April 1st 2018

બાહુબલી બળવાન


.           .બાહુબલી  બળવાન           

તાઃ૧/૪/૨૦૧૮                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
અનંતકૃપાળુ છે અવનીપર,જે રામ ભક્ત હનુમાનથી ઓળખાય
અજબ શક્તિશાળી ભક્ત હતા,જગતમાં સાચીભક્તિએ સમજાય
....ત્યાં જ પરમાત્માની પરમકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ આરતી વંદન કરાય.
સુર્યદેવના પાવનપુત્ર પવન દેવનાજ એ સંતાન હતા અવનીપર
માતા અંજનીના એ લાડલા દીકરા,શ્રી રામના સંગાથી કહેવાય
પરમપ્રેમ મળ્યો શ્રીરામનો,જ્યાં આકાશે ઉડી લંકા પહોંચી જાય
કળીયુગની અસરમાં જીવતા રાજારાવણ,સીતાજીને ઉઠાવી જાય
....ત્યાં જ પરમાત્માની પરમકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ આરતી વંદન કરાય.
પવિત્રજીવનુ આગમન હતુ અવનીપર,ના આશા કોઇ અડી જાય
અંજનીમાતાની પરમકૃપાએ દેહ મળે,પવનદેવની ઓળખાણ થાય
અજબ શક્તિશાળી રાજા રાવણની,અભિમાને બુધ્ધિ બગડી જાય
અયોધ્યાના રાજા દશરથના પુત્રરામથી,લંકાના રાવણનુ દહન થાય 
....ત્યાં જ પરમાત્માની પરમકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ આરતી વંદન કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++