December 30th 2015

આજ અને કાલ

.            .આજ અને કાલ

તાઃ૩૦/૧૨/૨૦૧૫            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજ કાલ એ દેહના સંબંધ,જગતમાં જન્મ મળે સમજાય
માનવદેહ મળતા અવનીએ,દેહને આજકાલ સ્પર્શી જાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
વર્તનવાણી તો દેહને સ્પર્શે,ના આજ અને કાલને પકડાય
કરેલ કર્મ એ જીવનેપકડે,જે જીવને જન્મ મળે અનુભવાય
મારૂતારૂ એ નિર્મળરાહ છે,જે જીવને દેહમળે સમજાઈજાય
અવનીપર તો દેહ અનેક છે,જે સમયની સીડીથી  દેખાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
મળેલ સમયની સાથે ચાલતા,આજે કામ પવિત્ર થઈ જાય
આવતી કાલની ના વ્યાધી કોઇ,જે કરેલ કર્મથી મળી જાય
કૃપાનીકેડી આંગળી ચીંધે,એ દેહથી ઉજ્વળજીવન જીવાય
મળેલ જન્મને સાર્થક કરતા,જીવને મુક્તિમાર્ગ  મળી જાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.

=======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment