April 21st 2020

સમયનો સંગ

.            .સમયનો સંગ  

૨૧/૪/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવન કર્મનો સંગાથ મળે દેહને,જે જીવને શાંંતિ આપી જાય 
મળેલ જન્મ એતો સંબંધ કર્મનો,જીવને આવનજાવન દઈ જાય
......એ અજબકૃપા પરમાત્માની,ધરતીપર દેહને કર્મની કેડીએ દોરી જાય.
માનવદેહ એ જીવની પાવનરાહ અવનીપર,દેહને એસ્પર્શી જાય
ગતદેહ એ કર્મનો સંબંધ જીવનો,જે પ્રાણીપશુના દેહથી દેખાય
સમયના સંગે સમજીને ચાલતા,જીવનમાં કર્મનોસંબંધ મળી જાય
અદભુતલીલા અવીનાશીની અવનીપર,દેહને અનુભવથી સમજાય
......એ અજબકૃપા પરમાત્માની,ધરતીપર દેહને કર્મની કેડીએ દોરી જાય.
કળીયુગ પર દેખાવનો દરીયોફરે,જે કોરોના વાયરસ આવી જાય
મળેલ માનવદેહને શ્વાસની પીડા આપીજાય,જે તકલીફથી દેખાય 
સમયની આજ કેડી અવનીપર,કોઇજ દેહથી કદી દુરના રહેવાય
જન્મના આગમનમાં માનવદેહને,અવનીપર કર્મનીરાહથી સમજાય
......એ અજબકૃપા પરમાત્માની,ધરતીપર દેહને કર્મની કેડીએ દોરી જાય.
----------------------------------------------------------

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment