November 16th 2008

નારીને નમન

                        નારીને નમન  

તાઃ૧૫/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ સૃષ્ટિને મહેંક મળે, જ્યાં નારી ને સન્માન મળે
જીવ જગતની અજબ લીલાએ, નારી થી સંસાર વસે
                                       ….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
અવની પરના આગમનને, માતા થકી અવતાર મળે
મહેંક જગતમાં મહેંકી રહે, જ્યાં માતાથી સંસ્કાર મળે
અનુસર્યા જ્યાં શ્રીરામને,  ત્યાં જગત સીતારામ ભજે
સંસ્કાર સિંચન મળી રહે,  જ્યાં પતિને નારી વરી રહે
                                        ….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
પરમકૃપાળુ પરમાત્માને, અવનીપર અવતાર મળ્યો
માતાની મમતા મેળવી લઇને, નારીનો ઉધ્ધાર કર્યો
રામકૃષ્ણનામ લીધાત્યાં,સીતારામ ને રાધેશ્યામ જપે
નારી ને જ્યાં સન્માન મળે,એઅવનીનો આધાર બને
                                        ….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
આશિર્વાદમળે જ્યાં માતાના, નાજગે જરુર કોઇનીપડે
સદા સરળતાના સોપાનદીસે,ને પ્રેમ સૌનો જગે મળે
નારી એ તો નારાયણી રહે,  જ્યાં પ્રભુ ભક્તિએ  સ્નેહ
ના અવધ વિહારી,ના કુંજબિહારી, મળ્યો માતાથી દેહ
                                         ….. સકળ સૃષ્ટિને મહેંક મળે

===============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment