August 21st 2019

પવિત્રભુમી ભારત

.                             .પવિત્રભુમી ભારત       

તાઃ૨૧/૮/૨૦૧૯                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
મળેલદેહને રાહમળે જ્યાં માળાજપતા,અદભુત શાંંતિ જીવને મળીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
ભારતદેશ એજ ભવસાગર છે,જેમાં ગુજરાત પાવનનાવથી તારી જાય
ગુજરાતમાં જન્મલીધો અજબશક્તિશાળી જીવોએ,દેશમાં વર્તંથીદેખાય
મળેલમાનવદેહની કર્મથી ઓળખાણ થાય,એજ સિધ્ધીસાગર કહેવાય
ગુજરાતીઓની શાન નિરાળી,જે દેહથી અદભુતશક્તિશાળી કર્મ થાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
માનવદેહ મળે ગુજરાતમાં,સરળ સમયે તે દેહ દુનીયામાં પ્રસરી જાય
ગુજરાતની શાન સંગે હ્યુસ્ટનમાં આવ્યા,જે અનેક પવિત્રકર્મ કરીજાય
ધર્મકર્મને સાચવીને ચાલતા,હિંદુ ધર્મને એ અમેરીકામાં પ્રસરાવી જાય
અનેક પવિત્ર મંદીરો કર્યા આધરતીપર,જ્યાં હજારો ભક્તો આવીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય
આઝાદીની પાવનરાહ ગુજરાતીઓ પ્રસરાવી,દેશને આઝાદ કરી જાય
ગુજરાતના મુખ્યપ્રધાન થયા શ્રી નરેંદ્રભાઇ,પવિત્ર જીવનએ જીવી જાય
માતાનો પવિત્રપ્રેમમળ્યો આશીર્વાદથી,એ ભારતના વડાપ્રધાન થઈજાય
નિર્મળભાવના સંગે પવિત્રકર્મે,ગુજરાતીઓને મળવા હ્યુસ્ટન આવી જાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
=============================================================
      ગુજરાતના મુખ્યપ્રધાન અને હવે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતીઓના પ્રેમને પારખી હ્યુસ્ટન આવી જાય તે પ્રેમની યાદ રૂપે આ કાવ્ય 
લખેલ છે.      લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.