May 23rd 2010

યુગી માયા,મમતા

                     યુગી માયા,મમતા

તાઃ૨૩/૫/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતના આ આંગણે જગતમાં,અનેક લીલાઓ થાય
માનવ જીવન મળે જીવને,ત્યારે સમયે જ ઓળખાય
                                 ………કુદરતના આ આંગણે.
સપ્તરંગી આ દુનીયામાં,જીવને અનેક અનુભવ થાય
ક્યારે કેવો કોની સાથે ને કેમ, એ ના કોઇથી પરખાય
વધુ જ્ઞાનની વ્યાધી છે,જે વિજ્ઞાનથી કળીયુગે દેખાય
અતિ જ્યાં આંબેદેહને,ત્યાં માનવીબુધ્ધિ વેડફાઇ જાય
પારખ મળે જીવને મનથી,જ્યાં સાચી ભક્તિ મેળવાય
                                ………..કુદરતના આ આંગણે.
સતયુગમાં મળેલ દેહને,જગે માયા પ્રભુ કૃપાની  થાય
સતસંગ સંસારની સાચીસીડી,જે સાચાભક્તોથી દેખાય
મમતામળે માબાપની સંતાને,ત્યાં જીવન ઉજ્વળથાય 
ના ભગવા ની જરૂર સતયુગે,કે ના નારીદેહથી ભડકાય
માતાજીની કૃપા મળતાજ જગમાં,ઘર સ્વર્ગ બની જાય
                                 …………કુદરતના આ આંગણે.
કામણ લીલા કળીયુગની,ના કોઇથી જગતમાં છટકાય
ભક્તિના બારણા બતાવી,કળીયુગી લાભ મેળવી જાય
માયાને કળીયુગમાં જોતાં,દેખાવ દેહનોજ દેખાઇ જાય
શ્રધ્ધારાખી દેખાવનીદેહે,ત્યાં માનવી પગે લાગી જાય
અસરપડે જ્યાં સમયની,ત્યાં મતી પણ બદલાઇ જાય
                                 ………..કુદરતના આ આંગણે.
સતયુગ કળીયુગની મતી બતાવી,લાભ તમારો લેવાય
નાસમજ આવેમાનવીને,જ્યાં કળીયુગી પડદોપડી જાય
ભક્તિ સાચી ઘરમાંકરતાં,પવિત્ર રાહ સંસારે મળી જાય
આંગણેઆવી પ્રભુરાહજુએ,ત્યાંજજીવનો જન્મસફળ થાય
નાદમડી કે દેખાવની જરૂરપડે,કે ના આધીવ્યાધી દેખાય
                                     ……….કુદરતના આ આંગણે.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

May 19th 2010

પ્રેમનુ વળતર

                       પ્રેમનુ વળતર

તાઃ૧૯/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની ચાલતી ગાડીમાં,સહવાસ મળતો જાય
અંતરથી સાચી લાગણીથી,આજીવન મહેંકી જાય
                    ……….સમયની ચાલતી ગાડીમાં.
જીવને ના ઓળખાણ જગે,જન્મ મળતા સમજાય
કર્મનાબંધન પારખે જીવ,જ્યાં મળીજાય માબાપ
આંગળી પકડતા પહેલા,માથી સ્વાસ્થ્ય મેળવાય
માતાના પ્રેમનું વળતરે,સંતાન ચરણે નમી જાય
                     ………સમયની ચાલતી ગાડીમાં.
પિતા પ્રેમનીસીડી છે,માતાના પ્રેમથીએ જોવાય
પગલી ભરવા સંતાનની,જ્યારે આંગળી પકડાય
જન્મ સાર્થક કરવા દેહે,પિતાથી જ દોરવણી થાય
પિતાપ્રેમનુ વળતરએ,કે બુધ્ધીબળથી જીવી જાય
                       ………સમયની ચાલતી ગાડીમાં.
ભક્તિ કરતાં ભાવથી,પ્રભુ કૃપા જીવનમાં લેવાય
મુંઝવણનો જ્યાં માર્ગમળે,ત્યાં ભક્તિપ્રેમ કહેવાય
સરળ થાય સંસારીજીવન,જે સંતની કૃપાએ થાય
સંતના પ્રેમનુવળતર,જગતમાં નાકોઇથી ચુકવાય
                        ……….સમયની ચાલતી ગાડીમાં.

===============================

May 17th 2010

સરળ સ્નેહ

                        સરળ સ્નેહ

તાઃ૧૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સપ્તરંગી આ દુનીયામાં ભઇ,અજબ ગજબના વ્હેણ
સમજ નાઆવે આમાનવીને,ક્યારે સાપ મારશે ફેણ
                        ………સપ્તરંગી આ દુનીયામાં.
સાથેચાલે સહયાત્રી બની,સહારો સૌથીવધુ લઇજાય
મનમાં એમકે માનવતાએ,જીવને સથવારોજ દેવાય
કળીયુગની આ કામણ લીલા,તમને એ ના સમજાય
ભોળપણની આસરળતા છે,જે સ્નેહથીજ અપાઇ જાય
                          ………સપ્તરંગી આ દુનીયામાં.
દાણા નાખેલ ચબુતરે,જે પક્ષીને સરળ સ્નેહ દેખાય
આવે પ્રેમથી ચણીય જાય,ત્યાં પકડી પિંજરે પુરાય
માનવતાના સહવાસમાં,મળી જાય નિસ્વાર્થી પ્રેમ
શ્રધ્ધા ભક્તિના સહવાસે,સ્નેહે જન્મસફળ થઇજાય
                       ………..સપ્તરંગી આ દુનીયામાં.
કળીયુગના આ વાવડમાં,ના કોઇથી કાંઇ પરખાય
દેખાવની આદુનીયા એવી,સમય આવે ઓળખાય
પિતા પુત્રની પ્રીત આઘી,જ્યાં સ્વાર્થજ જકડી જાય
સહવાસ રાખતાં ભક્તિનો,જીવની ઝંઝટ ટળીજાય
                        ………..સપ્તરંગી આ દુનીયામાં.

——————————————————-

May 14th 2010

દુશ્મન

                        દુશ્મન

તાઃ૧૪/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સર્જનહારની લીલા જગે એવી,જે બુધ્ધિથી જ સમજાય
અકળવાણીને પારખી લેવી,નહીં તો દુશ્મન ફાવી જાય
                             ……..સર્જનહારની લીલા જગે એવી.
મારું મારું સમજ રાખતાં,કળીયુગમાં જીવન ના જીવાય
સરળ સ્વભાવ રાખી જીવતાં,ઘણીજ તકલીફો મેળવાય
એક કામની સરળતા મળતાં, બીજા અનેક છે અકળાય
વણ માગેલી તકલીફો લઇને,દુશ્મન સામેજ આવીજાય
                            ……..સર્જનહારની લીલા જગે એવી.
તનથી ટેકો લઇને ચાલતાં,ડગમગ ચાલી પણ જવાય
સોટીનો સહારો મળતો રહે,જ્યાં સુધી ના તુટીએ જાય
મિથ્યા મોહ જીવનના શોધતાં,દેહને વ્યાધીઓ દેખાય
સરળ જીવન જ્યાં પામીએ,ત્યાંતો દુશ્મન આવી જાય
                           ……..સર્જનહારની લીલા જગે એવી.
અંધારામાં ઉજાસને શોધવા,માનવતાય મોકળી થાય
અજબ અનોખી શક્તિ જગમાં,પ્રભુ ભક્તિએ મેળવાય
માયાના બંધન જો છુટે,ત્યાં તો કળીયુગી તુટે લગામ
કૃપાની એક બુંદ પડતાં દેહે,દુશ્મન પણ ખોવાઇ જાય
                       ………સર્જનહારની લીલા જગે એવી.

====================================

May 6th 2010

સુખની શોધમાં દુઃખ

                    સુખની શોધમાં દુઃખ

તાઃ૬/૫/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની આ કતારમાં,ભઇ શોધવા નીકળ્યો સુખ
અથાગ મહેનત માથે પડી,બારણે આવી ઉભુ દુઃખ
                      ……….કળીયુગની આ કતારમાં.
ડગલુ ભરતાં હું વિચારુ,છો ધ્યેય ઉભોહોય થોડો દુર
સમજ મારી સાચવી લેતો,ના રહેતો મોહમાં હું ચુર
કામણગારો છે આ કળીયુગ,આવશે લાલચમોહ લઇ
સાચવતાં જો વારલાગશે,દુઃખનો દરીયો મળશે ભઇ
                     ………..કળીયુગની આ કતારમાં.
મોહ માનવીની સીડી છે,જે જીવને અનેક દે સોપાન
ભક્તિપ્રેમનો મળે જો ટેકો,ઉજ્વળ જીવનદે ભગવાન
લકીર કેવી પકડી જીવે,એ તો અનુભવથી મેળવાય
સુખનીશોધમાં નીકળતા,કળીયુગમાં દુઃખ મળી જાય
                       ………..કળીયુગની આ કતારમાં.

              ============

May 5th 2010

રવિ અને કવિ

                   રવિ અને કવિ

તાઃ૫/૫/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જતન જીવના કરતા પ્રભુજી,ના મળે કોઇ અણસાર
પામર જીવ પણ સરળ રહે,જ્યાં રવિ કવિ સહવાય
                          ………જતન જીવના કરતા પ્રભુજી.
પ્રભાતના કોમળકિરણો દીસે,જે જગે ઉજ્વળતાજ દે
જાગી જગતમાં જીવો ફરે,પાવન જીવન કરવા છેક
કિરણ ઉજ્વળતાના દેવાને,પ્રભાતને સંધ્યા રવિ કરે
કુદરતની આ ન્યારી લીલા,પ્રભુ કૃપાએ જ મળી રહે
                        …………જતન જીવના કરતા પ્રભુજી.
માની કૃપા અતિ દયાળુ,જે બુધ્ધીની સંગી બની રહે
ઉદય અસ્તનો સંબંધ રવિને,કવિને કોઇ ના કળી શકે
શબ્દોના સહવાસમાં જગતમાં,સૌનો પ્રેમએ મેળવીલે
નાપહોંચે જ્યાં રવિ જગતમાં,કવિતો ત્યાં પહોંચી જશે
                         ………….જતન જીવના કરતા પ્રભુજી.

================================

May 4th 2010

પક્ષીની આંખે

                       પક્ષીની આંખે

તાઃ૪/૫/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉડી ગગનમાં વિચરણ કરે,ને કરે માળામાં લહેર
પાંખ પ્રસારી ભ્રમણકરે,ને જુએ આંખથી આમહેર
                 …………ઉડી ગગનમાં વિચરણ કરે.
નીચે આવી ચણ ચણે.જ્યાં વેરે પ્રેમથી ચણાદાળ
ભડકરાખે માનવીની,જે અચાનક પીંજરે પુર જાય
મુકે દાણા અન્નનાનીચે,ને રાખે પાણીની પણપોળ
સમજે માનવી એમ,કે ના પક્ષીમાં બુધ્ધિની છોળ
                   ……….ઉડી ગગનમાં વિચરણ કરે.
માળોબનાવે લાકડાનીડાળનો,જ્યાં રાત્રીનો વિસામ
સવાર પડતાં ઉડીજવું ત્યાં,મળે જ્યાં દાણાની મહેર
અહીંયાં ઘરલાકડાના માનવીના,ના ઉડવાની લકીર
પડે ઝાપટ જ્યાં કુદરતની,ના છટકવાની કોઇ રીત
                     ……….ઉડી ગગનમાં વિચરણ કરે.
માનવ જીવન વ્યર્થ બને,જ્યાં ના કુદરતની આંખ
પક્ષીની જીંદગી ન્યારી,જે સગી આંખે જોઇ જીવાય
બચી જવાની અનેકરીતો,ના માનવીમાંદેખાય એક
ઉડીજાય જ્યાં તકલીફજુએ,માનવી લબડીજાય છેક
                      ……….ઉડી ગગનમાં વિચરણ કરે.

++++++++++++++++++++++++++++++++++++

May 2nd 2010

આંગળીનો અણસાર

                    આંગળીનો અણસાર

તાઃ૨/૫/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક આંગળી કરતાં કોઇને,સમજવામાં જ છે સાર
ત્રણ પોતાની તરફ,એ વિચારે એજ છે સમજદાર
                    ……… એક આંગળી કરતાં કોઇને.
સારું કામ કરવું જીવનમાં,એ છે સંસ્કારનો પ્રભાવ
આંગળી કોઇને ના ચીંધાય,એ છે પુણ્યનો પ્રતાપ
                    ……….એક આંગળી કરતાં કોઇને.
સમજ સાચી આવે જીવે,ત્યાં પરમાત્માય હરખાય
ના મિથ્યા જીવનથાય,જ્યાંપ્રેમે જલાસાંઇ ભજાય
                     ……….એક આંગળી કરતાં કોઇને.
કર્મ જીવના જ  બંધન છે,જે તન જગે દઇને જાય
વાણી વર્તન સેવા ભક્તિ,સત્કર્મથી સહેવાઇ જાય
                     ……….એક આંગળી કરતાં કોઇને.
મારાની મમતા રાખતા જગમાં,દેહ જકડાઇ જાય
વ્યાધીબારણું ખોલીજાય,ત્યાં જીવન વેડફાઇ જાય
                     ………. એક આંગળી કરતાં કોઇને.
આંગળીદીધી પરમાત્માએ,જેનાથી પુંજનઅર્ચનથાય
જીવને મળી જાય શાંન્તિ,ત્યાં જન્મ મરણ છુટી જાય
                      ……….એક આંગળી કરતાં કોઇને.

+++++++++++++++++++++++++++++++++

April 30th 2010

શક્તિ

                                  શક્તિ

તાઃ૩૦/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલી મહેનત,જેની જીવન સંગે સહેમત
સફળતાની એ શક્તિ,ના કદી કોઇથી એ ઢળતી
                    ……… મનથી કરેલી મહેનત.
હાના ની ના કોઇ વ્યાધી,કે ના આવે કોઇ આંધી
સરળતા સંગે સફળતા,એ ચાલે સહસંગીની થઇ
સ્વચ્છ બને જ્યાં જીવન,ત્યાં પ્રભુની કૃપા શક્તિ
માનવતાની સુવાસ મહેંકે,ને થાય સાચી ભક્તિ
                  …………મનથી કરેલી મહેનત.
ચિંતન મનથી થાય,જ્યાં વિચારોને વળ દેવાય
વ્યાધી ભાગતી દુર રહે,ને સફળતા મળતી જાય
શક્તિએ તાકાત મનની,જ્યાં વિટંમણા અટવાય
મળીજાય સોપાનનોસંગ,ને સફળતાઓ ઉજવાય
                    ……….મનથી કરેલી મહેનત.

===============================

April 24th 2010

મુલાકાત

                               મુલાકાત

તાઃ૨૪/૪/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને બંધન લાગે અનેક,ના આવે જીવની સાથે છેક
મુલાકાત સાચા સંતની, જન્મ સફળ કરવા જરૂર એક
                          ………..દેહને બંધન લાગે અનેક.
વ્યાધી આવે ને જાય અનેક,છે જીવ દેહના એ બંધન
શાંન્તિ અશાંન્તિ આવે છેક,ના માગણી કદીય મનથી
મળશે જીવને માયાજગે,કળીયુગનીએ લીલા કહેવાય
મુલાકાતી અમૃત જ્યાં મળે,ત્યાંજન્મ સફળ થઇ જાય
                       …………દેહને બંધન લાગે અનેક.
સંસારના બંધન સાંકળ જેવા,ના ચાવી વગર ખોલાય
મળી જાય ચાવી ભક્તિની,જે જીવનને ધન્ય કરી જાય
સાચા સંતની પારખ ભક્તિ,જીવને શાંન્તિ એ દઇ જાય
માગણીથી જે ના મળે જીવને,તે એક મુલાકાતે લેવાય
                       ………….દેહને બંધન લાગે અનેક.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

« Previous PageNext Page »