January 19th 2008

શ્વેત નગરીની ગાથા

…………………….. શ્વેત નગરીની ગાથા
૧૪/૫/૮૩..આણંદ………………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગાતા અમે ગાથા, જીવનમા શ્વેત નગરીની
આનંદ આનંદ થાતા,આણંદ જેવી નગરીમાં….ગાતા અમે ગાથા.

સુરજ ઉગે સાંજ પડે, હળીમળી સૌ સાથ રહે
ઉગમણે છે અમુલડેરી,આથમણે વિધ્યાનગરી
ઉત્તરે છે મા ખોડીયાર, દક્ષિણે છે ખેતીવાડી….ગાતા અમે ગાથા.

વ્હેરાઇમાતાઅંબેમાતા,વાડીમાં હનુમાનદાદા
ઘોયાનેશીખોડતલાવડી,સ્વર્ગપોપટીતલાવડી
કૈલાસભુમીની સામે, બીરાજે ચામુંડા મૈયા….ગાતા અમે ગાથા.

ગામડીવડની છાયા,લોટેશ્વરના દર્શન કીધા
બળીયાબાપજીની કૃપા,સરદારગંજની છેસહાય
જાગનાથની સામી બાજુ,નેશનલડેરીને લાવ્યા….ગાતા અમે ગાથા.

મોટુઅડધને નાનુંઅડધ,ઉંડીશેરીને પંડ્યાપોળ
જોશીટેકરો કુંભારવાડો,ચોપાટોનેકોટવાળોદરવાજો
આઝાદ મેદાનની પાસે, બીરાજે શ્રીજી મહારાજ….ગાતા અમે ગાથા.

સ્ટેશનરોડને ટાવરબજાર,ચોકસીબજારને મઠીયાચોરો
પરીખભુવનને અમીનામંઝીલ,પોલીસસ્ટેશનને રેલ્વેગોદી
બાપુગાંધી ખડે પગે છે, આણંદ સ્ટેશન ઘણું પુરાણું….ગાતા અમે ગાથા.

ડીએન અને શારદાહાઇસ્કુલ,પાયોનીયર પણ પાસે
એંજલ સ્કુલ ને કેન્દ્રીયશાળા,પાધરમાં સેંટઝેવીયર
બાલમંદીરને કન્યાશાળા,બાલશાળાને કિશોરઆશ્રમ….ગાતા અમે ગાથા.

ધન્યધન્ય ત્રિભુવનકાકાને,શ્વેતનગરીના સ્થાપક બન્યા
વેરાઇ કાકાની દોરવણી,ને ચીમન રાજાની રાહબરી
બાગીની બુનીયાદ નિરાલી,ઉચ્ચકોટીની સમજવણાઇ….ગાતા અમે ગાથા.

નગરપાલિકા નાક સમીછે,ગુજરાતની એશાખ બની છે
સીપીઆર્ટસને એફએચઆર્ટસ,સાથે રામકૃષ્ણસેવામંડળ
ટાઉનહોલ તો નીતનિરાલો,મનોરંજન લાવે છે ન્યારો….ગાતા અમે ગાથા.

===================================================
ઉપરોક્ત ગીત મારા પરમમિત્ર અને ફીલ્મ બાલકૃષ્ણ લીલા ના નિર્માતા આણંદના
શ્રી રજનીભાઇ પેંન્ટરની પ્રેરણાથી શ્વેતનગરી આણંદ પર બનતી ડૉક્યુમેન્ટરી ફિલ્મ
માટે લખેલ હતુ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment