March 7th 2016

મહા શિવરાત્રી

.                    .મહા શિવરાત્રી

તાઃ૭/૩/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની પવિત્ર ભક્તિએ,જીવને અનંત શાંન્તિ મળી જાય
મહાશિવરાત્રીના પવિત્રદીને,બિલીપત્રને દુધની અર્ચના થાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.
સોમવાર એ ભોલેનાથનો દીવસ,લાખો ભક્તો પુંજા કરવા જાય
ૐ નમ શિવાયના જાપસંગે,શિવલીંગ પર દુધની અર્ચના થાય
માતા પાર્વતીની અસીમ કૃપા મળે,જ્યાં શ્રધ્ધાપ્રેમે પુંજન થાય
સિધ્ધી વિનાયકદેવનો પ્રેમ મળે,જ્યાં તેમના પિતાની પુંજાથાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.
પવિત્ર ગંગાનુ આગમન અવનીએ,જે ભોલેનાથની કૃપા કહેવાય
ત્રિશુળધારી છે અવિનાશી,ભોલેભંડારી જગતમાં શિવલીંગે પુંજાય
પરમકૃપાની વર્ષા થાય જીવપર,જે મળેલ જન્મસાર્થક કરી જાય
એકજ ભાવનાએ પુંજન કરતા,શંકર ભગવાનની અનંત કૃપાથાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment