July 7th 2011

કેમ ભુલાય

                        કેમ ભુલાય

તાઃ૭/૭/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ છે કરામત,જગે કોઇથીય ના પકડાય
નિર્મળતાની શીતળ વાણી,સાચી ભક્તિએ સહેવાય
                          …………કુદરતની આ છે કરામત.
માનવદેહની દેણ પ્રભુની,જ્યોતજીવનમાં મેળવાય
સાચી રાહની કેડી પકડતાંજ,જન્મ સફળ થઈ જાય
બાળક દેહને પ્રેમદેતાં,ને જુવાનીમાં જોશને પકડાય
જન્મ સફળ કરતાં પ્રભુને,જીવથી કેમ કદીય ભુલાય
                          …………કુદરતની આ છે કરામત.
વાણીવર્તન સાચવી દેહને,મુક્તિમાર્ગે એ દોરી જાય
ક્ષમા યાચના કરતાં જીવને,વ્યાધીથી બચાવી જાય
સાચી ભક્તિ રાહ લેતાં,સંત જલાસાંઇને કેમ ભુલાય
આવીઆંગણે પરમાત્મા રહે,એજ સાચી રાહ કહેવાય
                          ………..કુદરતની આ છે કરામત.

૭***************૭***************૧૧

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment