારા છે…(૨)
                                                             …આ ધરતી.

મેઘલી સાંજે,વાદળ ગાજે..(૨)
                           વીજળી ધીમી થાતી રે…(૨)
મોર ટહુકે,કોયલ ગાતી…(૨)
                           પળપળ સંગી થાતી રે…(૨)
                                                               …આ ધરતી.
                               ************

પ્રસ્તુત કાવ્ય ૧૯૭૭માં આણંદ તાલુકા યુવક મહોત્સવમાં અમારા ગોપાલજીત ગ્રુપ દ્વારારજુ થતાં પ્રથમ સ્થાન મેળવેલ.આ ગીતને આણંદના શારદા હાઇસ્કુલના  સંગીત શિક્ષક શ્રી બંસીલાલ પુરાણીએ સંગીતબધ્ધ કર્યુ                 હતું..                          …..  પ્રદીપકુમાર બ્રહ્મભટ્ટ.આણંદ.
 

August 27th 2007

અંધારુ.

                                અંધારુ.
તાઃ૨૪/૮/૭૪.                            પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ચારે દિશા નિરાકાર હતી ,ગીત ગુંજન ગયું મટી;
વાદળીઓ સ્તબ્ધ બની અને,તારલા ચમકવાનાખરે.
                                                  …ચારે દિશા નિરાકાર
છુપાઇને ચાંદની ડોકીયાં કરે,રહીસહી વાદળીયોએથી
પંખીડાને પણ હવે સુઝેના,ક્યાંક ગુંજન અથડાઇ જતું. 
                                                   …ચારે દિશા નિરાકાર
અંધાર પછેડો ઓઢી આકાશ,દીપી રહ્યું ખરે અધાત
કોણ કોને ક્યાં જુએ,કોઇ ક્યાંથી દીસે નહીં કને
                                                   …ચારે દિશા નિરાકાર
જગત જીવન પામીયા,મરણ બાદ જનમ મેળવી
અંધારપટથી છાયું છે, વિશાળ તારું જીવન સંગીત
                                                    …ચારે દિશા નિરાકાર
તારલીયાઓમાં ચાંદ ચમકી ગયો,જીવન તેમ જીવી જજે
કોણ કોનું છે, ને કોનું નથી, કોઇ તુજને જાણતું નથી.
                                                    …ચારે દિશા નિરાકાર
                               ==============                        

April 25th 2007

અરુણોદય

                                       અરુણોદય 

અરુણોદય થયો,અરુણોદય થયો
             નિશા વહી ગઈ,..અરે(૪)..અરુણોદય થયો..(૨)
આકાશ  વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરુણોદય થયો.(૨)

કળીઓ  ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો  થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે  ગુલાલથી,  બની ગયું  વિરાટ  છે…અરુણોદય થયો

કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરુણોદય થયો

નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) બની ગયા સૌ એક છે..(૨)
લાગ્યું મને,આજ કે..(૨)પરદીપ બની દીપી શકું.અરુણોદય થયો
                    ————
પ્રસ્તુત કાવ્ય ૧૯૭૬માં ગોપાલજીત ગ્રુપ,આણંદ દ્વારા ખેડા જીલ્લા યુવક મહોત્સવમાં રજુ થતાં પ્રથમ સ્થાન પામેલ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં રજુ થતાં  દ્વીતીય સ્થાન મેળવેલ.

« Previous Page