September 27th 2016

ભક્તિનો ભંડાર

.                    . ભક્તિનો ભંડાર

તાઃ૨૬/૯/૨૦૧૬     (ન્યુયોર્ક)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો ભંડાર લઈ જીવતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
અજબલીલા અવિનાશીની લેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,જીવ પર પરમાત્માની કૃપા થાય
નાઅપેક્ષા કે કોઇમાગણી રાખતા,ઉજ્વળ જીવનરાહ મળીજાય
કરેલ કર્મ જીવનમાં સ્પર્શે, ત્યાંજ અનંતપ્રેમની વર્ષા થઈ જાય
લાગણી મોહ ના જીવને કદી સ્પર્શે,એજ  પવિત્રરાહ આપી જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.
અનેક જીવોને ભોજનદેતા,જીવનમાં ભક્તિભંડાર છલકાઈ જાય
માનવજીવનને સાર્થક કરવા,નાકોઈ ભેદભાવ જીવનમાં રખાય
જીવની જ્યોત પ્રગટતા અવનીએ,મળેલ જન્મ સાર્થક થઈજાય
વિદાય લેતા અવનીથી જીવને,જન્મ મરણના બંધન છુટી જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++

August 9th 2016

શ્રી ગજાનંદ ગણપતિ

.               .  શ્રી ગજાનંદ ગણપતિ

Gapadada.

 

 

 

 

 

 

 

 

 

 

 

.

.તાઃ૯/૮/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત પ્રેમ મળે માતા પાર્વતીનો,એ ગજાનંદ કહેવાય
પિતા ભોલેનાથની કૃપા મળતા,જગતમાં એ ઓળખાય
…….. એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણ કહેવાય.
જગતપિતા છે ભોલેનાથજી,જીવને પાવનરાહ આપીજાય
ના કોઇ અપેક્ષા જીવની રહે,જે  અવનીએ દેહથી દેખાય
અજબ શક્તિશાળી દેવ છે,જે કર્મનાબંધનથીજ સમજાય
મનથી કરેલ ભક્તિ પુંજાએજ,શ્રી ગણપતીની કૃપા થાય
……… એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણ કહેવાય.
શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,જીવપર અસીમકૃપા થાય
પાવનરાહ મળતા જીવને,જીવનમાં સદમાર્ગ મળી જાય
અનંતપ્રેમની વર્ષાએ,જગતપિતા ભોલેનાથની કૃપા થાય
મુક્તિમાર્ગની રાહે જીવને,અવનીએ જન્મસફળ કરી જાય
……… એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણકહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++

 

August 1st 2016

બમ બમ ભોલે

bholenath

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 બમ બમ ભોલે

તાઃ૧/૮/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવનરાહ મળે જીવને,જ્યાં બમ બમ ભોલે સ્મરાય
ઉજ્વળ રાહ પામીને જીવતા,જીવનો જન્મ સફળ થઈ જાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
અજબ શક્તિશાળી  જગતમાં,જીવને મુક્તિમાર્ગે દઈ જાય
નિર્મળભાવે ભક્તિ કરતા જીવનમાં,ભોલેનાથની કૃપા થાય
ડમડમ ડમડમ ડમરૂ વાગતા,અવનીપર પ્રભાત વર્ષી જાય
પાવન રાહની કેડી મળે જીવને,જ્યાં ગજાનંદની કૃપા થાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.
ૐ નમઃ શિવાય પ્રેરણા ભક્તિની,જે નિર્મળરાહ આપી જાય
શિવ શંકરની નિર્મળ ભક્તિએ,હ્યુસ્ટનમાં દર્શન આપી જાય
મળે માનવતાનીરાહ જીવનમાં,જ્યાં નિખાલસ ભક્તિ થાય
અનંતપ્રેમની કૃપાય મળે જીવને,જ્યાં બમબમ ભોલે ભજાય
……….એ જ કૃપા પિતા ભોલેનાથની,સંગે માતા પાર્વતી હરખાય.

***************************************************

 

July 23rd 2016

પરમાત્માનો પ્રેમ

.                  .પરમાત્માનો પ્રેમ

તાઃ૨૩/૭/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવની જ્યોત પ્રગટે જગતમાં.જ્યાં નિર્મળ પ્રેમથી જીવાય
મળે પ્રેમની ગંગા જીવને,જ્યાં પરમાત્માનો પ્રેમ મળી જાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
ભક્તિ રાહ અનેક  અવનીએ,કુદરતની અસીમ લીલા કહેવાય
દેખાવની દુનીયાને છોડતા,મળેલ જીવને રાહસાચી મળીજાય
ના માગણી પરમાત્માથી મંગાય,કે નાકોઇ ખોટી રાહ મેળવાય
મળે પ્રેમની કૃપા જલાસાંઇની,જે જીવનમાં  શાંન્તિ આપી જાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
માનવજીવનની મહેંક પ્રસરતા,અનેક જીવોનો પ્રેમ મળી જાય
નાઅપેક્ષા મનમાં કોઇ રહે,કે ના જીવને કોઇ આફત  સ્પર્શી જાય
આંગણે આવી પુંજા કરતા,પાવનકર્મ સંત જલાસાંઇ આપી જાય
અનંત શાંન્તિ મળે અર્ચનાએ,જ્યાં સુર્યનારાયણના દર્શન થાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.

=========================================

June 27th 2016

સાંઇ જ્યોત

.                  .સાંઇ જ્યોત

તાઃ૨૭/૬/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મનો સંબંધ જીવને સ્પર્શે,આવનજાવનથી સમજાય
નિર્મળ પ્રેમનીરાહે જીવવા,સંત સાંઇબાબાની પુંજા થાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
અનેક જીવોને સંબંધ અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
માનવદેહ એ કર્મનીકેડી,જે અનેક જન્મો બાદ મેળવાય
કરેલકર્મ જીવનમાં નિર્મળ,પવિત્રભક્તિમાર્ગે લઈ જાય
કુદરતની અસીમલીલા,અવનીપર જન્મ મળે સહેવાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
માનવ દેહ લીધો ભોલેનાથે શેરડીમાં,સાંઇથી ઓળખાય
આવી અવનીપર પરમાત્મા,માનવજીવન સમજાઇ જાય
પવિત્રરાહ મળે માનવીને,જ્યાં હિન્દુમુસ્લીમને પ્રેમ થાય
મનુષ્ય જીવન એ રાહ પવિત્ર,જે  માનવતા સમજાઈજાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.

======================================

June 3rd 2016

ભક્તિ સાગર

.              .ભક્તિ સાગર

તાઃ૩/૬/૨૦૧૬               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબશક્તિ છે ભક્તિમાં,જ્યાં નિર્મળતાએ ભક્તિ થાય
ના અપેક્ષાકોઇ મનમાં રહે,જે જીવને મુક્તિ આપી જાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
પવિત્ર પ્રેમની રાહે જીવતા,જલાસાંઇની રાહ મળી જાય
અન્નદાનનીજ્યોત પ્રગટતા,પરમાત્માની કૃપાથઈજાય
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં દેહ પારખીને જીવાય
અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહ થકી સમજાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
મનથીકરેલ ભક્તિ જીવનમાં,જીવનું ઘરપાવન કરી જાય
શ્રધ્ધાની એઅજબકૃપા છે,જે માનવીને અનુભવેસમજાય
મળે કૃપા પ્રભુની જીવનમાં,ત્યાં સંસાર ઉજ્વળ થઈ  જાય
આજકાલ નાસ્પર્શે જીવને,જ્યાં ભક્તિનો સાગર મેળવાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.

++++++++++++++++++++++++++++++++++++++

May 31st 2016

ઉમંગને આવકાર

.                 ઉમંગને આવકાર

તાઃ૩૧/૫/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંબંધ પ્રેમ ને ઉમંગની કેડી,માનવજીવનને સ્પર્શી જાય
અંતરની અભિલાષાને છોડતા,પાવનરાહ પકડાઇ જાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
જીવન એ છે જકડેલી સાંકળ,જે અનુભવથી ઓળખાય
કર્મની નિર્મળકેડી સ્પર્શે જીવને,માનવતા આપી જાય
કુદરતની આ  અપારલીલા,જગતમાં સમયે સમજાય
માનવદેહ મળે અવનીએ,જીવને ભક્તિએ અનુભવાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
કર્મબંધને જન્મ મળે છે જીવને,માબાપની કૃપા કહેવાય
અવનીપરના આગમનને સમજતા,પ્રેમે પગલા ભરાય
સમયને સાચવીને ચાલવા,સાચી નિર્મળ ભક્તિજ થાય
સંત જલાસાંઇની ચિંધેલ ભક્તિ,માનવતાને સ્પર્શીજાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++

May 26th 2016

મળતો પ્રેમ

.                  .મળતો પ્રેમ

તાઃ૨૬/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ પ્રેમને ના માપી શકે કોઇ,ના  અપેક્ષાએ મેળવાય
પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધાએ જીવન જીવાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
પડે જીવ પર પરમાત્માની દ્રષ્ટિ,જે અનુભવથી સમજાય
ના ખોટી લાગણી અડે જીવને,જ્યાં પવિત્રકર્મને સચવાય
સમયની સાચી કેડી મળતા,સાચા સંતની કૃપા મળી જાય
અંતરને ના આંબે કોઇ જગતમાં,જે સાચી શ્રધ્ધાએ દેખાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
નિર્મળ ભાવનાએ જીવનજીવતા,નાકદી અશાંન્તિ મેળવાય
પળે પળને સમજીને ચાલતા,આ  મળેલ જીવન મહેંકી જાય
કુદરતની કૃપા મળે જીવને,જ્યાં માનવ જીવનને સમજાય
ના અપેક્ષા કોઇ કદી રહે જીવનમાં,જે જન્મ સફળ કરી જાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.

=++++++++++++++++++++++++++++++++++++=

May 18th 2016

ભક્તિસાગર

.                .ભક્તિસાગર

તાઃ૧૮/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા છે પરમાત્માની,જગતમાં અનુભવોથી સમજાય
અનેક દેહ મળેલા જીવને,જે કર્મની કેડીના બંધને મેળવાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધારાખીને  પકડેલ ભક્તિરાહ,અનુભવથી ઓળખાઇ જાય
પ્રેમ મળે પરમાત્માનો જીવને,જે ભક્તિસાગરને તરાવી જાય
સાચીભક્તિ નિખાલસ ભાવનાએ કરતા,પાવનરાહ મળીજાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
પ્રાર્થના પરમાત્માને કરતા,જીવનમાં  ના કોઇ અપેક્ષા રખાય
સાચીરાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિરાહે સેવા થાય
ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહ રાખતા,પવિત્ર કર્મો થઈ જાય
મળેકૃપા પરમાત્માની જીવને,જે મળેલ જન્મ સાર્થકકરી જાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.

========================================

April 18th 2016

કેડી જીવની

.               .કેડી જીવની

તાઃ૧૮/૪/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ જ્યાં અંતરનો,ના માગણી કોઇ અથડાય
પાવનકર્મની એ શીતળકેડી,જન્મસાર્થક કરી જાય
……..એજ કૃપા અવિનાશીની,જીવનમાં શાંન્તિ આપી જાય.
કર્મના બંધન જકડે જીવને,જે મળેલ દેહથી દેખાય
અવનીપરની આ સરળકેડી,સત્કર્મથીજ મળી જાય
પાવન કર્મએ કૃપા પ્રભુની,જીવને વર્તનથી દેખાય
સતયુગ કળીયુગ સ્પર્શે જીવને,પાવનરાહે સમજાય
……..એજ કૃપા અવિનાશીની,જીવનમાં શાંન્તિ આપી જાય.
જલાસાંઇની ભક્તિકૃપાને,નાકોઇથી જગતમાંઅંબાય
રાહદીધી છે ભક્તિની જીવને,નાકોઇ અપેક્ષા અથડાય
સત્કર્મને પકડીચાલતા,પરમાત્મા ઝોળીને આપી જાય
મળી જીવનેકેડી અનેરી,જે મળેલ જન્મસાર્થક કરીજાય
……..એજ કૃપા અવિનાશીની,જીવનમાં શાંન્તિ આપી જાય.

+++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »