October 10th 2018

ના મળે

.              .ના મળે 
તાઃ૧૦/૧૦/૨૦૧૮             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરના અજવાળા ને અંધકારને,કુદરતની લીલા પ્રસરાવી જાય
જીવનોસંબંધ એ પરમાત્માનીકૃપા,અનંતવર્ષોથી ધરતીને સ્પર્શી જાય
......મળેલ દેહને ના મળે પવિત્રરાહ,જો એ અપેક્ષાના વાદળમાં ફરતો જાય.
થયેલ કર્મ એ જીવને સ્પર્શે અવનીપર,જે મળેલદેહના વર્તને દેખાય
માનવદેહ એ કૃપાપ્રભુની છે,જે દેહને બુધ્ધીની સમજણ આપી જાય
અનેકદેહ અવનીપર દેખાય દેહને,જે જીવને મળેલ દેહ થકી સમજાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પશુ,પક્ષી,પ્રાણીથી બચાવી જાય
......મળેલ દેહને ના મળે પવિત્રરાહ,જો એ અપેક્ષાના વાદળમાં ફરતો જાય.
જન્મ મળેલ જીવના દેહને અવનીએ,થયેલ કર્મનો સંબંધથી પ્રેરી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં માગણીથી એ દુર રહીને જાય
મોહમાયાતો સ્પર્શે જીવનમાં માનવીને,જે મળેલદેહ થકી સમજાઇ જાય
અનંતલીલા છે પરમાત્માની જગતપર,ના કોઇ અપેક્ષા દેહથી મેળવાય
......મળેલ દેહને ના મળે પવિત્રરાહ,જો એ અપેક્ષાના વાદળમાં ફરતો જાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment