January 2nd 2008

N R I

…………………………N…R….I
………………………..નથી રહ્યા ઇન્ડીયન
તાઃ૧/૧/૦૮…………………………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

શું અપેક્ષા રાખું કે જે નથી રહયા ઇન્ડીયન
…………………સંસ્કૃતિના સોપાન ઉતરીને
………………………………….સમજે સુધરી ગયા અહીં ઇન્ડિયન.

માતાપિતાની અમૃતવાણી ને વરસે વર્ષા આશીશ તણી
મમડૅડ બની ગયા અહીં નારહી આમન્યાને બગડી ગઇ અહીં વાણી
………………………………………………….તોય સમજે સુધરી ગયા.

ભાઇબહેન ના પ્રેમના કિસ્સા જે આંખમાં લાવે પાણી
બ્રધર સીસ્ટરને બોધર કરે છે એમ સમજાવી એકલી ફરતી જાણી
…………………………………………………..તોય સમજે સુધરી ગયા.

લાલી લાગી હોઠે એટલે સમજે બની ગઇ હવે હું રાણી
રાજાનેતોરાણીઓ ગમતી,પાવડરલાલી ના જોતાં ઠેકડે બદલી લેવી
……………………………………………………તોય સમજે સુધરી ગયા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment