December 19th 2007

માબાપની માયા.

………………………માબાપની માયા
૧૩/૧૨/૦૭……………………………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

છાયા મમતાની જ્યાં, મળતી આ કાયાને;
ઉભરે અનંત હેત હૈયે,શબ્દ મળેના સર્જકને.
………………………………….ઓ મા તારો પ્રેમ પ્રેમથી દેજે.

બાળપણમાં ઘુંટણે ચાલતા,આંગળી તેં પકડી મારી;
પાપાપગલી કરતાં પડતો,ત્યારે હાથ પકડતી મારો.
……………………………………ઓ મા મારા હૈયે હેત ભરજે.

બારાખડીમાં હું જ્યાં ગુંચવાતો,પપ્પા સુધારી લેતા;
કખગમમાં હું ખચકાતો ત્યાં,પેન પાટી ધરી દેતા.
……………………………………પપ્પા ભુલ સુધારવા કહેતા.

પેનપાટીને થેલો લઇ હું,પ્રથમ પગથીયે ઉભો;
માબાપને શ્રધ્ધા મનમાં,દીકરો ભણશે અમારો.
…………………………………….ને હેત હૈયે વરસાવી દેતા.

વરસતી વર્ષા પ્રેમનીને,આર્શીવચન પણ મળતા;
લાગણી પારખી માબાપની,મન મક્કમ કરી લેતા.
…………………………………..ને માબાપની લાગણી જોતા.

ભુલ બાળક કરતાં જાણી,માફ માબાપ જ કરતાં;
હૈયેહેત રાખી મનથી અમને,ભુલ સુઘારવા કહેતા.
…………………………………..એવા છે માબાપ અમારાવ્હાલા.

પ્રદીપને માથે હાથ માબાપાના,ને આશીશ મનથી દેતા;
ઉજળું જીવન રમા,રવિનું,ને પ્રેમે વ્હાલ દીપલને કરતાં.
…………………………………..એવા વ્હાલા મારા મમ્મીપપ્પા.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment