April 27th 2019
. .સાંઈનો સંગાથ
તાઃ૨૭/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઈબાબાનો સંગાથ મળે જીવને,જે દેહને પાવનરાહથી અનુભવ થાય
મળે પરમાત્માની શાંંતિ જીવને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજન કરાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
કર્મના બંધનનો સંબંધ છે જીવનો,જે ગત જન્મે કરેલ કર્મથીજ મેળવાય
શ્રધ્ધા ભક્તિએ કરેલકર્મ દેહથી,જીવને સુખશાંંતિ મળતા સમજાઈ જાય
જીવને મળેલ માનવદેહ એ કર્મની કેડી,બાબાની પ્રેરણાએ માનવી થાય
જીવનમાં શ્રધ્ધા અને સબુરીને સમજી જીવતા,દેહને માનવતા મળી જાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
આંગણે આવી કૃપામળે પરમાત્માની,જે સરળ જીવનના સંગાથથી જીવાય
લાગણી અપેક્ષાને દુર રાખીને જીવતા,પાવનકૃપાનીવર્ષા દેહ પર થઈ જાય
એ પાવન રાહનો સંગાથ સાંઈબાબાનો,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
અવનીપરનુ આગમન શંકરભગવાનનુ,જે શેરડીમાં સાંઇબાબાથી ઓળખાય
......એજ કૃપા શેરડીના સંત સાંઈબાબાની,જે દેહને સુખશાંંતિ આપી જાય.
==========================================================
No comments yet.