વ્હાલા પુ.મોટાને
Friday, April 20th, 2007વ્હાલા પુ,મોટાને
૧૧-૫-૧૯૭૧ હરિઃઓમ આશ્રમ,નડીયાદ. 
મને વ્હાલુ હરિઃઓમ નામ રે ,મને વ્હાલુ મોટાનું નામ રે
દીન રાત સ્મરું હું નામ રે…...મને વ્હાલુ.
ભુખ્યાને આશ્રય આપીને……(૨) પંથ બતાવ્યો જી રે ..મને વ્હાલુ.
આંગણે આવેલાને આવકારીને..(૨)કીધો તેનો સત્કાર જીરે..મને વ્હાલુ.
પંથ ભુલેલાને પંથ બતાવીને..(૨)દોડાવ્યો નિજ માર્ગે રે…..મને વ્હાલુ.
સ્વામીનારાયણનો માર્ગ ચીધીને.(૨)મારો ઊધ્ધાર કીધો રે…..મને વ્હાલુ.
જીવન જીવતા કાંઈના મેળવ્યું..(૨)એ મેળવ્યું પુ.મોટા પાસે...મને વ્હાલુ.
દાસ પ્રદીપના સતસત વંદન.(૨)ઉગારવા આ ભવસાગરથી..મને વ્હાલુ.
——————
નડીયાદમાં પુજ્ય મોટાના હરિઃઓમ આશ્રમમાં મૌન મંદીરમાં તેઓની કૃપાથી ઉપરોક્ત કાવ્ય લખ્યું જે મારા જીવનમાં લેખક જગતનું પ્રથમ પગથીયું છે.



Powered By