January 12th 2014

ભક્તિની જ્યોત

.                   .ભક્તિની જ્યોત

તાઃ૧૨/૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં મનથી સાચી ભક્તિ થાય
પરમાત્માની પરમકૃપાએ,જીવને ભક્તિ જ્યોત મળી જાય
.                    …………………..ઉજ્વળ જીવનની રાહ મળે.
વાણી વર્તન સચવાઇ જતાં,જીવનની આફત ભાગી જાય
મળી જાય નિર્મળરાહ જીવનમાં,ના અપેક્ષાય કોઇ રખાય
મનનેશાંન્તિ તનનેશાંન્તિ,જલાસાંઇની કૃપાએમળીજાય
લક્ષ્મીમાની અસીમ કૃપાએ,ના માગણી જીવનમાં રખાય
.                   …………………… ઉજ્વળ જીવનની રાહ મળે.
દેહ મળે અવનીએ જીવને,જે જગે કર્મના બંધન કહેવાય
મળે માયા મોહની ચાદર જીવને,જે ભક્તિએ ભાગી જાય
આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં નિખાલસ સેવા થાય
ભક્તિની એ અજબ પકડ છે,જે જીવને મુક્તિએ લઈ જાય
.                   …………………… ઉજ્વળ જીવનની રાહ મળે.

====================================

January 8th 2014

बाबाका दर्शन

sai-baba1

 

 

 

 

 

 

 

 

.                बाबाका दर्शन

ताः८/१/२०१४                  प्रदीप ब्रह्मभट्ट

बाबा मेरे बडे दयालु,जीवको भक्तिराह देदे
निर्मळ भावकी भक्तिसे,सांइबाबा दर्शन दे
.                       …………..बाबा मेरे बडे दयालु
पुंजन अर्चन प्रेमसे करके,स्मरण बाबाका हो
मिलती मनको शांन्ति,जीवको उज्वल राह दे
आकरदेते प्रेम भक्तोको,सुखशांन्ति मनको दे
अजब क्रुपा परमात्माकी,एक द्रष्टि बाबाकी दे
.                     …………….बाबा मेरे बडे दयालु
ॐ श्रीसांइनाथाय नमःसे,भक्तिप्रेमसे होती हो
पलपल जीवकी रक्षा करके,ये उज्वलजीवन दे
मानवजन्मकी सफता ही,जीवको मुक्तिराह दे
आंगणे आकर प्रेम दे दे,जहां बाबाकी क्रुपा हो
.                   ……………..बाबा मेरे बडे दयालु
+++++++++++++++++++++++++++

 

January 5th 2014

આંગળી પકડે

.                       આંગળી પકડે 

તાઃ૫/૧/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડે સાહેબની,અભ્યાસે ઉજ્વળ જીવન થાય
મળી જાય સદમાર્ગ જીવને,મળેલ જન્મસફળ કરી જાય
……….એજ કૃપા જલાસાંઇની જે જીવને રાહ સાચી દઈ જાય.

આંગળી પકડે માબાપની,મળેલ દેહ પાવન થઇ જાય
પળપળને સાચવે પ્રેમથી,સંતાનનુ જીવન મહેંકીજાય
સગાસંબંધીઓના નિખાલસપ્રેમે,પ્રેમ સાગર છલકાય
બાળપણ જુવાનીને સમજી લેતાજ,આફતથી છટકાય
……….એજ કૃપા જલાસાંઇની જે જીવને રાહ સાચી દઈ જાય.

આંગળી પકડે સાધુની,ત્યાંજ માતાથી ભડકાઇ જવાય
ભુલથી સ્પર્શ સ્ત્રી દેહને કરતા,ના સંયમનેકદી સચવાય
દેહ મળ્યો માતાથી જીવને,તોય ભડકતુ જીવન જીવાય
વંદન માતાને નાકરતાં,ભગવું પહેરીઅવનીએ ભટકાય
……….એજ કૃપા જલાસાંઇની જે જીવને રાહ સાચી દઈ જાય.

આંગળી પકડતા સંત જલાસાંઇની,સંસારમાં ભક્તિ થાય
ના મંદીર ચર્ચની વ્યાધી જીવને,નાકોઇ દાનપેટી  દેખાય
નિર્મળ  ભક્તિ  ઘરમાંકરતાં,ભોળાનાથની કૃપા થઇ જાય
સીતારામના સ્મરણ માત્રથી,જીવનો જન્મસફળથઈજાય
……….એજ કૃપા જલાસાંઇની જે જીવને રાહ સાચી દઈ જાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

December 23rd 2013

ભક્તિનો પથ

.                 ભક્તિનો પથ

તાઃ૨૩/૧૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળાનાથની  ભક્તિકરતાં,જીવને સુખશાંન્તિ મળી જાય
મોહમાયાની ચાદર છુટતા,જીવનો જન્મ સફળ થઇ જાય
.                     …………………ભોળાનાથની  ભક્તિ કરતાં.
શીતળતાનો સંગ રહેતા,શ્રી ભોળાનાથની કૃપા થાય
પામર જીવને રાહમળતા,સાચો ભક્તિપથ મળી જાય
નિર્મળ ભાવનાએ પુંજન કરતાં,વ્યાધીઓ ભાગી જાય
પરમાત્માનીપરમકૃપાએ,જીવને રાહ સાચી મળીજાય
.                 ………………….. ભોળાનાથની  ભક્તિ કરતાં.
ધર્મ કર્મની કેડી સમજતા,સાચીમાનવતા મહેંકી જાય
અવનીપરના આગમનને બીરદાવતા,પુંજાપ્રેમે થાય
ભક્તિપથની અજબ શક્તિની,કૃપા જીવ પરથઈ જાય
જીવને મળેલ આમાનવદેહ ,ઉજ્વળ રાહને પક્ડી જાય
.                  ……………………ભોળાનાથની  ભક્તિ કરતાં.

==================================

 

 

 

December 20th 2013

એક અપેક્ષા

.                      એક અપેક્ષા

તાઃ૨૦/૧૨/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની બસ એક જ અપેક્ષા,કે કૃપા કરજો મહાવીર
ઉજ્વળ જીવન ને પવિત્રરાહની,માગણી કરે છે જીવ
.           …………………અંતરની બસ એક જ અપેક્ષા.
મળેલ આ માનવ જન્મ જીવને,દેજો ભક્તિથી પ્રીત
લાગણી મોહને દુર રાખી,સરળ જીવનની દેજો રીત
જ્યોતપ્રેમની સદાવસાવી,નિર્મળતાથી કરજો જીત
આવીઆંગણે પ્રેમદેજો પ્રભુ,એજરાખીછે મનની જીદ
.           …………………અંતરની બસ એક જ અપેક્ષા.
માનવતા એક જ મહેંકથી,અનંત શાંન્તિ મળી જાય
પાવનકર્મની  કેડીપકડતા,આજન્મ સફળ થઈ જાય
જન્મ મૃત્યુના બંધન છુટતા,જલાસાંઇની કૃપા થાય
આજકાલને નેવે મુકતા,સમય નાકદી જીવેઅથડાય
.             ……………….અંતરની બસ એક જ અપેક્ષા.

===============================

December 15th 2013

જય જલારામ

Jalaram,vadodara

 

 

 

 

 

 

 

 

 

.                      . જય જલારામ

તાઃ૧૫/૧૨/૨૦૧૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય જલારામ બાપા,બોલો જય જય જલારામ
લઈને ભક્તિનો સંગાથ,બોલજો જય જય જલારામ.
.                   ………………બાપા જય જય જલારામ.
પાવન રાહ જીવનમાં દેજો,રહેજો પળપળ સંગે આજ
જન્મ મરણથી ખેંચી લેજો,દેજો જીવને મુક્તિની રાહ
મોહમાયાને દુર કરજો,જીવની ભક્તિમાં રહેજો સાથ
કર્મની કેડી ઉજ્વલ કરજો,જે જન્મ સફળ કરીદે આજ
.               ………………….બાપા જય જય જલારામ.
પરમાત્માની કૃપા પામવા,નિર્મળ  ભક્તિ દેજો આપ
માનવજીવન સાર્થકકરવા,રહેજો પળપળ મારીસાથ
જ્યોત જીવને દેજો પ્રેમની,ઉજ્વળ જીવન કરવાકાજ
અંત દેહનો આવે અવનીએ,પકડી લેજો જીવનો હાથ
.               ………………….બાપા જય જય જલારામ.

++++++++++++++++++++++++++++++++=

December 11th 2013

મુક્તિની માગણી

.                  .મુક્તિની માગણી               

તાઃ૧૧/૧૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી જગતમાં વ્યાધીએ,જીવનમાં ઝંઝટો મળી જાય
શાંન્તિને શોધવા માનવી,ભક્તિના નામે ભટકતો જાય
.               ……………………મળતી જગતમાં વ્યાધીએ.
સરળતાનો ના સાથ રહે,કે નાકોઇ માનવતાય મેળવાય
કળીયુગની કેડીને પકડી ચાલતાં,જગે દેખાવ અડી જાય
મળે માનવદેહ અવનીએ જીવને,જેને પ્રભુકૃપા કહેવાય
ઉજ્વળ રાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
.           ………………………મળતી જગતમાં વ્યાધીએ.
જીવને બંધન કર્મના જગતમાં,જે જીવને દેહ આપી જાય
સાચી રાહ મળે જ્યાં ભક્તિની,ત્યાં ભક્તિ રાહ મળી જાય
નિર્મળ ભાવના પકડી ચાલતા,આ જીવન ઉજ્વળ  થાય
શ્રધ્ધાસંગે મુક્તિની માગણીએ,જીવનેપ્રભુકૃપા મળીજાય
.              …………………….મળતી જગતમાં વ્યાધીએ.

===================================

December 7th 2013

અંતરની અપેક્ષા

.                 .અંતરની અપેક્ષા      

તાઃ૭/૧૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા અવિનાશીની,સમય આવતા એ સમજાય
માનવતાની શીતળ કેડી,પવિત્ર ભાવનાએજ મેળવાય
.               ……………………અજબલીલા અવિનાશીની.
અવનીપરનુ  આગમન જીવને,દેહ મળતા જ સમજાય
પશુપક્ષી ને પ્રાણીનો દેહ મળતા,નિરાધાર બની જવાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જીવને સાચીરાહ આપી જાય
આર્શીવાદ માબાપના મળતા,જલાસાંઇની ભક્તિ થાય
.              …………………….અજબલીલા અવિનાશીની.
જન્મસાર્થકની રાહમળે જીવે,જ્યાં અંતરની અપેક્ષા હોય
મનમાં રાખતા શ્રધ્ધા સાચી,જીવ સાચી ભક્તિએ દોરાય
નિર્મળ ભાવનાએ પ્રાર્થના કરતાજ,અંતરમાં પ્રેરણા થાય
સરળ જીવનની સીધીરાહે,મળેલ આજન્મસફળ થઈ જાય
.                …………………..અજબલીલા અવિનાશીની.

+++++++++++++++++++++++++++++++++++

 

December 4th 2013

નિર્મળરાહે ભક્તિ

.              નિર્મળરાહે ભક્તિ

તાઃ૪/૧૨/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ નિર્મળ ભક્તિ,જીવને સદમાર્ગે દોરી જાય
મોહમાયાનાબંધન છુટતા,જીવના કર્મબંધન છુટી જાય
.             …………………..મનથી કરેલ નિર્મળ ભક્તિ.
મળેલ જન્મ જીવને અવનીએ,કર્મની કેડીથી બંધાય
શીતળ જીવન પામી લેવા,નિર્મળ રાહે ભક્તિ કરાય
આવીઆંગણે પ્રેમ મળીરહે,જે મનને શાંન્તિ દઇજાય
નિર્મળતાના વાદળ ઘેરાતા,પાવનકર્મ જીવથીથાય
.            ……………………મનથી કરેલ નિર્મળ ભક્તિ.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવ સદકર્મો કરી જાય
ઉજ્વળતાની નિર્મળકેડી મળતા,જીવ મુક્તિએ દોરાય
સતત સ્મરણ જલાસાંઇનુ કરતા,જન્મસફળ થઈ જાય
ભક્તિપ્રેમને પકડીચાલતા,જીવનેકર્મબંધન છોડીજાય
.           …………………….મનથી કરેલ નિર્મળ ભક્તિ.

*********************************

 

November 12th 2013

મહેંર માતાની

.                  મહેંર માતાની          

તાઃ૧૨/૧૧/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમથી સાચી કરતા,મહેંર માતાની થઈ જાય
ઉજ્વળ જીવનની હરેક પળે,માનવતા મહેંકતી જાય
.             ……………………ભક્તિ પ્રેમથી સાચી કરતા.
સરળ જીવનની કેડી મળે,ને સફળતાનોય સંગ થાય
મળેલ માનવદેહ અવનીએ,મા કૃપાએ ઉજ્વળ થાય
કર્મની કેડી શીતળ બનતા,ના આધીવ્યાધી અથડાય
સાચાસંતના માર્ગનેપકડતા,મળેલજન્મ સાર્થક થાય
.              …………………..ભક્તિ પ્રેમથી સાચી કરતા.
માડી તારી અખંડ કૃપાએ,જીવને સદમાર્ગ મળી જાય
માનવ જીવનની મહેંક પ્રસરતા,અનંત આનંદ થાય
જલાસાંઇની જ્યોત પ્રગટતા,આ ઘરપવિત્ર થઇ જાય
ભક્તિનીસાચી રીતપકડતા,માનીકૃપા જીવ પરથાય
.             ……………………ભક્તિ પ્રેમથી સાચી કરતા.

===================================

 

« Previous PageNext Page »