March 1st 2016

સંબંધની સાંકળ

.             . સંબંધની સાંકળ

તાઃ૧/૩/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે અવનીએ જીવને,એજ કુદરતની લીલા કહેવાય
કરેલ કર્મને બાંધી રાખતા,આ માનવજીવન મળતુ  જાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
કુટુંબનો સંબંધ મળે દેહને,જ્યાં માબાપની પ્રેમકૃપાથાય
ભાઇબહેન ને સગા સંબંધી,એ કર્મબંધનથી જ મળી જાય
મળે જીવનમાં સાથ સૌનો,જ્યાં સમય સાચવીને જીવાય
આજ કાલને ના આંબે કોઇ,જેને અનુભવથીજ અનુભવાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
મળેલજીવનમાં દેહને સ્પર્શે,જે મિત્રનો નિર્મળપ્રેમ કહેવાય
આંગળીપ્રેમની પકડીચાલતા,સાચોપ્રેમ આભને આંબીજાય
સાહિત્ય સરીતા વહે,જ્યાં સરસ્વતી સંતાનનો સંબંધ થાય
પ્રેમ નિખાલસ ભાવે રાખતાં,સરીતા જગતમાં પ્રસરી જાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.

========================================

March 1st 2016

પકડેલ રાહ

.               . પકડેલ રાહ

તાઃ૧/૩/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહ પકડતા જીવનમાં,નિર્મળ પ્રેમની વર્ષા થઇ જાય
મનને માનવતા  સ્પર્શે પ્રેમની,જ્યાં ભક્તિસાગર મળી જાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
સારુ નરસુ એ કુદરતની લીલા,સમયને સાચવતા સમજાય
પવિત્ર આંગણુ પ્રેમથી કરતા,પરમાત્માની કૃપા આવી જાય
એ જીવનની જ્યોતબને,જે પ્રભુકૃપાએ જન્મસફળ કરી જાય
જીવને મળેલ માનવદેહ,પકડેલ ભક્તિરાહે મુક્તિપામીજાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
માનવ જીવનમાં માગણી કરતાં,મળેલ  જીવન કથડી જાય
અપેક્ષા છે કળીયુગની કેડી,જે  જીવન લઘર વઘર કરી જાય
નિર્મળ રાહે ભક્તિ કરતાજ,જીવ પર  જલાસાંઇની કૃપા  થાય
પવિત્રપ્રેમની પકડેલ રાહ,અવનીપરના બંધનને તોડી જાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++