વિદાય આગમન
. .વિદાય આગમન
તાઃ૨/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિદાય આગમન છે સમયની કેડી,નિર્મળ જીવનથી સમજાય
પામી પ્રેમ પરમાત્માનો જીવને,જન્મમરણથી એ સ્પર્શી જાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
પાવનકર્મની કેડીએજ જીવતા,મળેલ જન્મ સાર્થક થઈ જાય
મોહમાયાના સ્પર્શે જીવને,જે જીવને મુક્તિમાર્ગે જ દોરી જાય
ભગવાની નાજરૂર દેહને,કે ના કુટુંબ કે સંસારને છોડી જવાય
પરમાત્માની કૃપા પામવાને,સંસારી જલાસાંઇની ભક્તિથાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
સત્કર્મની સાંકળ છે નિરાળીજે,જીવનમાં સાચીરાહ આપીજાય
મનથી કરેલ ભક્તિ શ્રધ્ધાએ,ના આફત કળીયુગની અથડાય
મારૂ તારૂની માયા ના સ્પર્શે,કે ના આગમન અવનીએ થાય્
જીવનેવિદાય અવનીથી મળતા,વિદાય આગમનથી છટકાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
================================