August 27th 2013

સફળતાની કેડી

Dr.Lulla

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                  . સફળતાની કેડી

તાઃ૨૫/૭/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરવી ગાથા છે ગુજરાતીઓની,સૌ વ્યાધીઓને આંબી જાય
સફળતાની કેડી મેળવવા કાજે,મહેનતે નામના પામી જાય
.                       …………………ગરવી ગાથા છે ગુજરાતીઓની.
નાસા આવી પકડી કેડી,અવકાશનુ  એ જ્ઞાન કરાવતા જાય
ચંદ્રની ચોકી પકડી લીધી,ને માનવીને અવકાશે  દોરી જાય
કર્મની કેડી ઉજ્વળ કરીને,મારીયાના સંગે જીવન જોડીજાય
વડોદરાથી આવીને કમલેશભાઇ,ગુજરાતીઓનુ ગૌરવ થાય
.                      ………………….ગરવી ગાથા છે ગુજરાતીઓની.
કીર્તી કેરા વાદળ ધુમતાં,જીવનમાં સફળતાઓ મળતી જાય
કમલેશભાઇની ઉજ્વળ કેડી,શ્રધ્ધા વિશ્વાસથી ચાલતી જાય
મળ્યો સંગ જ્યાં માનવતાનો,જલાસાંઇની અપારકૃપા થાય
મોહમાયાને ત્યજી દેતા જીવનમાં,સંતાનનો સ્નેહ મળી જાય
.                    …………………….ગરવી ગાથા છે ગુજરાતીઓની.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

.            .અમેરીકાની અનેક સિધ્ધીઓને આંબીને વડોદરાના શ્રી કમલેશભાઇ લુલા
નાસાના મુખ્ય વૈજ્ઞાનિક થઈ અને ભારતનું ગૌરવ અને અમેરીકાની સીધ્ધી બની ગયા
છે જે ગુજરાતીઓ માટે ખુબ જ અભિમાન છે.જેને અમેરીકન સરકારે પણ સ્વીકારી તેમનુ
સન્માન કરેલ છે.હ્યુસ્ટનના કલા અને સાહિત્ય પ્રેમી  ગુજરાતીઓને પણ આનંદ છે કારણ
તેઓ એક સારા    લેખક પણ છે.જેની યાદ રૂપે અને સન્માન સ્વરૂપે આ લખાણ હું સપ્રેમ
અર્પણ કરુ છુ.

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલા સાહિત્યપ્રેમીઓ.           તાઃ૧૮/૮/૨૦૧૩

August 27th 2013

નિર્મળભક્તિ

.                  .નિર્મળ ભક્તિ

 તાઃ૨૭//૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ ભક્તિ ને પાવન કર્મ,જીવનને આપે છે સાચો ધર્મ
ઉજ્વળ જીવન મળતા જીવને,સમજી જાય છે દેહનો મર્મ
.             ……………………. નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
દેહ મળે જ્યાં અવનીએ જીવને,કરેલ કર્મની કેડી પરખાય
જન્મોજન્મના બંધન મળતાં,સમજાઇ જાય છે જીવનાકર્મ
માનવ જીવન એ મહેંક બને,જ્યાં સમજીને જીવનજીવાય
મળે છે માયા દરેક જીવને,ના જગતમાં કોઇથીય છટકાય
.               …………………….નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
અંત દેહનો અદભુત બને ત્યાં,જ્યાં નિર્મળ ભક્તિ મેળવાય
અજબપ્રેમ મળે  અવનીથી,જીવને મુક્તિ માર્ગ મળી જાય
ભક્તિ કેરી એકજ સીડી મેળવતાં,જલાસાંઇની ભક્તિ થાય
મુક્તિકેરી સાચીરાહે જીવ,જન્મમરણના બંધનથી છુટીજાય
.                 …………………..નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.

******************************************