September 11th 2015

મનથી માળા

.              . મનથી માળા

તાઃ૧૧/૯/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને શાંન્તિ મળે કૃપાએ,જ્યાં નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને ના આંબે કોઇ,એતો સાચી શ્રધ્ધાએજ બચાય
……….જીવન મરણની ઝોળીથી બચાવે,જ્યાં મનથી માળા થાય.
માળાના મણકાની સાથેજ,પરમાત્માનુ જ  સ્મરણ  થાય
બંધ આંખે શ્રધ્ધારાખતાં,અંતરમાં પ્રભુનુ આહવાન થાય
ના માગણી કે મોહ અડે જીવને,એ જ સદમાર્ગે દોરી જાય
જલાસાંઇની અસીમ કૃપાએ,મળેલ જીવન ઉજ્વળ થાય
………એજ જીવને જન્મમરણથી બચાવે,જ્યાં પાવનકર્મ કરાય.
કળીયુગની  કેડીએ જીવતા,માળા ફરે ને મગજ બીજે હોય
દેખાવને રાખી જીવન જીવતા,કુદરતની લાકડી પડી જાય
ના મંદીર કે માળાનો મોહ રાખતા,પાવનકર્મ જીવથી થાય
અંતદેહનો આવતા અવનીથી,જીવને મુક્તિમાર્ગ મળીજાય
………એતો સાચી ભક્તિરાહ મળી જીવને,અંતે મુક્તિ આપીજાય.

======================================