January 25th 2019

જીવની શાન

.             .જીવની શાન

તાઃ૨૫/૧/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મળેલ દેહને સંબંધ છે અવનીનો,જે પરમાત્માની કૃપાએ દેહ મળે સમજાય
માનવદેહને કર્મનીકેડી મળે જીવનમાં,દેહને અનેકકર્મનો સંબંધ આપી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને કર્મથી,જે મળેલદેહને સમય સંગે લઈ જાય
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ આવી જાય
લીધેલ દેહથી માનવ દેહને પ્રેરણા આપવા,શ્રધ્ધા ભક્તિની રાહે દોરી જાય
સંસારની સંગે જીવન જીવીને ભારતમાં,દુનીયામાં પવિત્ર દેશ બનાવી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
જીવને મળેલદેહની માનવતા પ્રસરે,એ પાવનકર્મનીરાહ અનેકને આપી જાય
જીવને આવન જાવનનો સંબંધ કર્મથી,એ અવનીપર દેહ મળતાજ સમજાય
મળેલદેહને સમયનોસંગ અડે ઉંમરથી,શ્રધ્ધારાખી પુંજા કરતા કૃપા મેળવાય
પાવનકર્મની રાહ મળે પવિત્રધરતીપર,જે દુનીયામાં જીવનીશાન વધારી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
==============================================================
January 25th 2019

આઝાદ દીન

*Image result for આઝાદ દીન*

.            .આઝાદ દીન        

તાઃ૨૫/૧/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ધરતી જગતમાં ભારત છે,જે અનેક જીવોને સન્માન આપી જાય
આઝાદી મળી અંગ્રેજોથી દેશને,એજ ભારતનો આઝાદ દીવસ કહેવાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
સફળતાનો સહવાસ મળે માનવજીવને,જ્યાં માનવતાને સાચવીને જીવાય
હિંન્દુ ધર્મનુ સન્માન ધરતી પર,જે ધર્મને સાચવી દેશને પવિત્ર કરી જાય
તનમનધર્મને સાચવી પાવનરાહ,મહાત્માગાંધી વલ્લભભાઇપટેલ આપીજાય
નિર્મળજીવન સંગે નાઅપેક્ષા કદી રાખી,જે દેશને જગતમાં ઉત્તમકરી જાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
જનગણમન અધીનાયક સંગે ધ્વજને વંદન કરીને,સ્વતંત્ર દીવસને ઉજવાય
અનેક ધરતીપર રહેતા ભારતીયો સંગે મળીને,ધ્વજનુ એસન્માન કરી જાય
પાવનપ્રેમ પવિત્ર ભારતભુમીને કરતા,કર્મધર્મ સાચવીને જગતમાં જીવીજાય
એજ સન્માન છે દેશનુ અવનીપર,જગતમાં તેને પવિત્ર ભુમી પણ કહેવાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
**************************************************************
      મારા પવિત્રદેશ ભારતને સ્વાતંત્રદીવસે દુનીયાના દેશોમાં ધ્વજને વંદન કરી 
મુળ ભારતીયો દેશનુ સન્માન કરી દેશભક્તિ ગીત ગાઈ આનંદ અનુભવે છે.તે નિમીત્તે
આ કાવ્ય પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ દેશ ભક્તોને ભેંટ.
==============================================================