સાતવારનો સંગાથ
. . સાતવારનો સંગાથ તાઃ૨૯/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ સોમવારની સવારમાં પવિત્ર ભાવનાએ,શંકર ભગવાનને દુધથી અર્ચના કરાય માતાપાર્વતીની કૃપા મળે જે ગણપતિ સંગે,કાર્તિકભાઇને પ્રેરણા આપી જાય ......એ સવાર ભગવાન ભોલેનાથની,જે જીવનમાં દેહનેપવિત્ર કર્મ કરાવી જાય. મંગળવારના દીવસે મનથી ગજાનંદ ગણપતિની પુંજા,સવારમાં પ્રેમથી કરાય મળે કૃપા જીવનમાં શ્રી ગણેશની જ્યાં ગં ગણપતયે નમો નમઃથી વંદનથાય બુધવારની સવારે માતા અંબાને,પ્રાર્થના સંગે દીવો કરી પુંજન પ્રેમથી થાય ત્યાંજ માતાનો પ્રેમ મળે જે જીવનમાં,આશીર્વાદેની વર્ષાને વહેવડાવી જાય ......એજ પવિત્ર સવાર થઈ જાય,જ્યાં માતા અંબાજીને શ્રધ્ધાએ પુંજન કરાય. ગુરૂવારના દીવસે શ્રીજલારામ ને સંતસાંઇબાબાની કૃપાએ પાવનરાહ મેળવાય મળેલ માનવદેહને સદમાર્ગે દોરીને,જીવનમાં પાવનકર્મનો સંગાથએ આપી જાય શુક્રવારની સવાર મળે દેહને,જ્યાં સુર્યનાદેવના દર્શન કરી અર્ચના પુંજન કરાય સુર્યદેવને વંદન કરીને સવારમાં,ૐ હ્રીમ સુર્યાય નમઃના મંત્રથી ભક્તિપુંજા થાય .....એ મળેલ દેહને પાવનરાહ જીવનની મળૅ,જે જીવને મુક્તિમાર્ગ આપી જાય. શનિવારની સવારનો પ્રકાશ મળે,જ્યાં પવનપુત્ર હનુમાનને દેહથી વંદન કરાય પવિત્રભાવથી ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખંકુરૂ ફટસ્વાહાનુ સ્મરણ થાય રવિવાર એ પવિત્ર દીવસછે જીવનમાં,જ્યાં કુળદેવી કાળકામાતાની પુંજા કરાય અનંતશાંન્તિ મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ૐ ક્રીં કાલિયે નમઃનુ સ્મરણ થાય ....પરમાત્માની પરમકૃપા મળે જીવને અવનીપર,જ્યાં સાતવારને સમજીને જીવાય. =============================================================