April 5th 2007

જોગી જલારામ

clip_image001.jpg

                                                     

             મનના મેળ મળ્યા છે તમથી વિરપુરના વ્હાલા જલારામ જોગી,

             સૌ સુખ છોડી દુખથી બચવા શરણે જલાને આવ્યા જગતને છોઙી.

             ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો ને અંતરમાં ઉજાશ લાવો

                                                                                             …..મનના મેળ

            

             અંતરને તો એક અણસાર છે, પંણ મનમા છે એક આશા

             કોણ જગતનો તારણહાર છે, ને કોણ જગતનો સજૅનહાર

             તુજથી નથી આ છાનુ જગમા વલખા શાને મિથ્યા હુ મારુ.

                                                    ...ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો

            

             મન વચનમા એક રટણ છે જોગી જલાનુ સતત સ્મરણ છે

             રામનામનુ રટણ જલાથી પ્રદીપનુ જીવન ઉજ્વળ જલાથી

             તનમનના લો મેલને કાપી સાત્વીક જીવન અમને આપી

                                                  ...ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો

                                                 —————

              

April 5th 2007

સ્વાગત અને પરિચય

ame-jalasantan-2.jpg

સંવત ૧૯૭૧ ના મે માસની ૧૧ મી તારીખે નડીઆદમાં સંત પુજ્ય મોટાના  આશ્રમમાં  તેમની    કૃપાથી સર્વ પ્રથમ કાવ્યની રચના કરી તાઃ૧૨ મી મેએ તે વાંચીને તેમના આશીવાદ મેળવી આ લેખક જગતમાં પર્દાપણ થય્રુ.  સં.૧૯૭૬ માં અરુણોદય કાવ્યને ગોપાલજીત ગ્રુપ, આણંદ દ્વારા યુવક મહોત્સવમાં રજુ થતાં ખેડા જીલ્લામાં પ્રથમ તથા રાજ્યમાં દ્વીતીય  સ્થાન મળ્યું.  કાવ્ય લખવાનું ચાલતું  રહ્યું.  આણંદના સ્થાનીક પેપરો  તથા મેગેઝીનોમાં  સ્થાન મળતું ગયું.   સં  ૧૯૯૫માં અમેરીકા  આવતા  ગુજરાતી સમાજહ્યુસ્ટનના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ , શ્રીમતી જ્યોતીબેન તથા શ્રી વિજયભાઈ શાહ અને શ્રી પુષ્પકભાઈ પંડ્યાના સાથથી મને ઘણું જ પ્રોત્સાહન મળ્યું.  આજે  જે કાંઇ છું  તે  સેવાભાવી અને  પ્રેમાળ માણસોના સહકારથી જ છું.  મારા કાવ્યો તથા ટુકા લેખો સામાન્ય રીતે ભક્તિભાવ, ધાર્મિક, સામાજીક, કૌટુમ્બિક તથા પ્રસંગ   સંબંધિત હોય છે. અને તેની પ્રેરણા આપનાર આપ સૌ વાંચકો જ છો  જેની  હું ,પ્રદીપ બ્રહ્મભટ્ટ,   હંમેશા અપેક્ષા રાખીશ તે  ભાવના  સાથે મારા પરિવાર સહિત સૌને  નમસ્કાર તથા જય જલારામ.

 તારીખઃ૧૧મી એપ્રિલ ૨૦૦૭.