November 9th 2018

પવિત્ર ભાઈબીજ

.             .પવિત્ર ભાઈબીજ   

તાઃ૯/૧૧/૨૦૧૮   (કારતક સુદ બીજ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર તહેવારનો સંગાથ મળે હિંદુકુળમાં,જે અનેક પ્રેમપ્રસંગ આપી જાય
નવા વર્ષના પ્રથમ માસમાં,મળતા પ્રસંગમાં કુટુંમ્બીઓનો પ્રેમ મળી જાય
......કારતક માસના બીજા દીવસને ભાઈબીજ કહેવાય,જે ભાઈબહેનના પ્રેમે અનુભવાય.
અવનીપર જીવનુ આગમન એદેહથી ઓળખાય,જે માબાપનો પ્રેમ કહેવાય
પુત્રપુત્રીનો સંબંધ માબાપથી મળે,ને ભાઈ બહેનનો પ્રેમ કુટુંબથી મેળવાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે સમયના સંગાથથી દેહને સમજાય
તહેવારને પવિત્રનિખાલસ પ્રેમથી,ભાઈ અને બહેનને વ્હાલ કરીને મેળવાય
......કારતક માસના બીજા દીવસને ભાઈબીજ કહેવાય,જે ભાઈબહેનના પ્રેમે અનુભવાય.
ભાઈબીજનો તહેવાર એજ ભાઇનોપ્રેમ કહેવાય,જે બહેનને પ્રેમથી મળી જાય
બીજો પ્રસંગ બહેનના પ્રેમનો આવે,જે રક્ષાબંધન પ્રસંગે રાખડી બાંધી જાય
પરમપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં મળેલદેહથી કુટુંબને એસાચવી જાય
મળેલ માનવદેહનો સંગ સચવાય જગતપર,જે કર્મની કેડીનાબંધન આપીજાય  
......કારતક માસના બીજા દીવસને ભાઈબીજ કહેવાય,જે ભાઈબહેનના પ્રેમે અનુભવાય.
====================================================================