September 1st 2010

શીતળા-સાતમ

                         શીતળા-સાતમ

તાઃ૧/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર શ્રાવણ માસમાં,જગતના હિન્દુધર્મી ખુશ થાય
આવી આંગણે પ્રભુકૃપા મળે,જે ધર્મપ્રેમથી મળી જાય
                                ………પવિત્ર શ્રાવણ માસમાં.
સોમવારની દરેક સવારે,શિવલીંગે દુધ અર્ચન થાય
ભોલેનાથની કૃપા મળે,મા પાર્વતીને ધુપદીપ કરાય
તુલસીજીના પાન સાથે,શીવજીને પ્રસાદ પ્રેમે ધરાય
ઉજ્વળ રાહ મળે જીવને,જ્યાં શ્રાવણે એક ટંક જમાય
                              ……….પવિત્ર શ્રાવણ માસમાં.
શ્રાવણ માસની વદ સાતમે,શીતળા માતાને પુંજાય
અગ્નિ દેવની કૃપા પામવા,આજે રાંધેલુ ના ખવાય
મળે જીવનમાં શીતળતા,ત્યાં જન્મ સફળ થઇ જાય
વરસે કૃપા કર્તારની જીવ પર,વ્યાધી સૌ ટળી જાય
                            ………..પવિત્ર શ્રાવણ માસમાં.
ભક્તિભાવ એ બુધ્ધિસંગે,ને કૃપા જીવસંગે સહેવાય
દેહને સંબંધ કર્મના જગમાં,જે જન્મ મળતા દેખાય
પવિત્રમાસની સાચી ભક્તિ,મુક્તિતણા ખોલે છે દ્વાર
આગમન વિદાયએ જીવનાબંધન,કૃપાએ છુટી જાય
                             ……….પવિત્ર શ્રાવણ માસમાં.

==+++++++==+++++++==+++++++==

August 30th 2010

શિવજીપ્રેમ

 

 

 

 

 

 

 

 

 

                                  શિવજીપ્રેમ

તાઃ૩૦/૮/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરથી મળતા પ્રેમને જગતમાં,ના કોઇથીય જોઇ શકાય
શિવજી પ્રેમ મળતા જીવથી,મોક્ષના દ્વારને ખુલતા જોવાય
                                    ……… અંતરથી મળતા પ્રેમને.
મળતી કૃપા જગતમાં સાચી,જેને દેહ મનથી અનુભવાય
પુંજન અર્ચન શ્રધ્ધાથી કરતાં,ભક્તિ પ્રેમને પામી જવાય
શીતળ શ્રાવણમાસના સોમવારે,પ્રભુ શિવજીની પુંજાથાય
મોહમાયા કળીયુગના છુટતાં,માતા પાર્વતીજી રાજી થાય
                                     ………અંતરથી મળતા પ્રેમને.
પવિત્ર માસમાં શ્રધ્ધા સ્નેહે,ૐ નમઃશિવાય જ્યાં સ્મરાય
જન્મમરણના ત્યાં છુટેબંધન,ને જીવ અંતે મુક્તિએ દોરાય
ભાગ્ય વિધાતાની સ્નેહવર્ષાએ,જીવનુ ભાગ્ય બદલાઇજાય
માગંગાના અમૃતજળથી,જગના સૌ બંધનથી છુટી જવાય
                                    ……….અંતરથી મળતા પ્રેમને.

*************************************

August 18th 2010

અપેક્ષા જીવની

                     અપેક્ષા જીવની

તાઃ૧૮/૮/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની એતો આધાર છે,જ્યાં જીવને માર્ગ મળે
માનવ દેહ મળતાં જીવને,અહીં મુક્તિમાર્ગ મળે
                      ………..અવની એતો આધાર છે.
દેહ મળતાં માનવીનો,દેહને  ભક્તિની રાહ મળે
શ્રધ્ધા રાખી ભજતાં જીવને,કૃપાએ શાંન્તિ મળે
ધરતીના ધબકારે જીવવા,દેહને માનવતા મળે
રાહ સાચી મળે જીવને,જે મુક્તિના દ્વારને ખોલે
                     ………..અવની એતો આધાર છે.
સંતાનના સહવાસે રહેતાં,તો માયા આવીનેમળે
બંધન બાંધે જ્યાં જીવને,ત્યાં ધરતીનુ લેણુ મળે
વારસાઇના વમણમાં રહેતા,કળીયુગનીકૃપા મળે
કાયાની અપેક્ષા મળતાં,જીવને કર્મનાબંધન મળે
                        ………..અવની એતો આધાર છે.
પરમાત્માની કૃપા જીવને,સાચી ભક્તિ એ જ મળે
એક સંત મળે જો સાચા,જીવનની સાચી રાહ મળે
મળીમને દોર ભક્તિની,જે સંત જલાસાંઇથી લીધી
પાવનકર્મ કરવા દેહથી,મને સાચીજ ભક્તિ દીધી
જન્મસફળ મળે આદેહને,એવી જીવે અપેક્ષા કીધી
                            ………અવની એતો આધાર છે.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)

August 16th 2010

બંમ બંમ ભોલે

                      બંમ બંમ ભોલે

તાઃ૧૬/૮/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય બોલો બંમ બંમ ભોલે મહાદેવની
         કરુણા સાગર ૐમકાર શ્રી નાગેશ્વરની
જય જય બોલો હર હર ભોલે મહાદેવની
             ગજાનંદ  પિતા પરમાત્મા મહાદેવની
                          ……….જય બોલો બંમ બંમ ભોલે.
ભક્તિ પ્રેમની દ્રષ્ટિ લેવા વંદુ ભોલેનાથને
        મા પાર્વતીને કરું દીવો લેવા કૃપા આજ
જન્મ સફળ લેવા પ્રેમે વંદુ ગજાનંદને
            મળે કૃપા દેહને ઉજ્વળ જન્મ કરવા કાજ
                          ……….જય બોલો બંમ બંમ ભોલે.
 શીતળતા સોમવારની મળે ભક્તિ સાથ
         સેવાપુંજા કરુપ્રેમથી સ્વીકારજો ભગવાન
દુધઅર્ચન શીવલીંગે કરુ કૃપા દેજો અપાર
            ખોલી દ્વારમુક્તિના કરજો જીવોનો ઉધ્ધાર
                           ………જય બોલો બંમ બંમ ભોલે.

++++++++++++++++++++++++++++

August 14th 2010

ડંકો વિરપુરનો

                            ડંકો વિરપુરનો

તાઃ૧૪/૮/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરવી ગુજરાતનું વિરપુરગામ,જગે ભક્તિમાં તે છે નામ
જલારામની ભક્તિ સાચી,એ પરમાત્માએ ભાવથી વાંચી
                                 ……….ગરવી ગુજરાતનું વિરપુર.
જન્મજીવનો સાર્થક કરવા,મળેલ કુળને ઉજ્વળતા દેવા
તનમનથી તો મહેનત કરતાં,ને પ્રેમ જીવોનો મેળવતા
ભક્તિનો સદા ટેકો લેતા,સુખદુઃખ તો પ્રભુ ચરણે ધરતા
માણસાઇને મેળવીજીવનમાં,પરમાત્માને એ રાજીકરતા
                                ……….ગરવી ગુજરાતનું વિરપુર.
આંગણે આવેલ દેહને જોતાં,કૃપા સમજી પ્રેમે સત્કારતા
ભુખ્યાને ભોજન આપીને,પ્રભુ રામનો એ પ્રેમ મેળવતા
વિરબાઇ માની ભાવના ન્યારી,ખડે પગે સેવા એ કરતા
સંસ્કારના સિંચન માગે ના મળતા,પ્રભુ કૃપાએ મળતા
                                ……….ગરવી ગુજરાતનું વિરપુર.
ડંડો ભક્તિનો ના લીધો,કે ના દેખાવની દુનીયાને ગોતી
ભક્તિ પ્રેમે વિરપુરમાંકીધી,જગને ભક્તિનીજ્યોત દીધી
દાન પેટીના ડબ્બા દીધા દેખાવને,ભીખ માગતું રહેવાને
મેળવી કૃપા પરમાત્માની,ને સાર્થક જન્મ કરી જીવ્યાએ
                                ……….ગરવી ગુજરાતનું વિરપુર.

=+++++++++++++++++++++++++++++=

August 11th 2010

સંતોષી મા

                         સંતોષી મા

તાઃ૧૧/૮/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુ આરતી મા સંતોષીની,ભક્તિ પ્રેમની લઇ
ધુપદીપને અર્ચનાકરતો,વંદુ માને ચરણે જઇ
                 ……….કરુ આરતી મા સંતોષીની.
નિત્ય સવારે વંદી માને,પ્રેમે દીવો કરુ હું અહીં
નિર્મળ પ્રેમ મળતો જગતમાં,માની કૃપાને લઇ
ઉજ્વળ જીવન દેજો માડી,જીભે મધુરવાણી દઇ
સુખદુઃખમાં સંભાળજો મા,આજીવને બચાવીલઇ
                    ………કરુ આરતી મા સંતોષીની.
સ્મરણ કરતાં ઓમાડી તારું,ઘરમાં હું ભજન કરું
દેજો મા સહવાસ જીવનમાં,ભક્તિ ભાવથી સ્મરું 
કરુણાકારી મા અતિ દયાળુ,પ્રેમે ધુપ અર્ચન કરું
સ્વીકારી ભક્તિને વંદના,ઉજ્વળ જીવન હું માગુ
                    ……….કરુ આરતી મા સંતોષીની. 

============================

August 10th 2010

મોગરાની મહેંક

                        મોગરાની મહેંક

તાઃ૧૦/૮/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠી મહેંક મોગરાની મળતાં,પ્રભુ કૃપા વરતાય
શીતળતાની આ સીડીએતો,જીવન ઉજ્વળ થાય
                   ……..મીઠી મહેંક મોગરાની મળતાં.
સુવાસ મળતાં દેહને,મનને અનંત શાંન્તિ થાય
બંધ આંખ રાખી મહેંક મળે,ત્યાં સ્વર્ગ મળી જાય
સુગંધ પ્રસરતાં નસનસમાં,આજગની ઝંઝટજાય
પરમાત્માની દીવ્ય દ્રષ્ટિએ,જન્મ સફળ થઇજાય
                  …….. મીઠી મહેંક મોગરાની મળતાં.
શીતળ જીવન સહવાસથી,જે પ્રાર્થનાએ દેખાય
મનને શાંન્તિ મળી જાય,ને તનને મળે વિશ્રામ
મોગરાની મહેંક મળતાં,વિરપુર યાદ આવીજાય
ઝુંપડી જલાબાપાની જોઇ,માનવતા મળી જાય
                 ……..મીઠી મહેંક મોગરાની મળતાં.

*********+++++++*********+++++++

August 9th 2010

બંસીનાદ

                        બંસીનાદ

તાઃ૯/૮/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર શીતળ નાદ મળે,જ્યાં આંગળીઓ ફરીજાય
આ તરંગ હવાના સાંભળીને,માનવી મન મલકાય
                             ………મધુર શીતળ નાદ મળે.
નામળે તરંગો જો હવાના,તો બંસીનાદ ના સંભળાય
આંગણીઓ તો ચાલી શકે,પણ નામર્મ કોઇ સમજાય
પસારથાય જ્યાં વાયરો,વાંસળી સ્વર કાને દઇજાય  
જીંદગી એવી જગતપર,ના સહવાસી વગર  જીવાય
                               ……… મધુર શીતળ નાદ મળે.
સારેગમની આ સરળતા,જે મધુર સ્વરે કાન લલચાય
જીંદગીની સરગમ આ ન્યારી,જે સુખદુઃખમાં સહેવાય
કાનનેમધુર સ્વરમળે ત્યાં,માનવી મનથી છે હરખાય
ભક્તિનો એકઆશરો જીવને,કૃપાએ બંસીનાદ દઇજાય
                              ………..મધુર શીતળ નાદ મળે.

=============================

July 29th 2010

બાપા જલારામ

                       બાપા જલારામ

તાઃ૨૯/૭/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનું રટણ કરતાં,પ્રભુ કૃપા મેળવાઇ ગઇ
જગમાં મળેલા જન્મને,સ્વર્ગની સીડી મળી ગઇ
                       ……….રામનામનું રટણ કરતાં.
સંસારની સાંકળમાં રહીને,માનવતા મહેંકી ગઇ
આવી આંગણે માગે ભીખ,એ જીવની જગે જીત
ભક્તિની છે એ બલીહારી,નાજગમાં એ અજાણી
મળે શાંન્તિ ત્યારે જીવને,પ્રભુદેહ ધરે અવનીએ
                         ………રામનામનું રટણ કરતાં.
સંસ્કાર મળે છે માબાપથી,નાજગે તેમાં કોઇ શંકા
તનથી મહેનત સંગ,ને મનથી રામનામ લેવાય
અન્નદાનની અજબશક્તિ,ના કોઇથી એ મેળવાય
ઉજ્વળ જીવન બનીરહે,જ્યાં સાતપેઢી તરી જાય
                        ………..રામનામનું રટણ કરતાં.
માગણી મનથી પરમાત્માને,દેજો ભક્તિનો સંગ
ના આવે માયામોહના બંધન,જે દુનીયાનો રંગ
જલારામની શ્રધ્ધા,ને વિરબાઇ માતાને વિશ્વાસ
નસેનસમાં રામનામથી,નારહે જન્મે કોઇ ઉદાસ
                          ……..રામનામનું રટણ કરતાં.

***********************************

July 28th 2010

શરણં મમઃ

                            શરણં મમઃ

તાઃ૨૮/૭/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણુ લીધું મા અંબે તારું,જન્મ સફળ કરવાને કાજ
ભક્તિપ્રેમની સ્વીકારીને મા,મુક્તિ દેજો જીવનેઆજ
                        ………શરણુ લીધું મા અંબે તારું.
કરુણા તારીમળે જ્યાં જીવને,ત્યાં ભક્તિમળે અપાર
માડી તારો પ્રેમ જીવને,દઇ દે મુક્તિ તણા સોપાન
આવ્યો આજે મંદીર તારે,પુંજન અર્ચન કરવા કાજ
ભક્તિ સ્વીકારી કરુણાકરજો,નાબીજી જીવનમાંઆશ
                        ………શરણુ લીધું મા અંબે તારું.
શરણં મમઃ શબ્દ સાંભળતાં,મા દેજો કરુણા અપાર
જીવને મળે શાંન્તિજીવનમાં,જે મા કૃપાથી લેવાય
સ્નેહપ્રેમ મળતાં માતાનો,પાવનજન્મ થતો દેખાય
દેહની લીલા અજબનિરાળી,માપ્રેમે એ અટકી જાય
                       ……….શરણુ લીધું મા અંબે તારું.
સહવાસ મળતાં સવારનો,કોમળ કિરણો મેળવાય
પ્રભાતનીપરખ મળતાંજીવને,સદમાર્ગે દોરી જાય
માની આરતી મનથી ગાતા,મા ભક્તિએ હરખાય
સદા શાંન્તિ મળીરહે,ત્યાં સૌ વ્યાધીઓ ભાગીજાય
                     ………..શરણુ લીધું મા અંબે તારું.

******************************

« Previous PageNext Page »