અરુણોદય
અરુણોદય
અરુણોદય થયો,અરુણોદય થયો
નિશા વહી ગઈ,..અરે(૪)..અરુણોદય થયો..(૨)
આકાશ વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરુણોદય થયો.(૨)
કળીઓ ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે ગુલાલથી, બની ગયું વિરાટ છે…અરુણોદય થયો
કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરુણોદય થયો
નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) બની ગયા સૌ એક છે..(૨)
લાગ્યું મને,આજ કે..(૨)પરદીપ બની દીપી શકું.અરુણોદય થયો
————
પ્રસ્તુત કાવ્ય ૧૯૭૬માં ગોપાલજીત ગ્રુપ,આણંદ દ્વારા ખેડા જીલ્લા યુવક મહોત્સવમાં રજુ થતાં પ્રથમ સ્થાન પામેલ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં રજુ થતાં દ્વીતીય સ્થાન મેળવેલ.


Powered By
April 28th, 2007 at 12:35 am
સુંદર ગીત….
ગુજરાતી બ્લૉગજગતમાં હાર્દિક સ્વાગત છે, પ્રદીપભાઈ !