June 14th 2011

માબાપનો પ્રેમ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                        માબાપનો પ્રેમ

તાઃ૧૪/૩/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ દીધો છે અવનીપર,પણ ના દીધો સહવાસ
સંતાનને તેનીફરજ બતાવી,રાખેજ અપેક્ષા હજાર
                    …………જન્મ દીધો છે અવનીપર.
કર્મનાબંધન નિર્મળતા દે,ના દે કદી કોઇથી દ્વેષ
જીવની માયા એજ બંધન,ના છે તેમાં કોઇ મેખ
પતિપત્નીનો સંબંધ પ્રેમનો,જે સંતાનથી દેખાય
દેખાવની દુનીયા દુરકરતાં,પ્રીતસાચી મેળવાય
                      ………..જન્મ દીધો છે અવનીપર.
અપેક્ષાની આડી કાતર,જ્યાં સંતાન પર ફેરવાય
મળીજાય પ્રેમમાબાપનો,જ્યાંવડીલને વંદનથાય
આશીર્વાદની કેડી ન્યારી,જે જ્ન્મદાતાથી તોડાય
મળીજાય વડીલનો સ્નેહ,જે માબાપથી વધીજાય
                       ………..જન્મ દીધો છે અવનીપર.

++++++++++++++++++++++++++++++

May 11th 2011

ગાડી અને લાડી

                     ગાડી અને લાડી

તાઃ૧૧/૫/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારત ભુમીને છોડતાં,જ્યાં લીધુ વિદેશમાં સ્થાન
મોહમાયાની કાતર વાગતાં,મારા ભારતને પ્રણામ
                         ………..ભારત ભુમીને છોડતાં.
ડગલુ ભરતાં ડંખ વાગીજાય,ત્યાં કેવી રીતે ચલાય
માથેપોટલી ને ખભે થેલો,એ અહીં આવીને પકડાય
થાક લાગે અહીં ચાલતાંજ,પહોળી આધરતી દેખાય
ગાડી વગરના ચાલે અહીં,નહીં તો નિરાધાર થવાય
                         ………..ભારત ભુમીને છોડતાં.
લાડીને અહીં પુછે પછી,જ્યાં લગી ગાડી ના લવાય
લાડીપહેલાં ચાલુગાડી મળીજાય,જે જીવન ઝુંટીજાય
સંસ્કાર સિંચન હોય દેહને,તો સંસારીજીવ બચી જાય
લાડી ગાડીની છે રામાયણ,જેઅહીં આવીને સમજાય
                        ………….ભારત ભુમીને છોડતાં.
લીપસ્ટીકવગર લાડીનાચાલે,ને ગેસવગર અહીં ગાડી
કુદરતની કરામત પારખીલેતાં,ભારતની ભુમી ન્યારી
ધર્મ કર્મને સમજીને  કરતાં,પ્રભુકૃપા જીવને મળનારી
તકલીફ લાડીગાડીની અહીંયાં છે,જે જીવન વેડફનારી
                          ………..ભારત ભુમીને છોડતાં.

=================================

April 12th 2011

સૌરાષ્ટ્રનુ પાણી

                       સૌરાષ્ટ્રનુ પાણી

તાઃ૮/૪/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાણી પીધુ સૌરાષ્ટ્રનું,ત્યાં શુરવીરતા આવી ગઈ
માનવતાની મહેંક મળતાં,હું શુરવીર બન્યો ભઇ
                               …….પાણી પીધુ સૌરાષ્ટ્રનું.
સાચાને સહકાર દેવાને,જુઠાને કચડી દેતો અહીં
સ્નેહ મળતા સહવાસીઓનો,હું મઝામાણતો ભઈ
નિર્મળપ્રેમ નામાગે મળતો,મળે સોપાનેસન્માન
કોણકોને દેસહારો જીવનમાં,એના મને સમજાય
                             ……..પાણી પીધુ સૌરાષ્ટ્રનું.
કંકુ ચાંલ્લો કપાળે કરતાં,કોઇથી મને નાઅડાય
શુરવીરતાની છે નીશાની,નાકોઇથી જગે ડરાય
સમજણ એતો સાચી છે,કે નિર્દોષને સહાયથાય
બનો સહારો અબળાનો,આજન્મ સફળ થઈજાય
                           ………પાણી પીધુ સૌરાષ્ટ્રનુ.

-=-=-=-=-=-=-=-=-===-=-=-=-==-=-==-=

January 19th 2011

એકલવાયું

                      એકલવાયું

તાઃ૧૯/૧/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતાં સંબંધની કેડી,મળી મને ભઈ ન્યારી
પ્રેમની ઝીણી સાંકળ એવી,લાવેએ જીવને તાણી
……….. દેહ મળતાં સંબંધની કેડી.
અનહદ મળીજાય પ્રેમ તો,ના કોઇથી છુપાવાય
ઉભરો આવે એવો દેહ પર,જે ના કોઇથી ઉંચકાય
સુખદુઃખમાં મળે સંગાથ,ત્યાં શીતળતા મેળવાય
જીવનમાં ના પકડે હાથ,દેહે એકલવાયું સહેવાય
……….દેહ મળતાં સંબંધની કેડી.
નિર્મળતાનો સાથ મળે તો,પ્રીત પણ પાવન થાય
સાચો સ્નેહ ના સંગાથીનો,જે મિત્રો જ આપી જાય
ભાગે એકલતા દુરદેહથી,સ્નેહની સાંકળ મળી જાય
જીવન ઉજ્વળ લાગે,ને માનવતાય વરસતી થાય
……….દેહ મળતાં સંબંધની કેડી.

===============================

December 25th 2010

મારું તારું

                              મારું તારું

તાઃ૨૫/૧૨/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા ઝગડો દીઠો,ત્યાં આ નાનોદેહ મુંઝાય
ક્યાંથી હું ફસાયો અહીં,સૌ મારું તારુંમાં જ ઝપટાય
                       ………જન્મ મળતા ઝગડો દીઠો.
આંખ ખોલતા એ જુએ છે,માની આંખોમાં અશ્રુધાર
પિતાનો અવાજ ગુંજતો કાનમાં,ગણ ગણાતો જાય
સમજણના બે વાદળ છે,તોય તિરસ્કારને સમજાય
આંસુ જોઇ માતાનીઆંખમાં,બાળકને સમજાઇ જાય
                     ………..જન્મ મળતા ઝગડો દીઠો.
સીડી માનવતાની પકડી,માણસાઇમાં જીવી એજાય
મહેનત મનથી કરી જીવતા,પ્રભુ કૃપાનેય મેળવાય
કદીકભુલથી મળીજાય ટેકો,તો જીંદગી આખી ટોકાય
મારું તારું માર્ગે મળતાં,આખુ જીવન નર્ક બની જાય
                     …………જન્મ મળતા ઝગડો દીઠો.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

November 18th 2010

ભેદભાવની રીત

                         ભેદભાવની રીત

તાઃ૧૮/૧૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવ દેહ જગત પર,પ્રભુ કૃપા કહેવાય
ભેદભાવને ભુલીજીવતા,આજન્મ સફળ થઈજાય
                   ……….મળેલ માનવદેહ જગત પર.
તારું મારું એછે નાની સમજ,જે સમયે જ સમજાય
પ્રેમ મળીજાય જીવને,જ્યાં એક કુટુંબમાંજ રહેવાય
તકલીફની નાની દોરી જોતાં,સગાંસ્નેહી મળી જાય
ભાગે દુર આવતી વ્યાધી,સૌના પ્રેમે સુખ મેળવાય
                    ……….મળેલ માનવદેહ જગત પર.
ભેદભાવની આ વિશાળ કાયા,ના ધર્મકર્મથી છોડાય
બુધ્ધિને ના સમજ આવે,જ્યાં જ્ઞાતિભાવ મળી જાય
નાતજાતના આ દરીયામાંતો,માનવી ફસાઇ જજાય
ભેદભાવના આ સકંજામાં તો,ખુન ખરાબા થઈ જાય
                     ………..મળેલ માનવદેહ જગત પર.
ધર્મના વાડા છે બહુ નાના,પણ ભોળુ મન લબદાય
નાતજાતને બતાવી જગમાં,માનવતાનેય હરાવાય
બુધ્ધિને જકડી રાખવા જગમાં,નાણાંનેય પકડાવાય
મળેલ જન્મ વ્યર્થ થતાં,જીવ અવનીએ ભટકી જાય 
                      ……….મળેલ માનવદેહ જગત પર.

+++++++++++++++++++++++++++++++++

November 9th 2010

સંસ્કૃતિ

                              સંસ્કૃતિ

તાઃ૯/૧૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર ધર્મ અને પવિત્ર પ્રેમ,હિન્દુ ધર્મના વ્હેણ
સંસ્કારને જોતાં મળી જાય,આ સંસ્કૃતિનો છે પ્રેમ
ત્યાં સફળ આ માનવદેહ,ભઈ સફળ છે માનવજન્મ.

ઉગતા સુર્યે નમનકરે,ને સુર્યકિરણને અર્ચનાથાય
ઉજ્વળ જીવનને રાહમળે,જ્યાં ભક્તિઘરમાં થાય
પ્રભાતનો સહવાસનિરાળો,સ્વાસ્થ્ય દેહનુસચવાય
સુખશાંન્તિ ને કૃપા જલાસાંઇની,સંસ્કૃતિને સહેવાય
ત્યાં સફળ આ માનવદેહ,ભઈ સફળ છે માનવજન્મ.

આશિર્વાદની રહે અપેક્ષા,ત્યાં ડગલેડગલુ સચવાય
પારખીલેતા મનની પવિત્રતા,ત્યાં પ્રભુકૃપા દેખાય
સોપાનોની સરળતા મળતાંજ,સાચી રાહ મળીજાય
દુઃખના ડુંગર ભાગેજ દુર,જ્યાં સંસ્કૃતિનેજ સચવાય
ત્યાં સફળ આ માનવદેહ,ભઈ સફળ છે માનવ જન્મ.

+++++++++++++++++++++++++++++++

November 2nd 2010

પારખી લીધો

                       પારખી લીધો

તાઃ૨/૧૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ચાલતી ગાડીમાં,હુ પ્રેમે જગને  જીત્યો
સુખદુઃખમાં મળતાંસાથથી,મેં પ્રેમ પારખી લીધો
                     ………..જીવનની ચાલતી ગાડીમાં.
આવી આંગણે વણઝાર,ત્યાં અડગ અડીખમ રહેતો
મળતો મારા સ્નેહીનોસંગાથ,સહવાસ મેળવી લેતો
દુર ભાગે ખટરાગ જગના,ત્યાં મનને મનાવી જોતો
શાંન્તિ મળતી ત્યારે,જ્યારે હું સમયને પારખી લેતો
                      …………જીવનની ચાલતી ગાડીમાં.
આજની ચિંતા પકડી લેતો,જે આવતી કાલે ના આવે
મળતો અણસારજીવને,ત્યાં મારા ડગલાં સાચવીલેતો
ના વ્યાધી આવે બારણે,જે પહેલેથી જ પરખાઇ જાય
ઉજ્વળ જીવનની દોર મળે,જે સમયને જકડતી જાય
                       ………..જીવનની ચાલતી ગાડીમાં.

*+*+*+*+*+*+*+*++*+*+*+*+*+*+*+*+*

October 27th 2010

લાગણીનું માપ

                    લાગણીનું માપ

તાઃ૨૭/૧૦/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના એ ફુટપટ્ટીથી મપાય,કે નાકદી એ થર્મોમીટરથી
દેખાઇજાય એ હાવભાવથી,જગેઅમુલ્ય તેની કિંમત
                       ………. ના એ ફુટપટ્ટીથી મપાય.
દોડીઆવી હાથ પકડીને કહે,હું છું તારો સાચો સંગી
તારી ચિંતાઓને તું નેવેજ મુકજે,દુરનથી હું પળથી
આભ ના તુટ્યું અત્રે,પણપડી કુદરતની એક ટપલી
ભાગ્યો હાથ છોડીને સાથી,એતો લાગણી ખોટી દીઠી
                        ………..ના એ ફુટપટ્ટીથી મપાય.
કદીક કદીક સામે મળે તો,કેમ છે એટલું જ સંભળાય
જીભથી ના વાતોલાંબી,પણજોતા સરળજીવનદેખાય
કદી નામાગે ટેકો માર્ગમાં,મહેનત સંગેએ ચાલીજાય
વ્યાધી જોઇ દોડી આવે,સાચી લાગણીજ એ કહેવાય 
                       ……….. ના એ ફુટપટ્ટીથી મપાય.
સુખની જ્યાં સીડી જુએ,ત્યાંતો પળપળ સાથે દેખાય
મોજમસ્તીની લકીરમાંસાથે,જાણે નાદુરજશે પળવાર
સૌની સાથે મળીજશે એ,ને સુખની સાંકળમાં સંગાથ
માનવતાની સોટી એવી છે,જે દુઃખમાંજ ભાગી જાય
                       …………ના એ ફુટપટ્ટીથી મપાય.

==============================

October 19th 2010

હવાની અસર

                             હવાની અસર

તાઃ૧૯/૧૦/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકડો બગડો શીખી લીધો,ને પેન હાથમાં પકડાઇ ગઇ
વાંચતા લખતાં સાંજપડી,પણ અહીં બુધ્ધિ અટકી ગઇ
                          …………એકડો બગડો શીખી લીધો.
સંસ્કાર તો માતાએ દીધા,દઇદે દેહને ઉજ્વળ સોપાન
આશીર્વાદનો સંગ રહેતા,ના આઘુપાછુ આજીવનથાય
ભણતર મેળવતી લીલી સીડી,અહીંયાં થઈ ગઈ લાલ
હાયબાયની આ હવા મળતાં,ત્યાંના ભણતરને ભુલાય
સન્માન સાથે પ્રેમ મળે,જે ફક્ત માણસાઇએ મેળવાય
અહીંની હવાની અસરમળતાંજ,માબાપનેય તરછોડાય
                          …………એકડો બગડો શીખી લીધો.
ભક્તિને સંસ્કારથી સંબંધ,ના કદી માનવતા દુર જાય
પગલાં પડતાં આ ધરતી પર,બનીજાય એ ઉચુ આભ
ધરતી પર ના અસર તેની,એતો આંખોથી દુર દેખાય
બુધ્ધિ અટકી આંગળી ચાલે,ત્યાં વિચાર કદી ના થાય
કોનો કેટલો સાથહતો જીવનમાં,ના મનથીએ સમજાય
ભણતર ચણતર પાછળરહેતાં,આ જીવન વેડફાઇ જાય
                          …………એકડો બગડો શીખી લીધો.

+++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »