April 23rd 2019

પરમાત્મા કૃપા

.           .પરમાત્મા કૃપા
તાઃ૨૩/૪/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મને સંબંધ છે અવનીપર,જે જીવને દેહ થકી આગમન આપી જાય
મળેલદેહના થઈ રહેલ નિર્મળ કર્મથી,સરળ જીવનની પાવનરાહ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય.
સમય સમજીને ચાલતા દેહને,કર્મની રાહ જીવનમાં મળતા પ્રેમ મળી જાય
અભિમાનને આંગણેથી દુર રાખતા જીવનમાં,નિર્મળપ્રેમનો સંગાથ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે કુદરતનીકૃપા જીવને પાવનજીવન દઈ જાય
દેહથી થઈ રહેલ અનંત સત્કર્મ જીવનમાં,પવિત્ર્રરાહથી જ જીવને પ્રેરી જાય 
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
જીવને મળેલદેહ એ પાવનકર્મ કરે,જ્યાં શ્રધ્ધાપ્રેમથી પરમાત્માનુ પુંજન થાય
પાવનરાહને પકડી જીવન જીવતા અવનીપર,સંસ્કારનો સંગાથપણ મળી જાય
આજકાલને ભુલી જતા અદભુત જીવનનીરાહ,માનવજીવનને પાવન કરી જાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રાખતા મૃત્યુ મળતા,જીવને અંતે મુક્તિ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment