November 15th 2018

સુખપ્રેમ સાગર

 

 
                .સુખપ્રેમ સાગર  

તાઃ૧૫/૧૧/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનંતકૃપા છે અવિનાશીની અવનીપર,જે અનેક દેહ નામથી ઓળખાય
ભક્તિના સાગરમાં રહેતા કૃપા મળે,એવા સંત શ્રીજલારામ પણ કહેવાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
અયોધ્યા દ્વારકાની યાદરહે ભક્તોને,સંગે વિરપુર ગામને પણ યાદ રખાય
રામ લક્ષ્મણ સીતા માતાને વંદન કરે,સાથે શ્રી કૃષ્ણને પણ પ્રણામ થાય
વિરપુર ગામમાં જન્મ લીધો જલારામે,જે પવિત્ર ભોજનનીરાહ આપી જાય
નિરાધારીને ભોજન ખવડાવી રાજી કરો,પ્રભુનો પ્રેમ મળે જન્મપાવન થાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
આગમન જીવનુ અવનીપર એ દેહ મળતા દેખાય,જે કર્મબંધનથીજ મેળવાય
મળેલ માનવદેહ એ પવિત્રકૃપા પ્રભુની,શ્રધ્ધા ભક્તિએ નિર્મળકર્મ થતા જાય
સત્કર્મના સંગાથે જીવતા જીવનમાં,અનેકરાહે દેહને સુખનોસંગાથ મળતો જાય
સુખ અને પ્રેમનો નીખાલસ સાથ મળે,જીવનમાં સુખપ્રેમનો સાગર વહી જાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
============================================================