March 25th 2016

સુર્ય સ્નાન

.              .સુર્ય સ્નાન

તાઃ૨૫/૩/૨૦૧૬               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રત્યક્ષ દેવ જગતમાં છે,જેને સુર્યનારાયણ દેવ કહેવાય
ઉદય અસ્ત પૃથ્વી પર થતાં,જગતે સવાર સાંજ કહેવાય ………એવા પરમકૃપાળુ પરમાત્મા છે,ના મંદીર મસ્જીદમાં મેળવાય.
ઉગમણી ઉષાએ આગમન થતા,સુર્ય સ્નાન શ્રધ્ધાએ થાય ના ચામડીને કોઇ રોગ અડે,કે ના અશક્ય જીવન પણ થાય પરમકૃપાના સાગરજેવા,જે અબજો જીવોને પ્રત્યક્ષ દેખાય
એજ જગત પિતા છે અને એજ અજબ અવિનાશી કહેવાય ………એવા પરમકૃપાળુ પરમાત્મા છે,ના મંદીર મસ્જીદમાં મેળવાય.
ના આશા કે કોઇ અભિલાષા રાખતાં,પાવનરાહ મળી જાય
સુર્યદેવના પવિત્ર કિરણોએ,નાકોઇ દવા ડૉકટર અડી જાય
મનને અજબ શાંન્તિ મળે જગે,જ્યાં રોગી ચાદર ઊડી જાય
પરમાત્માનીકૃપા આંગણેઆવતા,ઘર પણ પવિત્ર થઈ જાય ………એવા પરમકૃપાળુ પરમાત્મા છે,ના મંદીર મસ્જીદમાં મેળવાય. ===============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment