February 27th 2012
. ભોલે સાંઇ
તાઃ૨૭/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથના ભક્તિ માર્ગથી,જીવને અનંત શાંન્તિ થાય
સાંઇબાબાને ભાવથી ભજતાં,દેહથી કર્મસફળ થઈ જાય
. ……………….ભોલેનાથના ભક્તિ માર્ગથી.
શ્રધ્ધા રાખી પ્રેમથી ભજતાં,પરમકૃપાળુ ભોલેસાંઇ હરખાય
જીવનેમાર્ગ મળે સદગતિનો,અંતે જીવનુ કલ્યાણ થઇ જાય
મોહમાયાના વાદળ છુટતાં જગે,જીવને સદમાર્ગ મળી જાય
કૃપા મળે ભોલેનાથની ,ત્યાં મા પાર્વતીનો પ્રેમ વરસી જાય
. ………………..ભોલેનાથના ભક્તિ માર્ગથી.
ચરણ સ્પર્શ કરતાં બાબાના દેહથી,કપાળે ભસ્મ લાગી જાય
ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,કૃપાએ જન્મસફળ પણ થાય
ૐ સાંઇનાથનુ ઉચ્ચારણ કરતાં,બાબા આંગણે આવી જાય
ભોળાનાથની ભક્તિન્યારી,અંતે જીવને સ્વર્ગવાસ મળીજાય
. …………………….ભોલેનાથના ભક્તિ માર્ગથી.
==========================================
February 14th 2012
……………….શક્તિ ભક્તિની
તાઃ૧૪/૨/૨૦૧૨ ………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
શક્તિ મારી ભક્તિની છે,જીવને સદગતિએ દઈ જાય
માનવી જીવન સાર્થકકરવા,સાચી પ્રેરણા આપી જાય
……………………………………………શક્તિ મારી ભક્તિની છે.
નિર્મળમોહ ને પ્રીતપ્રભુથી,જે પાવનપગલાં દઈ જાય
આધી વ્યાધીને આંબી ચાલે,એજ ભક્તિપ્રીત કહેવાય
સમજણ સાચી શ્રધ્ધાથી આવે,ને મતીય ના ભટકાય
શક્તિનોસહવાસ રહેજીવનમાં,નિર્મળભાવના મેળવાય
……………………………………………શક્તિ મારી ભક્તિની છે.
કરેલ કામની માયા મુકતાં,સફળતા જીવનથી સંધાય
જલાસાંઇની સાચી ભક્તિએ,નિર્મળપ્રેમ જગે મેળવાય
ભક્તિની શક્તિ છે નિરાળી,જગતનેય એ આંબી જાય
સંકટનો નાસંકેત મળેદેહને,જીવને પ્રભુકૃપામળી જાય
……………………………………………શક્તિ મારી ભક્તિની છે.
==========================================
February 11th 2012
જયશ્રી રામ
તાઃ૧૧/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિપુરને પકડી ચાલતાં,જીવને રાહ મળી જાય
કૃપાની કેડી પાવન મળતાં,જન્મસફળ થઈ જાય
……………….ભક્તિપુરને પકડી ચાલતાં.
ભાવના રાખી ભક્તિ કરતાં,ના આફત કોઇ અથડાય
સાચી ભક્તિની રાહ એવી,જે સંતની કેડી દઈ જાય
સંસારનો રાખી સહવાસ,જ્યાં અંતરથી ભક્તિ થાય
જલાસાંઇની ભક્તિ નિરાળી,જેને જગતમાં છે પુંજાય
………………ભક્તિપુરને પકડી ચાલતાં.
પિતાનો મેળવી પ્રેમ જીવનમાં,દેહે પુત્ર તારણહાર
સીતાજીએ સંસ્કાર સાચવી,પતિનો કીધો સહવાસ
વાણી વર્તનને સાચવી લેતાં,પવિત્ર જીવન થાય
કળીયુગની કેડીને છોડવા,પરચાઓ જગમાં દેવાય
…………….ભક્તિપુરને પકડી ચાલતાં.
===============================
February 5th 2012
…………………સાચો ભક્તિપથ
તાઃ૫/૨/૨૦૧૨………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનમાં રાખી શ્રધ્ધા ભાવના,મનથીપ્રીત પ્રભુથી રખાય
ઉજ્વળ જીવન જીવવાને કાજે,સાચો ભક્તિપથ પકડાય
……………………………………………સાચો ભક્તિપથ પકડાય.
સ્રરળતાનો સહવાસમળે,ને જીવનમાં શાંન્તિ મળી જાય
પ્રેમથી પુંજન અર્ચન કરતાં,જીવ પર કૃપા પ્રભુની થાય
…………………………………………મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
મન નિર્મળ ને તન નિખાલસ,ત્યાં માનવી મન હરખાય
મોહ તરછોડી ને માયા મુકતા,અજબ શાંન્તિ મળી જાય
……………………………………….. મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
પકડી રાહ ભક્તિની જીવનમાં,સૌ કામ સરળ થઈ જાય
પ્રભુ કૃપાની કેડી નિરાળી,જીવને મુક્તિ માર્ગે દોરી જાય
………………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
આજકાલની રાહ ન જોતાં,પ્રભુની માળા મનથી જ થાય
જલાસાંઇની દ્રષ્ટિ પડતાં,જીવનીરાહે પુષ્પ પથરાઇ જાય
………………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
પ્રદીપને હૈયે આનંદ અનેરો,જે સંતની કૃપાએ મળી જાય
મુંઝવણના સૌ માર્ગ ખુલતાં,આ જીવન નિર્મળ થઈ જાય
………………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
=================================
January 30th 2012
. …………………. .ભક્તિપ્રેમ
તાઃ૩૦/૧/૨૦૧૨. …………….. .પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચી રાહ જીવનમાં એવી,જીવને સદમાર્ગે લઈ જાય
મળે કૃપા જલાસાંઇની જીવને,જેને ભક્તિપ્રેમ કહેવાય
. ……………………………………….સાચી રાહ જીવનમાં એવી.
ઉગમણી ઉષાને પારખતા,પ્રભાતે સુર્યના દર્શન થાય
ઉજ્વળકેડી મળેજીવનમાં,જ્યાં સાચીપુંજનવિધી થાય
પ્રભાતનુ પહેલું કિરણ પડે ઘરમાં,દિવસ સુધરી જાય
ભક્તિસાચી પ્રેમથી કરતાં,મળેલજન્મસફળ થઈ જાય
. ………………………………………સાચી રાહ જીવનમાં એવી.
માયા જેને મળે પ્રેમમાં,કળીયુગમાં જીવ ભટકી જાય
એકને છોડતાં બીજી મળે ,જે અધોગતીએ લઈ જાય
માનવીમન તોછે મર્કટ જેવું,અહીતહીં ભટકતુ દેખાય
આજકાલની રાહજોવામાં,માનવજીવન વેડફાઇ જાય
. ………………………………………સાચી રાહ જીવનમાં એવી.
************************************
January 25th 2012
…………………..મળેલ સંગાથ
તાઃ૨૭/૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનો પકડ્યો મેં હાથ,મને મળી ગયો જીવનમાં સાથ
જીવન જીવવાને કાજહવે,મેંતો માણીલીધો સાચો સંગાથ
. ……………………………………..ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.
નિત્ય સવારે નીજ મુખથી,શાંન્તિથી સ્મરણપ્રભુનુ થાય
શીતળતાની સાંકળ મળતાં,જીવ સાચીભક્તિએ સંધાય
મોહને મનથી દુર કરતાં,જીવનમાં માયા અળગી થાય
જલાસાંઇના સ્મરણમાત્રથી,જીવનીપળપળ પાવનથાય
. …………………………………….ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.
આજકાલની ના ઝંઝટ કોઇ,એ તો તનથી દુર જ જાય
મનને શાંન્તિ મળી જતાં,દેહથી વ્યાધીઓ ભાગી જાય
ભક્તિના જ્યાં દ્વાર ખુલે,ત્યાં માનવતાને પણમેળવાય
જીવનાબંધન દુર ભાગતાં,મળેલ જન્મસફળ થઈજાય
. ……………………………………..ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.
*****************************************
January 23rd 2012
……………………….શીતળતા
તાઃ૨૩/૧/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
લીધી કેડી જીવનમાં,જ્યાં પ્રેમ સાચો મળીજાય
નિર્મળ રાહને મેળવી લેતાં,જીવન શીતળ થાય
. ………………………………………લીધી કેડી જીવનમાં.
ઉજ્વળ જીવન સગે લેતાં,મોહમાયા ભાગી જાય
શીતળતાનો સાથ મળતાં,આધીવ્યાધી દુર જાય
એક કેડી જીવનમાં એ છે,જે ભળતરથી મેળવાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,દેહને રાહ મળી જાય
. ………………………………………લીધી કેડી જીવનમાં.
લાગણીમોહને દુર કરતાં,સાચા સંસ્કારને સચવાય
વડીલને વંદન મનથી કરતાં,આશીર્વાદ મળી જાય
ભક્તિનોસંગ મનથી મેળવતાં,ઘર પવિત્ર થઈ જાય
સાચી કૃપા પામવા કાજે,પ્રભુની માળા મનથી થાય
. ……………………………………….લીધી કેડી જીવનમાં.
++++++++++++++++++++++++++++
January 19th 2012
…………………बाबाका प्यार
ताः१९/१/२०१२ ……………..प्रदीप ब्रह्मभट्ट
बाबा मेरे बहोत निराले,सब भक्तोको प्यार करे
आये जो चरणोंमें उनके,सुखशांन्ति जीवनमें दे
……………बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.
निर्मळप्रेमसे भक्ति जो करते,श्रध्धा मनके साथ
आकर प्यार देते प्रभुका,होजाये जीवका कल्याण
मीलतीरहेम भक्तोकोदीलमें,और भेदभाव दुरजाय
पाकर प्रेम बाबाका दीलसे,खुशहाल जीवनहो जाय
……………बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.
विश्वास मनमें रखकेआये,खालीहाथ कदी नाजाये
कृपा बाबाकी मीलजाती,तो मुक्ति जीवकोमिलती
उज्वळ जीवन मिल जानेसे,भक्तिभाव मिल जाये
जन्म सफळ होजाय जीवका,मुक्ति द्वारपे आती
……………बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.
+++++++++++++++++++++++++++++++++
January 16th 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
……………ભજન ભોલેનાથનું
તાઃ૧૬/૧/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
હર હર ભોલેનાથનુ ભજન કરુ હું આજ
…….નિર્મળપ્રેમથી કૃપા મેળવવા સ્મરણ કરું દીનરાત
……………..ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
અગ્નીકુંડમાં સીતા બળાતા,દીધા માતાના અનેક સ્વરૂપ
જીવન ઉજ્વળ કરવા કાજે,ભોલે ભક્તિ દીધી છે અનુકુળ
મોહમાયાના બંધન ના સ્પર્શે,કે નાકળીયુગની કોઇ પ્રીત
ઉજ્વળ જીવનમાં રાહ મળે,જ્યાં સાચી ભક્તિની છે રીત
………………ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
ગજાનંદના પિતા છે પ્યારા,ને માતા પાર્વતીના ભરથાર
સૃષ્ટિની કરે અજબ રચના,જે જગે તાંડવથી અનુભવાય
શ્રધ્ધારાખી ભોલેને ભજતાં,જીવે નાઆફત કોઇ અથડાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલેજ્યાં,ત્યાંજીવનો ઉધ્ધાર થઇજાય
. ……………..ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
January 15th 2012
…………………….ભક્તિ ભાવ
તાઃ૧૫/૧/૨૦૧૨ ……………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહની શીતળતા સચવાતા,સાચો પ્રેમ જીવને મળી જાય
કુદરતની આછે કૃપા નિરાળી,સાચી ભક્તિભાવે મળી જાય
. …………………………………..સ્નેહની શીતળતા સચવાતા.
નિર્મળતાનો સંગ રાખતાં જીવનમાં,સાથ સૌનો મળીજાય
ઉમરાને ઓળંગતા પહેલા,જીવને સાચો માર્ગ મળી જાય
મહેંક મળે જીવનમાં માનવતાની,ને જન્મ સફળ થઈજાય
ભક્તિભાવ એજ સાચીકેડી જીવની,મુક્તિ માર્ગ મળી જાય
. …………………………………….સ્નેહની શીતળતા સચવાતા.
કળીયુગની કાતરને પારખતા,મોહમાયા દુર ભાગી જાય
ભક્તિની એ શક્તિ અજબની,જીવને સદમાર્ગે લઈ જાય
આવી આંગણે કૃપા મળે પ્રભુની,દેહથી તેને અનુભવાય
ભક્તિભાવ દઈદે કેડી જીવને,મળેલ જન્મસફળથઈજાય
. …………………………………….સ્નેહની શીતળતા સચવાતા.
++++++++++++++++++++++++++++++++