નામકરણ
Monday, April 9th, 2007 નામકરણ
પ્રદીપ બ્રહ્મભટ્ટ
ખબર પડી જ્યાં જન્મ થયાની
આવ્યા દોડી સગા સ્નેહીને મિત્રો
કોની થઇ પધરામણી જગમાં
કેવું સ્વરુપ આવ્યું અવની પર
મનમાં મુઝવણ થઇ પહેલી …….ખબર પડી.
પપ્પા કેરા શબ્દને સુણવા
તરસી રહ્યાતા હરપળ વ્હાલા પપ્પા
લાગણી મનમાં ઉભરી આવી
ક્યારે મળશે શબ્દ અનેરો સાંભળવા
………ખબર પડી.
દાદા આવ્યા,દાદી દોડી આવ્યા
કોણ લાડલું આવ્યુ ઘર સજાવા
હૈયે હામ ધરી બેઠાતા બારણે
સુણવા કલરવ વ્હાલા બાળકનો
………ખબર પડી.
દોસ્તોએ પણ દોસ્તી નિભાવી
જરુર પડે જલ્દી આવ્યા દોડી
લાગણીપણ મિત્રોને એવી
પડખે રહ્યાઆજ ઉભા આવી
………ખબર પડી.
કાકાકાકી આવ્યા દોડી,
ફુઆસાથે વ્હાલાફોઇ આવ્યા
પ્રદીપ જુએ આખેલ કુદરતનો,
શોધી નામ રહ્યા ફોઇ
………ખબર પડી.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxx


Powered By