May 1st 2020

શાન દુનીયાની

   232 ) ગુજરાતના ૫૩મા જન્મ દિવસે અભિનંદન ...            .શાન દુનીયાની          
    
 તાઃ૧/૫/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા પરમાત્માની અવનીપર,જીવને દેહ મળતાજ સમજાય
માનવદેહ એજ કર્મનો પવિત્ર સંબંધ,ભારતમાં દેહ આપી જાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
પવિત્રકર્મની કેડી મળે દેહને,જે અજબશક્તિનીરાહ આપી જાય
ભારતદેશ એ શાન છે ગુજરાતીઓની,એપવિત્ર સત્કર્મથી દેખાય
ગુજરાતના રાજ્યની પહેચાન થઇ,મે માસથી સ્થાપના થઈ જાય
દુનીયામાં પ્રસરેલા ગુજરાતીઓજ,સાચી રાહે આંગળી ચીંધી જાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
ગુજરાતીજ શાનછે અમેરીકાની,જે સુર્યચંદ્રની ઓળખ આપી જાય 
પાવનજીવનની રાહ મળે ભક્તિધર્મથી,પ્રેરણાએ મંદીર મળી જાય
કર્મધર્મની પાવનરાહમળે દુનીયામાં,જે ગુજરાતીઓની શાનકહેવાય
દીવસની દુનીયામાં ઓળખાણ,જે ગુજરાતનો સ્થાપનાદીન કહેવાય
......પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય.
======================================================
     જગતમાં પવિત્રભુમી ભારત કહેવાય જેની ઓળખાણ દુનીયાને થાય.
જીવને મળેલ દેહને સત્કર્મનીરાહ ગુજરાતીઓજ આપે જે શાન આપી જાય.
પહેલી મે એ ભારતમાં ગુજરાતનો સ્થાપના દીવસ જગતમાંય ઓળખાય.
એ નીમિત્તે આ કાવ્ય જગતના ગુજરાતીઓને શાન સ્વરૂપે વંચાવાય.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય ગુજરાત.            તાઃ ૧/૫/૨૦૨૦       
=======================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment