November 1st 2012
. મનથી ભક્તિ
તાઃ૧/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ ભક્તિએ,જીવ પર કૃપા પ્રભુની થાય
નિર્મળ ભાવના રાખી કરતાં,જન્મ સફળ થઈ જાય
. ……………………મનથી કરેલ ભક્તિએ.
અવનીપરના આગમને જીવને,કર્મબંધન સ્પર્શી જાય
જલાસાંઇની સાચી ભક્તિએ,મળેલ બંધન છુંટતાજાય
શ્રધ્ધા રાખી પ્રેમની કેડીએ,જીવે સુખશાંન્તિ મળી જાય
કળીયુગની કાયાને છોડતાં,મનથી ભક્તિ સાચી થાય
. …………………..મનથી કરેલ ભક્તિએ.
મિથ્યા લાગતું મનુષ્ય જીવન,એભક્તિથી સાર્થક થાય
મોહ રહે ના માયા રહે જીવને,મળેલ દેહ પવિત્ર થાય
સાચા સંતની રાહે ભક્તિ કરતાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળજીવન કૃપાથીમળતાં,મળેલજન્મ સાર્થક થાય
. ……………………મનથી કરેલ ભક્તિએ.
======================================
October 30th 2012
. પ્રેમાળ રાહ
તાઃ૩૦/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની પ્રેમાળ રાહે,જીવ સાચીભક્તિએ સહેવાય
અન્નદાનની એક જ કેડીએ,જગત પિતા પણ હરખાય
. ………………..જલારામની પ્રેમાળ રાહે.
જગમાં દીધી શ્રધ્ધાની રાહ,જે જીવને દઈ જાયછે ઉજાસ
શ્રધ્ધા રાખી અન્ન પીરસતા,વિરબાઇ માતા પણ હરખાય
આંગણેઆવી પ્રભુ પ્રેમ મેળવે,એજ સાચીભક્તિ કહેવાય
માનવ જીવન સાર્થક થતાંજ,જીવ પર પ્રભુની કૃપા થાય
. ………………….જલારામની પ્રેમાળ રાહે.
સાંઇસાંઇનુ સ્મરણ કરતાં,જગતમાં માનવતા સચવાય
અલ્લા ઇશ્વર એક બતાવી,સાચાકર્મનીકેડી એ દઈ જાય
બાબાનામની અખંડજ્યોત,જીવનમાંપ્રકાશ આપી જાય
મળી જાય પ્રેમ સાચા સંતોનો,એજ પ્રેમાળ કેડી કહેવાય
. …………………..જલારામની પ્રેમાળ રાહે.
મળે માયા જ્યાં જલાસાંઇથી,કાયાના બંધન છુટી જાય
જ્યોત જીવનમાં ભક્તિની જલે,ત્યાં પરમાત્મા હરખાય
દુઃખને દુર કરે જીવનમાં,ત્યાં જ સુખ સાગર મળી જાય
અખંડ કૃપા પ્રભુની થતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. …………………..જલારામની પ્રેમાળ રાહે.
++++++++++++++++++++++++++++++++++++=
October 22nd 2012

.
. પધારો અંબેમા
તાઃ૨૨/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તમારા દર્શન કાજે,હું ગરબે ઘુમી રહ્યો આજ
પ્રેમે આજ પધારો અંબેમા,મારા ખુલ્લા ઘરનાદ્વાર
. ………………..માડી તમારા દર્શન કાજે.
ચરણે વંદન કરતા માડી,મારા હૈયે આનંદ થાય
સરળ જીવનમાં સંગે રહેજો,એજ જીવનમાં આશ
નવરાત્રીનાનોરતા ગાતા,ઉજ્વળરાહ મળી જાય
ભક્તિ પ્રેમનો સંગ જોઇને મા,રહેજો અમારી સાથ
. ………………….માડી તમારા દર્શન કાજે.
કરુણા તારી પ્રેમેમળતાં,પાવનકર્મ જીવનમાંથાય
સદા સ્નેહ વરસાવી માડી,પુરણ કરજો મારી આશ
દેજો આશિર્વાદ પ્રેમે પ્રદીપને,આજન્મ સાર્થક થાય
રમા રવિ પર કૃપા કરજો,સદારહેજો દીપલને સાથ
. …………………માડી તમારા દર્શન કાજે.
****************************************
October 18th 2012
. મા તારા ચરણે
તાઃ૧૮/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચરણે તારા શીશ નમાવી,મા ભક્તિ પ્રેમ હું માગું
જીવન મારું સરળ કરીને,આ જન્મથી મુક્તિમાગું
. …………………..ચરણે તારા શીશ નમાવી.
નવરાત્રીના પવિત્ર દીને,માગરબા તારા ગવાય
તાલીઓનો સંગ રાખતાં,તારો પ્રેમ મેળવી જાય
ભક્તિની આપવિત્રકેડી,સાચા સહેવાસેમળીજાય
અવનીપરના ભેદભુલીને,માતારા ગરબા ગવાય
. …………………. ચરણે તારા શીશ નમાવી.
નવરાત્રીના નવ સ્વરૂપના,મા ભક્તોનેદર્શન થાય
કૃપા તારી પામીને ભક્તો,ઉજ્વળ રાહ મેળવી જાય
અંતરની ભક્તિ છે નિરાળી,માતારુ સ્મરણ થઈજાય
આવી આંગણે ભક્તિ મેળવતાં,જન્મસફળ થઈ જાય
. ……………………ચરણે તારા શીશ નમાવી.
*************************************
October 15th 2012
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. ભોલેની ભક્તિ
તાઃ૧૫/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલે તમારી ભક્તિ કરતાં,વ્યાધીઓ ભાગી ગઈ
નિર્મળજીવન રાહમળતાં,આજીંદગી પાવનથઈ
. ……………….ભોલે તમારી ભક્તિ કરતાં.
અતિ દયાળુ શ્રી ભોલેનાથને,સદાય હું નમુ છુ અહીં
પ્રેમનીપાવન જ્યોત જોતાં,કોઇ વ્યાધી રહેતી નહીં
ઉજ્વળ જીવનની રાહ મળતાં,માનવતામહેંકી ગઈ
અંતરમાં આનંદ અનેરો,જીવની જ્યોત પ્રકટી ગઈ
. ………………..ભોલે તમારી ભક્તિ કરતાં.
નિર્મળતાના વાદળ એવા,જીવને ભક્તિ લાગી ગઈ
માતા પાર્વતીનો પ્રેમ મળતાં,જીવનમાં શાંન્તિ થઈ
ૐ નમઃ શિવાયની નાનીકેડી,આકાશમાંપ્રસરી ગઈ
શાંન્તિના સહવાસે જીવનમાં,સૌને પ્રેમ મળે છે ભઈ
. …………………ભોલે તમારી ભક્તિ કરતાં
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
October 14th 2012
. સરળ માર્ગ
તાઃ૧૪/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે,જ્યાં ભક્તિમાર્ગ મળીજાય
મુક્તિ માર્ગ મળતાં જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય
. …………………સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.
અવિનાશીના અવતાર જગતમાં,રામ,કૃષ્ણથી ઓળખાય
અવનીપર આવી પરમાત્માએ,ઉજ્વળરાહ જીવનેદેવાઇ
નિર્મળતાનો સંગ રાખતાં,જીવને માર્ગ સરળ મળી જાય
અવનીપરના આગમનથી,માનવજન્મ સાર્થક થઈજાય
. ………………….સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.
મળે જીવને જ્યોત પ્રેમની,ને મળી જાય સાચો સંગાથ
અંતરમાં ના ઉભરો જાગે,કે ના મોહ માયાનોય ભંડાર
જ્યોતપ્રેમની સંગેરહેતા,સાચીભક્તિ જીવથી થઈજાય
મળે જલાસાંઇનો પ્રેમ જીવને,જે ભક્તિમાર્ગ દઈ જાય
. ………………….સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.
)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
October 1st 2012
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .ભક્તિ ભાવના
તાઃ૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન કરતાં ભક્તિ ભાવથી,જીવનો મોક્ષમાર્ગ ખુલી જાય
પરકૃપાળુ સંત જલાસાંઇની,જીવ પર કૃપા દ્રષ્ટિ થઈ જાય
. ………………….ભજન કરતાં ભક્તિ ભાવથી.
કરતાં મનથી માળા જલાની,સાચી રાહ જીવને મળી જાય
સાંઇ સાંઇના સ્મરણ માત્રથી,બાબાનો પ્રેમ પણ મળી જાય
કળીયુગની કેડીને છોડવા,જીવનમાં મોહ માયા દુર રખાય
મળે શાંન્તિ જીવનેત્યારે,જ્યારે ભક્તિસ્નેહ સરળ થઈ જાય
. ……………………ભજન કરતાં ભક્તિ ભાવથી.
મળતાં માનવદેહ અવનીએ,જીવના કર્મની કેડી શરૂ થાય
સદકર્મને સાચવી લેતાં,જીવનમાં વ્યાધી નાકોઇ અથડાય
મળે જલાસાંઇની જ્યોત જીવને,એદેહનું કલ્યાણ કરી જાય
સુખશાંન્તિના વાદળ મળતાં,ઉજ્વળ આ જીવન થઈ જાય
. ……………………ભજન કરતાં ભક્તિ ભાવથી.
****************************************************
September 24th 2012
. ભક્તિ ભાવના
તાઃ૨૪/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન કરતાં ભક્તિભાવથી,આજે જીવને શાંન્તિ થઇ
મોહમાયાની ચાદર છુટતાં,ઉજ્વળપ્રભાત મળી ગઈ
. …………………ભજન કરતાં ભક્તિભાવથી.
કર્મના બંધન કેડી બને,જે જીવને માર્ગ બતાવી જાય
નિર્મળતાનો સંગરાખતાં,ના વિચાર વ્યર્થ બની જાય
મળતાપ્રેમ જલાસાંઇનો જીવને,સુખશાંન્તિમળી જાય
માર્ગસાચો મળતાજીવને,સ્વર્ગનાદ્વાર પણખુલી જાય.
. ………………. ભજન કરતાં ભક્તિભાવથી.
મારુની ના રહે માયા જીવને,જ્યાં તારુ સમજાઇ જાય
વળગેલી માયાને છોડતાં જ,સ્નેહ સાગર સ્પર્શી જાય
શાંન્તિ શાંન્તિ મળતી ચાલતા,જન્મ સફળ થઈ જાય
કૃપા જલાસાંઇની મેળવીલેતાં,મોહમાયા ભાગી જાય
. …………………..ભજન કરતાં ભક્તિભાવથી.
++++++++++++++++++++++++++++++++++++++++
September 20th 2012
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .જોગી જલીયાણ
તાઃ૨૦/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તમે વિરપુરના રહેવાસી,કરો છો ભક્તિ પ્રેમથી સાચી
મનમંદીરના દ્વાર ખોલવા,આવ્યા જગત અંતરયામી
. ……………………તમે વિરપુરના રહેવાસી.
માળાહાથમાં શ્રધ્ધાએ લેતા,સાચવી જીવનમાં વાણી
વિરબાઇ માતાના સંગે જીવનની,ઉજ્વળ કેડી માણી
ભક્તિ ભાવને પારખી લેતાં,પ્રભુની પ્રીત પણ આણી
નિર્મળપ્રેમે પ્રભુને ભજતાં,જીવનમાં પ્રભુકૃપાનેપામી
. …………………… તમે વિરપુરના રહેવાસી.
અન્નદાન એ કૃપા પ્રભુની,સાચી રાહ જીવનમાં જાણી
આંગણે આવેલ પામર જીવને,ભક્તિની રાહ આપી
રામનામની માળા કરતાં,જીવનમાં શીતળતા આણી
જોળી ઝંડો છોડી ભાગતાં,પ્રીતે પ્રભુની પરિક્ષા પામી
. ………………………તમે વિરપુરના રહેવાસી.
=====================================
September 16th 2012
. .અંતરની ઉર્મી
તાઃ૧૬/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરની ઉર્મીને પકડી,જગમાં જીવન જ્યાં જીવાય
મળીજાય ત્યાં કૃપાય પ્રભુની,ને સાર્થક જીવન થાય.
. …………………..અંતરની ઉર્મીને પકડી.
કુદરતની આરીત નિરાળી,માનવમનને ના સમજાય
સમજીને સાચા પ્રેમને દેતા,મેળવનાર જીવ હરખાય
અંતરમાં મળેલ શાંન્તિ,જીવ પર પ્રભુ કૃપા પણ થાય
અતિને મુકતા માળીયે જીવને,સુખ શાંન્તિ મળી જાય
. ……………………અંતરની ઉર્મીને પકડી.
મળતાં આશિર્વાદ જલાસાંઇના,દેહ પાવન થઈ જાય
મુક્તિ માર્ગને ખોલતા સંતની,પાવન કૃપા પણ થાય
આજકાલનો નામોહ જીવને,જ્યાં સમયનેય પરખાય
સુખશાંન્તિના વાદળવરસતા,જીવે શાંન્તિ મળી જાય
. …………………….અંતરની ઉર્મીને પકડી.
++++++++++++++++++++++++++++++++++++