October 22nd 2010

બંધન

                         બંધન

તાઃ૨૨/૧૦/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

લેખ લખેલા ના મિથ્યા થાય,એ તો વર્તનથી દેખાય
શાણીવાણી નાસંભળાય,જ્યાં પવિત્ર જીવ તરછોડાય
                            ………..લેખ  લખેલા ના મિથ્યા.
જન્મમળ્યો રાજકુળમાં જગે,ને અઢળક સંપત્તિ દેખાય
કર્મના બંધન નાછોડે દેહને,સમયે ભીખ માગવા જાય
                             ………..લેખ લખેલા ના મિથ્યા.
મળી જાય છે માયા જગની,છોને ઉજ્વળ કુળે જન્માય
પ્રભુની કૃપા જ્યાં જાયછે દુર,ત્યાં મારપડે જગે ભરપુર
                           ……….. લેખ લખેલા ના મિથ્યા.
સંસારના સંબંધ સાચવીને,મન ભક્તિમાં રહેછે ચકચુર
ઘરમાં ભક્તિભાવના વાદળથી,મળીજાય શ્રધ્ધાભરપુર
                          ……….. લેખ લખેલા ના મિથ્યા.
લખેલાલેખ ના મિથ્યાથાય,પણ થાય કૃપાએ અણસાર
બંધન દેહના છુટતાચાલે,જ્યાં સાચી ભક્તિને મેળવાય
                          ……….. લેખ લખેલા ના મિથ્યા.
મારાની મમતા રાખતો જીવ,ભટકી રહે ભવસાગરમાંજ
પૃથ્વી પરના આગમનમાં,પ્રાણીપશુ કે જળચર જન્મેએ
                           ………..લેખ લખેલા ના મિથ્યા.

#####################################

October 21st 2010

કદમ કદમ

                            કદમ કદમ

તાઃ૨૧/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમથી કદમ મળેતો,ક્યાંય ચાલી જવાય
ખાડા ટેકરા ખુંદી જતાં તો,મંજીલ મેળવી લેવાય
                 ………..કદમ કદમથી કદમ મળે તો.
માનવદેહે મળે અણસાર,જે બુધ્ધિ એજ સમજાય
સદ વિચારની શ્રેણી મળતાં,કદમ કદમ પરખાય
સાચી રાહ પ્રભુ કૃપાએ મળે,જ્યાં આશીર્વાદ હોય
અહંકારનો ઉંમરો છોડતાં,સાચી રાહ દોર મેળવાય
                 ………..કદમ કદમથી કદમ મળે તો.
દેખાય દીશાઓ ચારજગે,પણ ના મનથી સમજાય
સાથમળે જ્યાં સ્નેહે સાચો,ત્યાં મળી જાય છે જ્ઞાન
પારખીલેતાં કદમ સંગીનો,પ્રેમે જીવન આ હરખાય
સન્માનની કેડી આવે દોડી,આજન્મ સફળ થઈજાય
                 ………..કદમ કદમથી કદમ મળે તો.

******************************

October 17th 2010

વિધીના વિધાન

                       વિધીના વિધાન

તાઃ૧૭/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

લખેલા લેખ વિધીના,ના કોઇથીય એ ઓળંગાય
માનવીના મનની ગાથાને,પ્રભુ કૃપાએ સમજાય
                            ……….લખેલા લેખ વિધીના.
મંગળફેરા ફરી લીધા ત્યાં,સંબંધના બંધન દેખાય
જીવન જીવવાની સાચી કેડી,સહવાસે મળી જાય
ભુલોથી ભરેલી આ સાંકળને,ના કોઇથીય છટકાય
દેહના બંધનનો શણગાર,સાચી ભક્તિએજ તોડાય
                             ……….લખેલા લેખ વિધીના.
કરી લીધેલા કામ જીવે,દેહના બંધને જ સચવાય
મળશે માયા મોહ ભટકતાં,મેખ જેવા જગે કહેવાય
કલમ વિનાયકની ચાલતાં,દેહને બંધનો મળીજાય
ટળી શકેના લેખ લખેલા,ભક્તિએ પામર બનાવાય
                             ………..લખેલા લેખ વિધીના.

+++++++++++++++++++++++++++++

October 15th 2010

ઉજ્વળ કિરણ

                       ઉજ્વળ કિરણ

તાઃ૧૫/૧૦/૨૦૧૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સદા રાખજો હેત પ્રભુથી,તો પુરણ થશે સૌ કામ
ઉજ્વળ કિરણ મળશે જીવનમાં,થઇ જશે ઉધ્ધાર
                        ……….સદા રાખજો હેત પ્રભુથી.
નામ અનેક મળશે અવનીએ,મુંઝવણ મળશે હજાર
શ્રધ્ધા રાખી એકને ભજજો,તો પુરણ થશે સૌ કામ
કળીયુગનીસીડી ઉંચી,સાચવી ચાલજો ડગલાં ચાર
મળશે સહવાસસંતનો,પળપળ જીવનમાં સચવાય
                          ……….સદા રાખજો હેત પ્રભુથી.
માળાના મણકા ના ગણવા,લેજો ભક્તિનો સંગાથ
આંગણે આવી આશીશદેશે,ના શોધવી જીવે લગાર
ઉજ્વળ જીવન ઉજ્વળ કિરણ,તરી જશો ભવ સાત
જીવને મળશે કૃપાપ્રભુની,આ જન્મ સફળ થઇજાય
                            ……..સદા રાખજો હેત પ્રભુથી.
મળે આશીશ માબાપની,ત્યાં દેહને રાહ મળી જાય
ઉજ્વળ જીવન જગે દીસે,જ્યાં ભક્તિ મનથી થાય
સિધ્ધીના સોપાન સરળ થતાં,ઉંમરાઓ ઓળંગાય
ભક્તિ કિરણ અંતરમાં મળતાં,આ દેહ પવિત્ર થાય
                        ……….સદા રાખજો હેત પ્રભુથી.

===============================

October 13th 2010

નિરાધાર

                          નિરાધાર

તાઃ૧૩/૧૦/૨૦૧૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરાધારનો આધાર બનતા,હૈયુ મારું હરખાય
મળેલ જન્મ પાવન થતાં,જન્મ સફળ દેખાય
                ……….નિરાધારનો આધાર બનતા.
બનુ સહારો અપંગનો,ડગલાં એ ભરતો થાય
એક ચાલતા અચકાય જે,તે દસ ચાલી જાય
આંગળી નાની હાથની,જ્યાં પંજાથી પકડાય
મળતા દેહને સથવાર,એ આધાર બની જાય
                ……….નિરાધારનો આધાર બનતા.
અવની પરના આગમને,માએ દીધોછે જન્મ
કષ્ટ વેઠી મોટા કર્યા છે,એતો માનો છે ઉમંગ
સંતાનપ્રેમ એ માબાપની ભુખ,ના પુરી થાય
ઉંમરના આરે સંતાન સંગ,આધાર મળી જાય
                 ……….નિરાધારનો આધાર બનતા.
કળીયુગ સતયુગની કેડી,પૃથ્વી પર સમજાય
જન્મમળતાં જીવનેજગે,કર્મબંધન મળી જાય
પરમાત્માની એક નજરે,જીવન ઉજ્વળ થાય
સાચીભક્તિનો સંગલેતા,ના નિરાધારરહેવાય
                 ……….નિરાધારનો આધાર બનતા.

+++++++++++++++++++++++++++++

October 4th 2010

સમયના વ્હેણ

                          સમયના વ્હેણ

તાઃ૪/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયના ચાલતા વ્હેણને ના કોઇથી રોકાય
             સમજ ના આવતા માનવીથી ક્યારેક એ ટોકાય
અજબ કુદરતની અજબ લીલા અવનીએ કહેવાય
           જન્મ મળેલ જીવના દેહને અહીંતહીં એ લઈ જાય
                               ………….સમયના ચાલતા વ્હેણને.
પકડી કેડી ચાલતા માનવીને મહેનતથી સમજાય
        મળી જાય અણસાર પ્રભુનો ત્યાં જીવન છે મલકાય
આજકાલના આ વ્યવહારમાં દેહ જલ્દી છે ફસાય
        મળીજાય સહવાસ સંગીનીનો જીવન ત્યાં સમજાય
                                 ………..સમયના ચાલતા વ્હેણને.
નિર્ધન ને ધનવાનના વમળમાં દેહ આ જકડાય
           માનવતા મુકાઇ જતાં માનવ જીવન આ વેડફાય
સુખદુઃખનો સંગાથ મળતા દેખાય સમયના વ્હેણ
            સમયપારખી ચાલતાં સંગે મળે સરળતા ને સ્નેહ
                                 ………..સમયના ચાલતા વ્હેણને.

+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+

October 3rd 2010

સમયની સાચવણી

                         સમયની સાચવણી

તાઃ૩/૧૦/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંમત દઇદે રાહ જીવનને,નિર્મળ જીવન પણ મળી જાય
આવીઆંગણે મળે સફળતા,જ્યાંસમયની સાચવણી થાય
                               ………..હિંમત દઇ દે રાહ જીવનને.
મોહ માયાના અતુટ બંધન,જન્મ મળતા દેહથીએ બંધાય
સફળતાની સીડી દુરરહેતા,વ્યાધીઓથી કદીય ના છુટાય
એક તોડતાં બીજી છે બાજુમાં,જે કદી કોઇથીય ના તોડાય
મળે અણસાર જીવનમાં તેનો,જે સમયને પકડતાં બચાય
                             ………… હિંમત દઇ દે રાહ જીવનને.
સમય કદીના પકડાય કોઇથી,પણ સમજી સાથેછે ચલાય
દેહનેસંબંધ ઉંમરથી સાચો,જે સમયે દેહને જોતાં વરતાય
મળે સહવાસ,સાથ ને સ્નેહજગે,જ્યાં માનવતાએ જીવાય
સમયની સાચી સમજણ મનથી,જે સદબુધ્ધિએ મેળવાય
                              …………હિંમત દઇ દે રાહ જીવનને.

++++=====+++++=====+++++=====+++++

October 2nd 2010

હાથની પકડ

                         હાથની પકડ

તાઃ૨/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં અડગ છે શ્રધ્ધા,ને મળે પ્રભુની કૃપા
જકડે હાથ જ્યાં કાયા,દેહ બની જાય કદરૂપા
                      ………મનમાં અડગ છે શ્રધ્ધા.
આંગળી એક દઇદે ટેકો,ને હાથ બને હથીયાર
બાળકનો આધાર બને,ને માનવીનો સથવાર
કલમપકડી આંગળીએ,ત્યાં દઇદે એ અણસાર
પકડહાથની એવીભઇ,કદીક મૃત્યુએ લઇ જાય
                       ………મનમાં અડગ છે શ્રધ્ધા.
સ્નેહની સાંકળ ન્યારી,ઉજ્વળજીવન કરી જાય
બને હાથ હથોડો જ્યારે,વ્યર્થ જીવન થઇ જાય
હાથ કદી હથીયાર બને,ને આંગળી એ સંગાથ
પ્રેમથી પકડેલ આંગળી,જન્મ સાર્થક કરી જાય
                       ……….મનમાં અડગ છે શ્રધ્ધા.

====++++=====++++=====++++===

September 30th 2010

મારું મારું

                             મારું મારું

તાઃ૩૦/૯/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મારું કરતો માનવ,જગતમાં એફરતો જ જાય
મળી જાય જ્યાં અપંગતા,ત્યાં એ તારું કહેતો થાય
                             ……….મારું મારું કરતો માનવ.
નિર્ધનતાને પામતા જગતમાં,સમય શોધવાને જાય
મહેનતને જ્યાં નેવેમુકે,ત્યાં નાકોઇ મારું એને દેખાય
અહંકારની ઓટલી મળતાંતો,ઉંમરાઓ એ ચુકી જાય
સ્વાર્થમોહને લોભ છોડતાં,કંઇક કંઇક મારુંએ સમજાય
                              ………..મારું મારું કરતો માનવ.
સકળ સૃષ્ટિના કર્તારે દેહને,દીધો જન્મ મરણનો સાર
સફળ જન્મની એકજ લકીર,જ્યાં ભક્તિ થાય અપાર
મારું તારું ના બંધન તુટતાં,થઇજાય જીવનો ઉધ્ધાર
આંગણેઆવી પ્રભુ કહે,દઇદે તારા જીવનનો સહવાસ
                             ………..મારું મારું કરતો માનવ.

==============================

September 27th 2010

અદભુત કહેવાય

                             અદભુત કહેવાય

તાઃ૨૭/૯/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુરબીન લઇને દુનીયા જુએ,વાહનોથી માઇલો જવાય
પ્રભુ કૃપાને ના પરખાય કોઇથી,અદભુત એજ કહેવાય
                          ………દુરબીન લઇને દુનીયા જુએ.
લાકડીનો ટેકો ને બલુનનીસફર,અહીંતહીં એ લઇ જાય
હદયને જોવા એક્ષરે શોધે,ને હવામાન ભઇ થર્મોમીટર
દવા છાંટીને એ માંકણ મારે,વરસાદથી બચે લઇ છત્રી
આધારની લીલા અવનીપરની,ના દેહને એ છોડવાની
                           ………દુરબીન લઇને દુનીયા જુએ.
વિશાળ દુનીયા સૌને લાગે,પડે પરમાત્માની એક દ્રષ્ટિ
આકાશ પાતાળ ને ધરતી,એ જ અજર અમર છે સૃષ્ટિ
પાંદડું હાલે પ્રભુ કૃપાએ,ને પૃથ્વીએ સવાર સાંજ દેખાય
પરમાત્માને નાદીઠા કોઇએ,જગમાં અદભુત એ કહેવાય
                         ………..દુરબીન લઇને દુનીયા જુએ.

==================================

« Previous PageNext Page »