April 6th 2021
**
**
. .કૃપાની પવિત્રકેડી
તાઃ૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે માબાપનો જીવનમાં,જે મળેલદેહની જ્યોત પ્રગટાવી જાય
ભોલેભંડારીના લાડલા દીકરા શ્રીગણેશ,જે ગજાનંદ ગણપતિ પણ કહેવાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
પવિત્ર શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન,જે ભોલેનાથથી ઓળખાય
ભારતમાં હિમાલયની પુત્રીપાર્વતી,એશંકર ભગવાનની જીવનસંગીની થાય
પાવનકૃપાએ જીવતા જીવનમાં,પુત્ર કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
પવિત્ર ભગવાનનુ કુળ ધરતીપર જન્મ્યુ,જેની શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
શંકર ભગવાનને બમબમભોલે મહાદેવ હરથી પુંજાય,સંગે પાર્વતીનેય પુંજાય
પવિત્રકેડી જીવનમાં ગણપતિને મળી,જે રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
જગતમાં એભાગ્યવિધાતા કહેવાય,સંગે ગણપતિને વિધ્નવિનાયકપણ કહેવાય
તેમનાજીવનમાં પવિત્રસંતાન થયા,જે શુભ અને લાભથી જગતમાં ઓળખાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
#################################################################
April 5th 2021
***
***
. .શ્રી ભોલેભંડારી
તાઃ૫/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ ભોલેભંડારી શ્રી શંકર કહેવાય
માતા પાર્વતીના એપતિદેવ છે,જે શંકર ભગવાનને દુધ અર્ચના કરી પુંજાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વહાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર,જે ૐ નમઃશિવાયથી તેમને વંદન કરાય
હિમાલયના પુત્રી પાર્વતી તેમની જીવનસંગી થાય,જે પવિત્ર માતા કહેવાય
પવિત્રદેહથી જન્મ્યા ભારતદેશમાં,જે પવિત્રગંગા નદીથી અમૃત લાવી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા ભક્તોપર,ભોલેભંડારીની પવિત્રકૃપા સમયે મળી જાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વ થાયહાવી જાય.
સોમવારના દીવસે સવારમાં ધુપદીપ કરી,પુંજા કરતા ધરમાંજ કૃપા થઈ જાય
મળેલ દેહ પર પરમકૃપાએ જીવપર કૃપા થાય,જે જીવનમાં સુખ આપી જાય
ભોલેનાથના સંતાન શ્રીગણૅશ,શ્રીકાર્તીકેયઅનેદીકરી અશોકસુંદરીથી ઓળખાય
શ્રી ગણેશ એ ભારતમાં સીધ્ધી વિનાયક,અને વિધ્નહર્તા શ્રીગણેશજી કહેવાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વહાવી જાય.
###############################################################
April 3rd 2021

. .શ્રીરામ ભક્ત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમ મળ્યો શ્રીરામનો,જે બજરંગબલી મહાવીરથી ઓળખાય
જે માતા અંજનીના લાડલાદીકરા,જગતમાં પવનપુત્ર પણ કહેવાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
મળેલદેહને પાવનરાહ મળી માતાનીકૃપાએ,શ્રીરામને મદદ કરી જાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે આકાશમાં ઉડીને પર્વતને લાવી જાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશીથી,બચાવવા સંગીવની આપી જાય
પાવનરાહની કેડીએ ચાલતા,પ્રભુ શ્રીરામને શ્રધ્ધાથી વંદન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
શ્રી રામના પવિત્રપત્નિ સીતાજીને,ઉઠાવી જઈ જંગલમાં લવાઈ જાય
હનુમાનને પ્રેરણા મળી કૃપાએ,જે સીતાને શોધી શ્રીરામને કહી જાય
લંકાના રાજા રાવણની આ કેડી,એ શ્રીહનુમાન શોધીને બચાવી જાય
પવિત્ર સીતાજીને લાવવા અંતે રાજા રાવણનુ લંકામાં દહન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
###########################################################
March 30th 2021
**
**
.માતા પાર્વતીપુત્ર
.તાઃ૩૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના લાડલા દીકરા,હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા મળી પિતા શંકરની,જે પ્રભુનાદેહથી શ્રીગણેશથી ઓળખાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
જગતમાં હિંદુધર્મ પવિત્ર ધર્મ છે,જ્યાં પરમાત્માની કૃપા દેહથી મેળવાય
અનેક પવિત્ર દેહથી પરમાત્માનુ આગમન થયુ,જે પવિત્રભુમી કરી જાય
શ્રધ્ધાભાવથી જીવનમાં ભક્તિ કરતા,જીવને મળેલદેહથી પવિત્રકર્મ કરાય
શંકરભગવાનને ભોલેનાથ પણ કહેવાય,જે ભાગ્યવિધાતાના પિતા કહેવાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
મળેલદેહના પવિત્રકર્મથી માબાપનો પ્રેમમળતા,વિઘ્નવિનાયકથી ઓળખાય
શ્રી ગણેશને સંસારી જીવનમાં,પત્નિ તરીકે રિધ્ધી સંગે સિધ્ધી મળી જાય
ભાઈ કાર્તિકેય મળ્યા અને બહેન અશોકસુંદરી મળીએ માબાપની કૃપાથઈ
કુટુંબમાં પુત્રી સંતોષી અને પુત્ર શુભાઅનેલાભ થયા,જે કુળને વધારી જાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
March 29th 2021
^^
^^
. . ભક્તિનો સંગાથ
તાઃ૨૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના,જે મળેલદેહને પાવનરાહ આપી ગઈ
જીવને મળેલદેહપર પવિત્રકૃપા થઈ,એ કુળદેવી કાળકામાતાની કૃપા થઈ
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
શ્રધ્ધાભાવે મળેલ દેહથી સોમવારે,શંકર ભગવાનને ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળે મા પાર્વતીની,અને ગણપતિ સંગે રીધ્ધીસિધ્ધીનોય મેળવાય
જીવને માનવદેહ મળે માબાપથી,જે બાળપણ,જુવાની,ઘડપણ આપી જાય
મળેલજન્મને પાવનકરવા ભક્તિનો સંગાથ મળે,જે માબાપની કૃપા કહેવાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
જીવનમાં ભજનભક્તિનો કોઇ સમય નથી,શ્રધ્ધાથી સમય મળતા પુંજા કરાય
ભારતમાં અનેકદેહથી પરમાત્મા પધાર્યા છે,જે દુનીયામાં પવિત્ર દેશ કહેવાય
પ્રેરણાકરી મળેલદેહના જીવને,નામંદીર,મસ્જીદ,ચર્ચની જરૂર ઘરમાં પુંજાથાય
જીવથી નાકૃપા કે મોહમાયાની અપેક્ષા રખાય,એ કળીયુગમાં અસરથીદેખાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
***************************************************************
March 26th 2021

. .પરમ કૃપાળુ
તાઃ૨૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમ કૃપાળુ સંગે,અજબ શક્તિશાળી સુર્યદેવ જ કહેવાય
દુનીયામાં સુર્યના આગમનથી,સવારપડે જે જીવોને કર્મ કરાવી જાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
સવારમાં સુર્યનારાયણને શ્રધ્ધાથી,અર્ચના સંગે દર્શન કરી વંદન કરાય
અનંત પવિત્રકૃપાળુ ધરતીપર,જે અવનીપરના જીવોને સમયથી દેખાય
હિંદુધર્મના જીવોને એભક્તિરાહથી દેખાય,જે પ્રભાતે દર્શનથી સમજાય
સુર્યદેવને સવારે શ્રધ્ધાથીદર્શન કરી,ૐ હ્રીંમ સુર્યાય નમંઃથી પુંજનથાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
પવિત્રદેહ સમયસંગેહતો ભારતમાં,જે જગતપર શક્તિધારીથૉ ઓળખાય
માનવદેહને સંસાર મળે સમયે,એમની જવનસંગીની રાંદલમાતા કહેવાય
પાવનકૃપા મળે ભક્તોને,જે સવારના દર્શને સુર્યસ્નાનથીજ દેહ સચવાય
એવા કૃપાળુ છે પવિત્રદર્શનથી,વર્ષોથી ધરતીપર સવારસાંજ આપી જાય
....એવા પવિત્ર કૃપાળુ અને અજબ શક્તિશાળી જગતમાં સુર્યદેવ કહેવાય.
############################################################
March 25th 2021
##
##
.. .વિરપુરના વાસી
તાઃ૨૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રજીવે દેહ લીધો વિરપુરમાં,જે પ્રધાન ઠક્કરના સંતાનથી ઓળખાય
માતા રાજબાઈની પાવનકૃપાએ,પવિત્ર ભક્તિશાળી જે જલારામ કહેવાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
પરમાત્માની પાવનકૃપા થઈ જીવનમાં,જે મંદીર મસ્જીદથી દુર લઈ જાય
મળેલ માનવદેહને પવિત્ર આંગલી ચીંધી,સંત ભોજલરામની કૃપા કહેવાય
નાકોઇ અપેક્ષા કે મોહમાયા સ્પર્શી,જે ભુખ્યા સંતને ભોજન આપી જાય
પકડેલ પવિત્રરાહ જીવનમાં,સંગે પત્નિ વિરબાઈનો પવિત્ર સાથ મળીજાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,માનવદેહને સમયસંગે ચલાય
જીવનમાં કર્મનોસંબંધ દેહને,જે જીવને જન્મમરણના આવનજાવનથી દેખાય
પવિત્રરાહે જીવતા જલારામે આંગળી ચીંધી,કે માનવદેહને પ્રેમે ભોજનદેવાય
જલારામના જીવનની પરીક્ષાકરવા પ્રભુ પ્રધાર્યા,પવિત્રકર્મ વિરબાઈ કરીજાય
....પવિત્રરાહ ચીધી ભોજનની વિરપુરથી,જે ભુખ્યાને અન્નદાનથી ખુશ કરી જાય.
================================================================
March 24th 2021
***
***
. .કૃપાની જ્યોત
તાઃ૨૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમકૃપા છે ભારતદેશ પર,જે પવિત્ર દેહથી જન્મી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહ ચીંધે,એ જીવને જન્મમરણથી છોડી જાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
અવનીપરનું આગમન જીવનુ,ગત જન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી પુંજા કરાય
પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે દેવ અને પવિત્રમાતાથી જન્મી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,લક્ષ્મીમાતા ને વિષ્ણુ ભગવાનને વંદન થાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
નિર્મળપ્રેમ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાથી સંબંધને સચવાય
પરમકૃપાળુ છે માતા લક્ષ્મીજી,જે મળેલદેહના જીવનમાં શાંંન્તિ આપી જાય
પાવનકૃપા મળી પ્રદીપને માતાની,રોજ ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય
ભક્તિનો સાગર ભારતમાં વહે છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય
....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
#################################################################
March 22nd 2021
@@
@@
. .ડમરુ ધારી
તા;૨૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા કરો ડમરુધારી પગે લાગતા ભક્તોપર,તમેજ ભોલે ભંડારી છો
જટાધારી સંગે તમેજ ગંગાધારી,વ્હાલા ત્રિપુરારી શિવશંકર પણ છો
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
અજર અમર તમે વ્હાલા ભગવાન,છો યોગેસ્વર મહાદેવ અને મહેશ
પરમ મહા તપસ્વી ડમરુધારી છો,ભક્તજનોને છે તમારીપર વિશ્વાસ
ગંગાજળના અભિશેકથી કૃપા મળે તમારી,મળેલ જીવન પવિત્ર થાય
નટ મસ્તક કરી વંદન કરીએ ભોલે ભંડારીને,રાખજો ચરણમાં અમને
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
કૃપા કરો ગિરીધારી તમે ત્રિપુરારી,ભક્તોની સેવા સ્વીકારી કૃપા કરો
પાવનજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખે
તમે કૈલાસપતિ સંગે ઉમાપતિ,તમારી પાવનકૃપા તકલીફનેય દુર કરીદે
એવી પાવનકૃપા તમારી ત્રણેયલોકમાં,એ અજબશક્તિ તમારી કહેવાય
....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો.
###########################################################
March 21st 2021

. .પવિત્ર ભાવના
તાઃ૨૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા,હિંદુ ધર્મમાં પવિત્ર કૃપા મળી જાય
પરમાત્માની કૃપા થાય મળેલદેહ પર,જે જીવને શાંંતિ આપી જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
મળેલ માનવદેહને સંબંધ છે ધર્મનો,જે શ્રધ્ધાની ભક્તિથી મેળવાય
હિંદુધર્મ પવિત્રછે ભારતમાં,જ્યાં અનેકદેહથી પરમાત્મા આવી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જ્યાં ભક્તિની પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની રાહ મળે દેહને,જે જીવને જન્મમરણથી સમજાઈ જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
માતાના દેહથી ભારતમાં જન્મ્યા,જે કૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
અવનીપર આવ્યા સંગે બીજા નવદેહથી,તેમને નવદુર્ગામાતા કહેવાય
હિંદુ ધર્મમાં નવરાત્રીના તહેવારે,માતા નવ સ્વરૂપની કૃપા મેળવાય
નવદીવસ ગરબે રમતા માતાને,વંદન કરતા ભક્તોને કૃપા મળીજાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
*************************************************************