April 24th 2019
	 
	
	
		 .             .જય અંબે માતા
.             .જય અંબે માતા 
 તાઃ૨૪/૪/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવ પર,અનંત કૃપાની વર્ષા થઈ જાય 
મળેલ દેહને શાંંતિનો સહવાસ મળે,જે આત્માને સદમાર્ગે દોરી જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય. 
સમયની સાથે ચાલવા દેહથી પુંજા થાય,જે દેહને અનુભવથી સમજાય 
અપેક્ષાને દુરરાખીને જીવન જીવતા,કર્મની પાવનકેડી જીવને મળી જાય 
જય માતાજી જય માતાજીનુ સ્મરણ કરતા,માતા અંબાજીની કૃપા થાય 
જન્મમરણનો સંબંધ જીવનો છુટે,જે જગપર આવન જાવન છોડી જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય. 
સતત સ્મરણ માતાનુ કરતાજ,માતાજીની કૃપા આરાશુરથી આવી જાય 
અનંત શાંંતિનો સાથ મળે જીવને,જે વાણી વર્તનથી જગતપર સમજાય 
પવિત્ર જીવન અવનીપર મળે જીવને,જે નિર્મળજીવનનીરાહ આપી જાય 
માતાજીનો પ્રેમ મળે જીવની શ્રધ્ધાએ દેહને,એજ સમયથી સમજાઈ જાય 
.....એ અંબે માતાની કૃપા જીવ પર થાય,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
 ==========================================================
 
	 
	
	
 
	No comments yet.