August 5th 2013

ક્યાંથી ક્યાં

.                 . ક્યાંથી ક્યાં

તાઃ૫//૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યો આ માનવી,ને ક્યારે ક્યાં એ પહોંચી જાય
મળે જ્યારે લાયકાત એને,ત્યારેજ તેની ઓળખાણ થાય
.                     …………………ક્યાંથી આવ્યો આ માનવી.
અનેક દેહો મેળવી જીવ અવનીએ,કર્મબંધનમાં જકડાય
ક્યારે મળશે દેહ અવનીએ જીવને,ના કોઇનેય સમજાય
મળે કૃપા જલાસાંઇને જીવને,જે મળતા દેહ થકી દેખાય
અંત આવે દેહનો અવનીએ,જેને મૃત્યુ થયુ એમ કહેવાય
.                   ……………………ક્યાંથી આવ્યો આ માનવી.
મારી તારીની  માયા લાગે,જીવનો મુક્તિમાર્ગ છુટી જાય
અવનીપરના બંધનને વળગતા,એજન્મ મૃત્યુથી બંધાય
ના આરો કે ઓવારો મળે જગે,એ જ કર્મબંધન છે કહેવાય
જન્મ મરણનો સંબંધ છુટે જીવને,પ્રભુકૃપા મળી સમજાય
.                   ……………………ક્યાંથી આવ્યો આ માનવી.

+++++++++++++++++++++++++++++++++++++