December 19th 2007

પ્રાર્થના પરમાત્માને

………………………પ્રાર્થના પરમાત્માને
૧૪/૧૨/૦૭…………………………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરોપકારીને પરદુઃખ ભંજન,પરમ કૃપાળુને શોભિત સુંદર;
અજરઅમર ને અવિનાશીને, ચરણે નિશદીન કરું હું વંદન.
……………………………………………….……પરોપકારી ને

સૃષ્ટિ તણા સર્જક તમોને, મુક્તિ તણા છો દાતા;
અવનીના અવતારી તમોને,ભક્તિતણા છો જ્ઞાતા.
……………………………………………..…..એ અવિનાશીને

કુદરત કેરા કામણ જગમાં, જીવન આ લપટાય;
આશા અંતરમાં છે મુજને, દેહે જીવ નહીં ભટકાય.
……………………………………………..…..એ અવિનાશીને

હરે કૃષ્ણ હરે રામ, હૈયે મારે જય જય જલારામ;
નમઃશિવાય ઓમનમઃશિવાય,ભોલેશંકર દયાનિધાન.
…………………………………………………..એ અવિનાશીને

-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-

December 19th 2007

માબાપની માયા.

………………………માબાપની માયા
૧૩/૧૨/૦૭……………………………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

છાયા મમતાની જ્યાં, મળતી આ કાયાને;
ઉભરે અનંત હેત હૈયે,શબ્દ મળેના સર્જકને.
………………………………….ઓ મા તારો પ્રેમ પ્રેમથી દેજે.

બાળપણમાં ઘુંટણે ચાલતા,આંગળી તેં પકડી મારી;
પાપાપગલી કરતાં પડતો,ત્યારે હાથ પકડતી મારો.
……………………………………ઓ મા મારા હૈયે હેત ભરજે.

બારાખડીમાં હું જ્યાં ગુંચવાતો,પપ્પા સુધારી લેતા;
કખગમમાં હું ખચકાતો ત્યાં,પેન પાટી ધરી દેતા.
……………………………………પપ્પા ભુલ સુધારવા કહેતા.

પેનપાટીને થેલો લઇ હું,પ્રથમ પગથીયે ઉભો;
માબાપને શ્રધ્ધા મનમાં,દીકરો ભણશે અમારો.
…………………………………….ને હેત હૈયે વરસાવી દેતા.

વરસતી વર્ષા પ્રેમનીને,આર્શીવચન પણ મળતા;
લાગણી પારખી માબાપની,મન મક્કમ કરી લેતા.
…………………………………..ને માબાપની લાગણી જોતા.

ભુલ બાળક કરતાં જાણી,માફ માબાપ જ કરતાં;
હૈયેહેત રાખી મનથી અમને,ભુલ સુઘારવા કહેતા.
…………………………………..એવા છે માબાપ અમારાવ્હાલા.

પ્રદીપને માથે હાથ માબાપાના,ને આશીશ મનથી દેતા;
ઉજળું જીવન રમા,રવિનું,ને પ્રેમે વ્હાલ દીપલને કરતાં.
…………………………………..એવા વ્હાલા મારા મમ્મીપપ્પા.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

December 19th 2007

દાનનો ડૉલર

…………………..દાનનો ડૉલર
૧૭/૧૨/૦૭……………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ.

દાન લેવા ઉભો હતો હું, દીઠો ગુજરાતી ભઇ,
હાથમાં મારે ડૉલર મુક્યો,કહે કોઇને કહેશો નહીં.

મનમાં વિચાર ઘણો કર્યો,પણ મુંઝવણ ઉકલી નહીં
સાંજે નિકળ્યો ઘેર જવા હું,પાછળ દાનનો થેલોનહીં.

આંખમાં આવ્યા આંસું, ને હૈયું ભરાયું તહીં
મક્કમ મને નિર્ણય કીધો,હવે દાન લેવું નહીં.

બનીં સત્કર્મીને સેવા કીધી,અફળ બનાવી દીધી
જગજીવન જાણી ગયો હું,મનમાં ગાંઠજવાળી ભઇ.

———$$$$$$$$$$$$$$$$$$———–

December 19th 2007

સંબંધ અમારો……એવો

સંબંધ અમારો……એવો

…………………..સંબંધ અમારો……એવો

………………………………………જગને જાણવા જેવો.

………………………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંબંધ અમારો એવો
…………..ડાળને પાંદડાં જેવો.
……………………..કાંટાને ગુલાબ જેવો
…………………………………સુખડ ને સુગંધ જેવો
……………………………………………જ્યોતને દીવા જેવો.
સંબંધ અમારો એવો
………….માબાપને બાળક જેવો
………………………હાથને આંગળા જેવો
………………………………….આંખને દ્રષ્ટિ જેવો
…………………………………………….પંખીને પાંખ જેવો.
સંબંધ અમારો એવો
………….જીવને શીવ જેવો
……………………..દેહને જીવ જેવો
………………………………….સંગીતને સરગમ જેવો
……………………………………………કલમને કાગળ જેવો.
સંબંધ અમારો એવો
………….શ્રધ્ધાને ભક્તિ જેવો
……………………ભક્તિને કૃપા જેવો
…………………………………મકાનને પાયા જેવો
…………………………………………આકાશને પાતાળ જેવો.
સંબંધ અમારો એવો
………….રાધાને કૃષ્ણ જેવો
……………………જલાને રામ જેવો
…………………………………સાંઇને શ્યામ જેવો
…………………………………………….જીવને શીવ જેવો.
અને અંતે

………….સંબંધ અમારો એવો, ગુજરાતને ગુજરાતી જેવો.

——————-xxxxxxxxxxxx——————–