February 24th 2021

. ભગવાનની લીલા
તાઃ૨૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર દેહ મળે જીવને,જે મળેલદેહના કર્મની કેડીએ મેળવાય
અજબ ભગવાનની લીલા જગતમાં,જે મળેલ માનવદેહને સમજાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
શ્રધ્ધાભાવથી પુંજન કરતા ભક્તોપર,ભગવાનની કૃપાજ થઈ જાય
મળેલદેહથીજ પાવનકર્મ થાય,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
પાર્વતીના સંતાન ગણેશજી,જગતમાં સિદ્ધી વિનાયકથી ઓળખાય
પરમાત્માએ અનેકદેહ લીધા,જે ભક્તોને ભક્તિનીરાહ આપી જાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
હિંદુ ધર્મને પવિત્ર કરવા પરમાત્માએ દેહલીધા,જે ભક્તોને સમજાય
સમય સંગે ચાલવા ભગવાનના દેહથી,નિર્મળ ભાવનાથી કર્મ કરાય
ભારતને પવિત્ર કરી અવનીપર,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
અદભુત કૃપા એ ધરતીપર,જ્યાં જીવને આવનજાવનથી છોડી જાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
=============================================================
February 22nd 2021

. નિર્મળ જ્યોત
તાઃ૨૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહને,એ પરમાત્માની કૃપા કહેવાય
જીવને અનેકકર્મની પ્રેરણા થાય,જે દેહને પાવનરાહ આપી જાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને,જે પરમાત્માની પાવનકૃપા આપી જાય
અદભુતલીલા કુદરતની થાય,જે જીવને મળેલદેહથી સમયે સમજાય
પાવનકૃપાએ દેહને રાહ મળે,જે જીવને પવિત્ર ભક્તિરાહ મેળવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,ત્યાં પવિત્ર નિખાલસ ભક્તિ થાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્ર કૃપા માતાની મળે દેહને,એ જીવનમાં પાવનકર્મ કરાવી જાય
અનેકદેહ લીધા માતાએ ભારતદેશમાં,જે પવિત્ર ધરતી જગતમાં થાય
જીવને મળે માનવદેહ અવનીપર,એ ગત જન્મે થયેલ કર્મથી મેળવાય
પવિત્રકર્મની રાહ મળે મળેલ દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 20th 2021

. .રામ ભક્ત
તાઃ૨૦/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર શ્રીરામના ભક્ત હનુમાન,જગતમાં બજરંગબલી પણ કહેવાય
ભારતમાં દેહલીધો પરમાત્માએ,જે શ્રીરામના નામથી શ્રધ્ધાથી પુંજનથાય
....એ શ્રીરામના પરમભક્ત થયા હનુમાનજી,જે રામને સંસારમાં મદદ કરી જાય.
પિતાપવનદેવના સંતાન કહેવાય,જે માતા અંજનીના દીકરાથી ઓળખાય
પાવનકૃપા મળી શ્રીરામની હનુમાનને,જે તેમને શ્રધ્ધા ભાવથી વંદન થાય
પરમશક્તિમળી કૃપાએ,જે શ્રીરામના ભાઈને સંજીવનીઆપી બચાવી જાય
એજ પવિત્રકર્મ જીવનમાં કરતાથયા,જે અનેકરીતે શ્રીરામને મદદ કરી જાય
....એ શ્રીરામના પરમભક્ત થયા હનુમાનજી,જે રામને સંસારમાં મદદ કરી જાય.
બજરંગબલી બળવાન સંગે બાહુબળી કહેવાય,એ પવિત્રકર્મ કરાવી જાય
લંકાના રાજા રાવણની કુબુધ્ધિએ,શ્રીરામની પત્નિ સીતાજીને ઉઠાવી જાય
હનુમાનજીને કૃપા મળી શ્રીરામની,ઉડીને સીતામાતાને લંકામાં શોધી જાય
પરમશક્તિશાળી એભક્ત થયા,રાજારાવણનુ લંકામાં દહનથી મૃત્યુકરી જાય
....એ શ્રીરામના પરમભક્ત થયા હનુમાનજી,જે રામને સંસારમાં મદદ કરી જાય.
================================================================
February 19th 2021
###
###
. .પવિત્ર પ્રેમનીરાહ
તાઃ૧૯/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ સાગરમાં પ્રેમથી રહેતા,પાવનરાહ મળે જીવને જે શાંંતિ આપી જાય
મળેલદેહને પાવનકૃપા મળે જીવનમાં,જે દેહને પવિત્ર પ્રેમનીરાહ આપી જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય.
કર્મનીકેડી એ દેહનો સંબંધ જીવનમા,જે અવનીપરના આગમનથી સમજાય
માનવદેહ મળે જીવને જગતમાં,એ પરમાત્માની પાવનકૃપા થતા મળી જાય
જીવને અવનીપરનુ આગમન મળે,જે પ્રાણી પશુ સંગે માનવદેહથી મેળવાય
કુદરતની આઅજબલીલા ધરતીપર,મળેલદેહને અનેકકર્મનો સંબંધ આપીજાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય.
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્રરાહથી દોરી જાય
શ્રધ્ધાભાવનાથી પુંજન કરતા જીવનમાં,પાવનકૃપા જે દેહને સુખ આપી જાય
મળેલદેહને ના કોઇ તકલીફ મળે,કે જીવનમા કોઇ આશાઅપેક્ષા અડી જાય
એજ પવિત્ર પ્રેમનીરાહ મળેલદેહપર,જીવનમાં અનેકરાહે સુખપ્રેમથી મેળવાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય.
====================================================================
February 19th 2021

. .મળી ગયો પ્રેમ
તાઃ૧૯/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગયો પ્રેમ પરમાત્માનો,જ્યાં શ્રધ્ધા રાખીને ભક્તિ થાય
પવિત્રરાહ રાખીને પુંજન કરતા,જીવનમાં કુદરતની કૄપા થાય
.....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
અનંતકૃપાળુ પરમાત્મા છે ભારતમાં,ભક્તિ પારખી જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ કર્યો,જયાં પરમાત્માના અનેકદેહથી દેખાય
પવિત્રપ્રેમ રાધાનો મળ્યો શ્રી કૃષ્ણનો,દ્વારકામાં એ આપી જાય
એ કુદરતની કૃપા જે સમયની સાથે,માનવદેહને કર્મ કરાવીજાય
....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
અવનીપરના આગમનને સંબંધ દેહનો,જે થયેલકર્મથી મળતોજાય
શ્રધ્ધાથી થયેલ પરમાત્માની ભક્તિ,જીવને મળેલદેહપર કૃપા થાય
પ્રેમનીકૃપા મળે મળેલ માનવદેહને,જે જીવનમાં શાંંતિ આપીજાય
નાઅપેક્ષા નાકોઇ માયા અડે,એજ પવિત્ર જીવન પણ કરી જાય
પરમપ્રેમની ગંગા વહાવે જીવનમાં,અનેકનો પાવનપ્રેમ મળી જાય
....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
*********************************************************
February 18th 2021
**
**
. નિર્મળ ભક્તિ ભાવના
તાઃ૧૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને પાવનરાહ મળી જીવનમાં,જે પવિત્ર ભક્તિરાહ બતાવી જાય
શ્રધ્ધા ભાવનાથી પાવનકર્મ કરતા,વિરપુરના જલારામ સંતથી ઓળખાય
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
નિર્મળ ભક્તિ ભાવનાને પકડી ચાલતા,મળેલ દેહ પર પ્રભુની કૃપા થાય
પવિત્રકર્મથી દેહને પાવનરાહ મળી,જે જીવનમાં પરમાત્મને વંદન કરીજાય
અવનીપરના આગમનને સાચવીને જીવતા,મળેલ દેહનુ કલ્યાણ થઈ જાય
એજ પાવનરાહ મળેલદેહની કહેવાય,જે જગતમાં હિંદુધર્મમાં સંત કહેવાય
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
ધર્મકર્મને સાચવી મળેલ દેહથી,સમયને સાચવી ચાલતા પવિત્રકર્મ કરીજાય
ના કોઈ અપેક્ષા જીવનમાં રાખી,કે ના કદી મોહમાયા જીવનમાં મેળવાય
કુદરતની પાવનકૃપા મળતા જીવને,મળેલદેહને નિખાલસભાવના મળી જાય
ભક્તિમાં પવિત્ર શ્રધ્ધા રાખીને કર્મ કરે,જે દેહથી અન્નદાનની રાહથીદેખાય
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 18th 2021
***
***
. .શ્રી સાંઇબાબા
તાઃ૧૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શેરડીવાસી વ્હાલા સાંઈબાબા,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થીજ પુંજાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,દેહ પર બાબાની પાવનકૃપાજ થઈ જાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
માનવદેહને પવિત્રરાહ આપવા,શંકર ભગવાનની કૃપાએ દેહલઈ જાય
જીવને જન્મ મળતા દેહને ધર્મ મળે,જેને હિંદુ મુસ્લીમ એમ કહેવાય
ભારતમાં હિંદુધર્મમાં પવિત્રદેહ લીધા,મુસ્લીમમાં અલ્લાથી ઓળખાય
સાંઇબાબા આવ્યા અવનીપર,જે શ્રધ્ધા સબુરીથી પુંજન કરાવી જાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
દેહમળ્યા પછી ધર્મનો સંબંધછે દેહને,જે મળેલદેહ પર કૃપા કરી જાય
હિંદુધર્મમાં પરમાત્માકૃપાએ અનેકદેહલીધા,મુસ્લીમમાં અલ્લાહ કહેવાય
શ્રધ્ધાસબુરીની ઓળખાણ કરાવવા,શેરડીમાં સાંઇબાબાથી આવીજાય
પાવનકૃપા મળે બાબાની ભક્તોને,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 15th 2021

. .લીલા કુદરતની
તાઃ૧૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા કુદરતની અવનીપર,જે અનેક પાવનકર્મ કરાવી જાય
મળેલ માનવદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પવિત્રરાહ આપી જાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
પવિત્રકૃપા કુદરતની ભારતદેશપર,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય
પરમાત્માએ અનેક દેહ લઈ પવિત્રભુમી કરી,જેને જગતમાં વંદન થાય
હિંદુધર્મમાં પવિત્રરાહ બતાવી,જે મળેલદેહના જીવને મુક્તિઆપી જાય
જીવને મળેલદેહને પાવનરાહ આપી,જે શ્રધ્ધાભક્તિથી પુંજન કરી જાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
પરમાત્માએ લીધેલદેહથી માનવીને,જીવનમાં પવિત્રકર્મની રાહ મળીજાય
કુદરતની અદભુતલીલા અવનીપર,જે અબજો વર્ષોથી ધરતીપર મેળવાય
પવિત્રકર્મમાં નાકોઇ આફતઅપેક્ષા અડી જાય,જે દેહના કર્મથીજ દેખાય
જગતમાં ના કોઈ આંબી શકે કર્મને,એજ કુદરતની પાવનકૃપાજ કહેવાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
**************************************************************
February 13th 2021

. જ્યોત જીવની
તાઃ૧૩/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે જીવપર પરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ જીવને અવનીપર,અનેકદેહને આગમનવિદાય આપી જાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,જે પ્રાણી પશુ જાનવરથી છોડી જાય
નિખાલસ ભાવનાથી જીવતા મળેલદેહને,જીવનમાં નિર્મળભાવથી ભક્તિ થાય
પાવનરાહ મળે જીવનમાં નાકોઈ અપેક્ષાઅડે,ના મોહમાયાનો સ્પર્શ થઈ જાય
પરમાત્માની કૃપા મળે જીવનમાં,જે મળેલદેહના જીવની જ્યોત પ્રગટાવી જાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની કૃપાનો અનુભવ થઈ જાય
જીવને પવિત્રકૃપાનો અનુભવ થાય દેહથી,જે પવિત્રભક્તિનો માર્ગ આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે દેહને સતયુગ અને કળીયુગથી અનુભવાય
પાવનપ્રેમ મળે દેહને થયેલ કર્મથી,ને પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
####################################################################
February 10th 2021
***
***
. .મળી જાય
તાઃ૧૦/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,મળેલ દેહને પવિત્ર કર્મ કરાવી જાય
પવિત્રપ્રેમ મળે લક્ષ્મી માતાનો,જે નિખાલસ કર્મથીજ મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપર જીવને આગમનથી દેહ મળે,પવિત્રરાહ કૃપાથી મેળવાય
સમય સમજીને ચાલતા દેહને,શ્રધ્ધાભાવથી પરમાત્માની પુંજા કરાય
વિષ્ણુ ભગવાનની સાથે તેમના પત્નિ,લક્ષ્મી માતાને ધુપદીપ કરાય
પવિત્ર શ્લોકનુ સ્મરણકરી પુંજા કરતા,માતાપિતાની કૃપા મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
પુંજનકરી વંદનકરી માળા કરતા,પરમાત્મા દેહને સદમાર્ગે દોરી જાય
નાઅપેક્ષા કોઇજ જીવનમાં રહે,એજ પરમકૃપા પરમાત્માની કહેવાય
મળી જાય પવિત્રકૃપા લક્ષ્મી માતાની,ના કોઇજ તકલીફ અડી જાય
પવિત્રકર્મ જીવનમાં કરીને જીવતા,પરમાત્મા જીવનેમુક્તિ આપી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
==========================================================