September 19th 2014

પરમ પ્રેમ

.                          . પરમ પ્રેમ

તાઃ૯/૯/૨૦૧૪                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમપ્રેમની જ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવનમાં થાય
માગણી મોહની ચાદર છુટતાં,આ જન્મ સફળ થઈ જાય
.              ………………….. પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
સુખ શાંન્તિની પવિત્ર રાહે જ,સત્કર્મોની રાહ મળી જાય
નિર્મળતાનો સંગમળે જીવને,નાકળીયુગ પણ અડી જાય
આવી આંગણે રહે પ્રેમ,જીવના સંબંધને એ સાચવી જાય
અપેક્ષાની નાકેડી,જીવનમાં,સાચીભક્તિએ સમજાઈજાય
.             …………………… પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
પરમપ્રેમની જ્યોતમળે જીવને,સાચી માનવતાએ જીવાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,કૃપા સંત જલાસાંઇની થઈ જાય
આવી શાંન્તિ બારણું ખખડાવે,પરમ પ્રેમ સૌનો  મળી જાય
ના અપેક્ષા રહે જીવનમાં,જ્યાં જીવ મુક્તિ માર્ગે દોરાઇ જાય
.             ……………………પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
અપેક્ષાઓ  જીવનને જકડે,ત્યાં કળીયુગની હવા મળી જાય
પળે પળે મોહ મળતા જીવને,આધીવ્યાધી પણ આવીજાય
મળેજીવને રાહ સાચી,ત્યાં નિર્મળતાએ પરમાત્માને પુંજાય
અખંડ આનંદ વરસે જીવનમાં,જ્યાં પરમ પ્રેમ મળી જાય
.             …………………….પરમપ્રેમની જ્યોત પ્રગટતા.

+++++++++++++++++++++++++++++++++

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment