December 26th 2007

ભારતમાતા

……………………..ભારતમાતા
પ્રદીપ બ્રહ્મભટ્ટ……………………………..આણંદ

ભેદભાવ ભુલીને આપણે વરસો સાથે રહીએ
વીરપુરુષની આભુમીને શાન્તિવન કરી દઇએ
આશા બાપુ ગાંધીની, વિરાટ માનવ દઇએ
જગમાંનારો જ્યાંત્યાં ગુંજે,જયજય હિન્દુસ્તાન
……………………………………બોલો જયજય હિન્દુસ્તાન
જગમાં એની છાતી ધબકે,ને થઇ જાતું સુમસાન
એવાનેતા મળ્યા અમોને,જયસરદાર ને જયસુભાષ
આરામ હરામ કરી દઇએ,જેના જીવન પાછળ
નહેરુ ચાચા પ્યારા સૌને નાંના મોટા સૌ સમાન
……………………………………………ભેદભાવ ભુલીને
નાના મોટા સૌને મળે,ના ગરીબ કે ના કોઇ ધનવાન
હતા દેહે નાના કદમાં,દેશ સેવાથીમોટા બન્યા મહાન
કેમે વિસરીએ વામન દીસતા,શાસ્ત્રી લાલબહાદુરને
આપ્યુ વ્હાલુ સુત્ર અમોને,જયજવાન જય કિશાન
……………………………………………ભેદભાવ ભુલીને
આઝાદીના ગુણ નારીના,ને વરી છેવટે નારીને
નેતા કીધાં સૌએ તેમને,નામ ઇન્દીરા ગાંધી રે
નામ દેશના ઉજ્વળ કીધા ને બન્યા ઉધ્ધારક એ
દેશને કાજે કીધા કામો, રાત અને દીવસ વચ્ચે
……………………………………………ભેદભાવ ભુલીને
……*********જય જય ભારતમાતા************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment