April 25th 2007

અરુણોદય

                                       અરુણોદય 

અરુણોદય થયો,અરુણોદય થયો
             નિશા વહી ગઈ,..અરે(૪)..અરુણોદય થયો..(૨)
આકાશ  વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરુણોદય થયો.(૨)

કળીઓ  ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો  થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે  ગુલાલથી,  બની ગયું  વિરાટ  છે…અરુણોદય થયો

કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરુણોદય થયો

નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) બની ગયા સૌ એક છે..(૨)
લાગ્યું મને,આજ કે..(૨)પરદીપ બની દીપી શકું.અરુણોદય થયો
                    ————
પ્રસ્તુત કાવ્ય ૧૯૭૬માં ગોપાલજીત ગ્રુપ,આણંદ દ્વારા ખેડા જીલ્લા યુવક મહોત્સવમાં રજુ થતાં પ્રથમ સ્થાન પામેલ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં રજુ થતાં  દ્વીતીય સ્થાન મેળવેલ.

April 25th 2007

હોળી આવી હોળી આવી

                                      હોળી આવી હોળી આવી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
આવ્યો આ તહેવાર કે જેમાં હોળીકાનું છે દહન થવાનું
      કાષ્ટ તણા કટકા ગોઠવીને માનવી તનથી સુખી થવાનો
સાચો આ ત્યૌહાર આપણો દોષોનું છે જેમાં દહન થવાનું
      કામ્,ક્રોધ,મદ,મોહ,લોભને બાળીને તેમાં ભસ્મ કરવાનો
રામનામની જપમાળાથી જીવનો ઉધ્ધાર છે કરી લેવાનો..આવ્યો આ

હોલીકાનું  દહન  થતાં  જેમ  પ્રહલાદ  નિર્ભય બની જવાનો
     પ્રદીપ કેરો સંગ થવાથી ઉજ્વળ જીવન માનવ જીવી જવાનો
પ્રેમ  હેતથી  જીવન  ઉભરાતું  ને  દુષ્કર્મૉનો  સંહાર  થશે
     નાવડી આતો દરિયે ઙોલે  વિના હલેસે પારના કરી શકવાના
તહેવારોની ઘટમાળમાં સંગે રહીયેતો પ્રેમની સાથે તરવાના..આવ્યો આ

ભાંગ જેવી મદીરા પીને માનો મસ્ત બની ગયા ગઈકાલે
      હોળીના તહેવારે આજે  મળી સૌ સંગે મેલ મનના બાળો
એવો આતહેવાર આજનો ને કાલે ખેલો મસ્તમઝાની ધુળેટી
      ગુલાલકેરી એક પિચકારી છાંટી તનનો ધોઈ નાખોતમેમેલ
મસ્તબની આ તહેવારને માણો ભારતભુમીના તરવરતા સૌ છેલ..આવ્યો આ

જગત ભલે સપનાઓ જોતું રાહ તમે કોઈની ના જોતા
       હાથમાં હાથ મીલાવી મનથી સાથ સાથ તમો સૌ રહેશો
સકળ જગતમાં સંસ્કૃતી તમથી મિથ્યા પાછળના ફરતા
       શાને કાજે શીશ નમાવો ક્ષણભંગુર વૈભવ પામવાને કાજે
બળી જશે જો દોષો ને પાપો આ હોળીમાં શાન ભારતની વધશે..આવ્યો આ
                                          ————

April 25th 2007

સન્માન

સન્માન પ્રદીપ બ્રહ્મભટ્ટ                   13  08  2006

માગે મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય…માગે

માનવી માગે ભેખ ભલેને, મળતી એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને હૈયે હરખ હરખના માય..માગે

સજ્જનતાના સોપાન ચઢે જે, મળતા માનને રોકી જગમાં
સ્નેહતણા આઈને આવી, તનડાં સ્વચ્છ થતાં નીરખે
ગુર્જર સુણી પોકાર કરે જાણે દેહમાં જીવ વસે.
પરમાત્માનો પોકાર સુણે જે સન્માન સાચું જગમાં પામે તે….માગે ન.

માનવ મનને સંતાપ થતો મેળવી સંતોષ કરેલા કર્મ નો
પ્રદીપ મનમાં મુંઝાય આજે, પર ઉપકારને હું વળગી રહું
સંસાર વિંટમણામાં હું વિટાતોં બની તણખલું હું પડું.
બનુ સહારો જ્યારે કોઈનો સન્માન સાર્થક પામુ હું ….માગે ….

સારુ નરસું ભલે જગતમાં માનવી વચ્ચે ફર્યા કરે
કર્મ તણા અતુટ બંધને સૃષ્ટિ આખી સર્જાયા કરે
કેવી કુદરતની લીલા માનવ જન્મો ધર્યા કરે
સૃષ્ટિનો સંહાર થતાં અવતાર પરમાત્મા ધારણ કરે.….માગે ….

ભલે માયા જગમાં ફર્યા કરે. કુદરત લીલા કર્યા કરે
માનવ મનડાં શરણું શોધે જીવન પુષ્પ તણું છે દીસે
ચોમેર સુવાસ પ્રસરી રહે, મહેંકી રહે જીવન સારું
ધન્ય જીવન બની રહે, સાર્થક માનવદેહે છે સન્માન મળે….માગે ….

નિર્મળ જળમાં તરંગ દીસે જીવન ઊજવળ તેવું છે દીસે
કર્મતણા વ્યવહારમાં સંગે પરમાત્માનો સહવાસ મળે
માનવ એવા સંગને શોધે માન મોભો જેને છે શોભે
આત્માના ઉદગારને પામી, ઉજવળ જીવન કરવાને તરસે….માગે

http://rdgujarati.wordpress.com/2006/08/13/kaavya-sanchary3/