July 19th 2011
જકડાયેલ જીવ
તાઃ૧૯/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવ જગતમાં જકડાઇ જાય,જ્યાં દેહ અવનીએ મેળવાય
સદારહે મૃત્યુનો ડર આ દેહને,જે કર્મોના બંધનથી જકડાય
…………જીવ જગતમાં જકડાઇ જાય.
યુગની અસર પડેજ દેહ પર,જે દેહના વર્તનથી જ દેખાય
કળીયુગ સતયુગ એજીવની કેડી,સમયેમાર્ગ બતાવી જાય
વાણી વર્તન એ દેહથી મેળવાય,જ્યાં વિચારોને કેળવાય
મૃત્યુનો ડર જ્યાં મળે દેહને,ત્યાં ના આધાર કોઇ સહેવાય
………..જીવ જગતમાં જકડાઇ જાય.
જીવને જગતમાં મળે એરાહ,જે તેનો જન્મ સફળ કરીજાય
કૃપા પ્રભુની થાય એજીવપર,જે સાચી ભક્તિથી જીવીજાય
જલાસાંઇની ભક્તિ પ્રેરણા સાચી,જે સંસારીથીય મેળવાય
જકડાયેલ જીવ જગતથીછુટે,જ્યાં ભક્તિ પળેપળ થઇજાય
…………જીવ જગતમાં જકડાઇ જાય.
+++++++++++++++++++++++++++++++++
July 18th 2011
સરળતાની ચાવી
તાઃ૧૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મન મુકીને મહેનત કરતાં,સફળતાને સહેવાય
રાહમળે જ્યાં સરળતાની,ચાવી ત્યાં મળીજાય
……….મન મુકીને મહેનત કરતાં.
આંગળીનો એક અણસાર,જીવનને બદલી જાય
સારા કામની સુવાસથી,માનવતા મળીજ જાય
દુષ્ટ માર્ગની એકદોરી,આ જીવનને વેડફી જાય
સમય આવતાં સરકીજાય,ને દુઃખ વળગી જાય
………..મન મુકીને મહેનત કરતાં.
અંતરમા ઉમંગ અનેરો,માનવીના વર્તને દેખાય
મળેસુવાસે સ્નેહનીસાંકળ,ને પવિત્ર જીવન થાય
મોહમાયાને બાંધી લેતાં,મુક્તિની રાહ મળી જાય
નામાગણી કરવીપડે દેહે,જીવનો ઉધ્ધાર થઇજાય
………..મન મુકીને મહેનત કરતાં.
=============================
July 18th 2011
મૃત્યુનુ મુખ
તાઃ૧૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સધળી માયા દેહથી છુટે,જ્યાં મૃત્યુ દેખાઇ જાય
નાછુટે જો દેહથી ત્યારે,તો એજીવ ભટકતો થાય
………..સધળી માયા દેહથી છુટે.
મૃત્યુઆવે બારણે જ્યારે,ત્યાં જીવપણ જાગી જાય
પળપળનો જ્યાં હિસાબ થતો,ના જીભથી બોલાય
મૃત્યુનું જ્યાં મુખખુલે ત્યાં,સગાસંબંધી ભાગી જાય
તુટે દેહનાસંબંધ અવનીના,ત્યાં જીવ જકડાઇ જાય
…………સધળી માયા દેહથી છુટે.
દેખાવનો જ્યાં દરીયો ખુલે,દેહને શબ્દોથી સહેવાય
જીભ સાચવી મોં બંધરાખી,દેખાવ ત્યાં આવી જાય
ના અટકે નાઅટકાવે કોઇ,જ્યાં જીવ દેહ છોડી જાય
કૃપા થાય એ જીવ પર,જે સાથે ભક્તિને લઈ જાય
………..સધળી માયા દેહથી છુટે.
૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦
July 17th 2011
કર્મ સંબંધ
તાઃ૧૭/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરત કેરા ન્યાયમાં જગત પર,કોઇ ના છટકી શકે
જીવને મળતા જન્મ જગે,ના ઝંઝટ કોઇ અટકી શકે
……….. કુદરત કેરા ન્યાયમાં જગત પર.
કર્મના બંધન જીવને જગે, જન્મ મળતાજ સમજાય
માનવતાની મહેંક છે સાચી,જ્યાં ભક્તિપ્રેમથી થાય
મળી જાય છે કૃપા પ્રભુની,જે સાર્થકજન્મ કરી જાય
આવીઆંગણે પ્રભુ મળે,જે ભક્તિ જીવથીજ મેળવાય
……….કુદરત કેરા ન્યાયમાં જગત પર.
કર જોડીને વંદન કરતાં,જીવથી રાહ સાચી મેળવાય
જલાસાંઇની સાચી ભક્તિએ,જીવને પ્રેરણા મળીજાય
મોહમાયાના બંધ દ્વારથી,જીવનમાંઉજાસ આવીજાય
નિર્મળ જીવન સાચી પુંજા,જીવને આધાર મળી જાય
……….કુદરત કેરા ન્યાયમાં જગત પર.
################################
July 15th 2011
આધાર નિરાધારનો
તાઃ૧૫/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિરાધારનો આધાર બનતા,સંત જલાસાંઇ હરખાય
પ્રેમપ્યારના ચક્કર છુટતાં,આ જીવન ઉજ્વળ થાય
………..નિરાધારનો આધાર બનતા.
શીતળસ્નેહ મનથી મળતાં,જીવને શાંન્તિ મળી જાય
કરતાકામ નિશ્વાર્થ ભાવથી,આ જીવન પણ સચવાય
કુદરતની એકજ કૃપાએ,મળેલ જન્મ સફળ પણ થાય
ઉજ્વળઆંગણું દેહેમળતાં,આધાર નિરાધારનો થવાય
………..નિરાધારનો આધાર બનતા.
સાચી ભક્તિ પ્રેમ ભાવની,જે સવાર સાંજ થઈ જાય
નિર્મળજીવન પામીલેતાં,આજીવ જન્મથી બચી જાય
શુધ્ધા ભાવના રાખીને જીવતાં,સુખસાગર મળી જાય
અંતદેહનો આવતાંઆંગણે,સંત જલાસાંઇ આવી જાય
………..નિરાધારનો આધાર બનતા.
================================
July 14th 2011
સાંકળની પકડ
તાઃ૧૪/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગળ ચાલે પાછળ ચાલે,સમય આવતાં જકડી રાખે
મળેલજીવન માણવા લાગે,સમજણ સાચી જ્યારેઆવે
સુખદુઃખ એવી સાંકળ છે,જે જગમાં જીવન જકડી રાખે
……….એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.
કદીક મોહ મળી જાય તો,જીવન જ્યાં ત્યાં લટકી હાલે
સંબંધીઓનો ત્યાં સાથ છુટે,વળગી સાથે મોંકાણ ચાલે
નિર્મળ જીવન દુરભાગે,ત્યાં માનવજીવન મિથ્યા લાગે
રાહનામળે મનનેત્યારે,જ્યારે દુઃખનીસાંકળ પકડી રાખે
………એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.
નશ્વરદેહને વળગી ચાલે,જન્મ મળે જ્યાં જીવને જ્યારે
મુક્તિ લેવા તનથી જગમાં,ભક્તિ રાહને પકડી લઈએ
સાચા સંતને વંદન કરીએ,અંતરનો પ્રેમ પામી લઈને
સુખની સાંકળ વળગે જ્યાં દેહે,પ્રભુકૃપાએ સુખી રહીએ
……….એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
July 13th 2011
પ્રેમ નિખાલસ
તાઃ૧૩/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેટલો પ્રેમ ને કેટલી માયા,શોધી શકે ના જગમાં કાયા
ઉજ્વળતાના ખોલતાં તાળા,મળીજાય એ જગના જાણે
………..કેટલો પ્રેમ ને કેટલી માયા.
મળેપ્રેમ માબાપનો જીવનમાં,જે સંતાનથીજ મેળવાય
આશિર્વાદની ગંગા વહેછે,જેવંદન તેમને મનથી કરે છે
મળે સંતાનને ઉજ્વળ જીવન,નામાગણી કે રહે અપેક્ષા
પ્રેમ નિખાલસ મનથીકરતાં,ભાવિ ઉજ્વળ સદા મળતા
………..કેટલો પ્રેમ ને કેટલી માયા.
કીર્તીનો સાગર વહેછે,માનવતાની જ્યાં જ્યોત મળે છે
પ્રેમનિખાલસ પરમાત્માનો,અવનીપર માનવ જન્મે છે
મુક્તિ માર્ગને પારખી લેતા,જલાસાંઇની જ્યોત જલે છે
નિર્મળ સ્નેહ ને નિર્મળ પ્રેમ,એ નિખાલસ બની મળે છે
…………કેટલો પ્રેમ ને કેટલી માયા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
July 10th 2011
ચિંતાનો હાર
તાઃ૧૦/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની એક આધાર છે,જ્યાં જીવ ઝબકી જાય
મળેજો મોહમાયા દેહે,ચિંતાનો હાર લટકી જાય
………..અવની એ આધાર છે.
આગળ વ્યાધી પાછળ વ્યાધી,નારાહ કોઇ દેખાય
દેહમળતાં એ લટકી ચાલે,ના કોઇથીય એ છોડાય
મૃત્યુનીઆવે જ્યાંવેળાં,ચિંતાએ ભવોભવ ભટકાય
ઉજ્વળતા ના આવે સંગે,જીવ અવનીએ લટકાય
………..અવની એ આધાર છે.
ચિંતાના ના દ્વાર કોઇ,કે ના કોઇનેય એ છોડી જાય
ઉષાસંધ્યાનો નાસહવાસ તેને,ગમેત્યારે મળી જાય
દુર રહે છે જે જીવ ચિંતાથી,તે જીવ સદાય હરખાય
મનનીશાંન્તિ માગવા કરતાં,એ મળીજાય પળવાર
…………અવની એ આધાર છે.
*************************************
July 7th 2011
કેમ ભુલાય
તાઃ૭/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ છે કરામત,જગે કોઇથીય ના પકડાય
નિર્મળતાની શીતળ વાણી,સાચી ભક્તિએ સહેવાય
…………કુદરતની આ છે કરામત.
માનવદેહની દેણ પ્રભુની,જ્યોતજીવનમાં મેળવાય
સાચી રાહની કેડી પકડતાંજ,જન્મ સફળ થઈ જાય
બાળક દેહને પ્રેમદેતાં,ને જુવાનીમાં જોશને પકડાય
જન્મ સફળ કરતાં પ્રભુને,જીવથી કેમ કદીય ભુલાય
…………કુદરતની આ છે કરામત.
વાણીવર્તન સાચવી દેહને,મુક્તિમાર્ગે એ દોરી જાય
ક્ષમા યાચના કરતાં જીવને,વ્યાધીથી બચાવી જાય
સાચી ભક્તિ રાહ લેતાં,સંત જલાસાંઇને કેમ ભુલાય
આવીઆંગણે પરમાત્મા રહે,એજ સાચી રાહ કહેવાય
………..કુદરતની આ છે કરામત.
૭***************૭***************૧૧
July 6th 2011
. અદભુત સંગમ
તાઃ૬/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાંચ શુક્રવાર,પાંચ શનિવાર,ને પાંચ રવિવાર
અદભુત કૃપા પ્રભુની,ના આવે સંગમ કોઇવાર
૨૦૧૧ ના જુલાઇ માસનો,આ અદભુત છે અવતાર.
વર્ષો વર્ષ તો વહીં ગયા,કેટલાય જીવો જીવી ગયા
ગણતરીની નાતાકાત કોઇની,ઘણુ બધુ ભુલી ગયા
ભાગ્યની ભેખડ બતાવી, કાગળોને છો ચીતરી રહ્યા
ના પરખાય કલમપ્રભુની,જીવપર એ કૃપા કહેવાય
………….૨૦૧૧ ના જુલાઇ માસનો.
એક,દસકે સો વર્ષેપણ,અદભુત સંગમ ના મેળવાય
નશીબની બલીહારી કે ૨૦૧૧ માં,આપણાથી જોવાય
તકમળી છે જીવને દેહથી,સાર્થકતા ભક્તિએ દેખાય
સાર્થક જન્મની ઉજ્વળ રીત,માનવતા એ મેળવાય
………….. ૨૦૧૧ ના જુલાઇ માસનો.
???????????????????????????????????????????????