September 29th 2009
મનુષ્ય જન્મ
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માણસાઇ મારી એવી,જેમાં માનવતા દેખાય
સરળતાની સૃષ્ટિમાં,સાચો પ્રેમ જગે કહેવાય
……..માણસાઇ મારી એવી.
સુખદુઃખના સાગર છે સૌને,ના કોઇથીએ છોડાય
નાનામોટા કે સાધુફકીરને,સાથે જ વળગી જાય
કરતા કામ જગમાં એવા,જ્યાં પ્રેમ વરસી જાય
એવી ભાવના વૃત્તિ સાચી,ને પરમાત્મા હરખાય
……..માણસાઇ મારી એવી.
મળશે માયા જીવ સાથે,મમતાનો ભરેલ ખજાનો
ભાગી શકશે ના દેહ કોઇ,જે આવે જીવ અવનીએ
સાથ અને સહકારના બારણે,પ્રભુ પધારે હરવાર
માણસાઇની એરીતનિરાળી,જ્યાંમળે પ્રભુનીપ્રીત
…….માણસાઇ મારી એવી.
***********************************
September 29th 2009
ભુખનો ભંડાર
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે જીવને અવનીએ, જન્મ મળ્યો કહેવાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવ,જગે દેહ ધરી હરખાય
……..દેહ મળે જીવને અવનીએ.
ઉજ્વળતાના સોપાનમળે,જ્યાં મળે માનવદેહ જગે
જન્મ મૃત્યુના બંધન જીવના,પ્રભુ કૃપાએ ટળી જાય
દેહને સંબંધ છે વળગેલો,ના કોઇથી જગમાં એ છુટે
પામેમુક્તિ જીવઅવનીએ,રહેજ્યાંપ્રભુ ભક્તિની ભુખ
………દેહ મળે જીવને અવનીએ.
પશુ પક્ષીની વૃત્તિના કોઇ, જીવન જગમાં જીવી રહે
દેહની એવી સૃષ્ટિ જગતમાં, ભુખ સૌને વળગી રહે
અન્નભુખ ને પ્રેમભુખ છે એવી,નાના મોટા દેહે મળે
અવનીનાઅવતાર પરજીવને,ભુખનોભંડાર મળીરહે
………દેહ મળે જીવને અવનીએ.
પિતા પુત્ર ને ભાઇ બહેન,સાથે સંબંધીઓનો સહવાસ
ઉજ્વળ માનવ જીવનથાય,જ્યાં મળેપ્રેમનો અણસાર
પાવનધરતી જગમાં છે,જ્યાંલીધો નારાયણે અવતાર
રામકૃષ્ણના નામની ભુખ,છે જન્મ સફળ જગનો જરુર
………દેહ મળે જીવને અવનીએ.
+++++++++++++++++++++++++++++++++++++
September 24th 2009
વિચાર,વહેતી ગંગા
તાઃ૨૩/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નીર ગંગા જમુનાના જગતમાં,અમૃત છે કહેવાય
સ્નેહદેતા પવિત્ર વિચારે,માનવજીવનછે મહેંકાય
……..નીર ગંગા જમુનાના.
માનવતાના દરેક સોપાને, પ્રેમ પ્રેમજ છે દેખાય
સ્નેહ સાગર ભરી રહે ,ને સદા શિતળતા સહેવાય
મનમંદીરના બારણેઆવી,પ્રેમ ખોબેખોબે લઇજાય
ઉમંગને ના ઓવારો આવે,કે સ્નેહ પણ ઓછોથાય
……..નીર ગંગા જમુનાના.
કુદરતની અજબલીલા, ના કૃપા કદી જોઇ શકાય
આવી મળી જાય માનવને,ના તેનાથી સમજાય
કરતા વિચાર ભક્તિ ભાવથી, સ્નેહ સદા લહેરાય
ગંગા જમુનાના નીરજાણે,વાણી વિચારે મળીજાય
……..નીર ગંગા જમુનાના.
પ્રભુકૃપાને પામવા કાજે,મંદીર મસ્જીદમાં સૌ જાય
સરળતાનો સહવાસ મળતા,પ્રભુ ઘરમાં આવીજાય
પ્રેમનીલહેર આવી જીવનને,અમૃત પ્રેમે આપીજાય
મળે માનવીને માનવતા,ત્યાં જીવ સદગતીએજાય
…….નીર ગંગા જમુનાના.
===================================
September 22nd 2009
સંબંધ શીતળતાનો
તાઃ૨૧/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ વાયરો ને શીતળ પ્રેમ,સ્નેહ આપી જાય
મનમાં મળે ઉમંગ અનેરો, ને જીવન મહેંકી જાય
……..શીતળ વાયરો ને.
આવજો આંગણે પ્રેમ લઇને. સ્નેહ મળશે અનેરો
મહેંક માનવતાની મળશે,નેઉજ્વળ જીવન સંગે
મુક્તિ મળશે માગણીઓથી,સ્નેહ ઉભરશે મનથી
જ્યાં શાંન્તિ આવશેદોડી,ને ભાગશે લોભ તમથી
……. શીતળ વાયરો ને.
પ્રેમની પાંપણ ખોલતા,કુદરતનીમળશે શીતળતા
શાંન્તિનોઉભરો આવશેદોડી,લઇને સાથે માનવતા
મનમાં ઉમંગ તનમાં સ્નેહ,આંખોને મળે અણસાર
પ્રેમઅને વાયરાની શીતળતા,લઇ આવે ભગવાન
……. શીતળ વાયરો ને.
=================================
September 21st 2009
ચતુરાઇની દીવાલ
તાઃ૨૦/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એકડો ઘુંટતા બગડો આવ્યો,ને તગડો ત્રેવડ લાવ્યો
ચોથાની ચિંતા જ્યાં કરતો,ત્યાં પાંચડો પ્રેમ લાવ્યો
……..એકડો ઘુંટતા બગડો.
જગતનીમ છે એવો જાણે,વળગી ચાલે એક પાને બે
આવેબીજા મળવાકાજ,જે આવતાવ્યાકુળતામળીજાય
……….એકડો ઘુંટતા બગડો.
તીરથનીરખી પાવનકાજ,જ્યાં ભક્તિથી દ્રષ્ટિ કરીએ
મળી જાય મોહ માયા ત્યાં, જ્યાં ભીખ માગતા આવે
…….. એકડો ઘુંટતા બગડો.
ચતુરાઇની છે ચાર દીવાલ, સમજી વિચારી જ્યાં ચાલો
નાવ્યાધી કે ઉપાધીઆવે,જ્યાંબંધનચારદિવાલનાઆવે
……….એકડો ઘુંટતા બગડો.
બુધ્ધી દીધી પરમાત્માએ,જ્યાં સમજી વિચારી ચલાય
લાગણી મળે ને ઉજ્વળ જીવન, પાવન ઘર થઇ જાય
………એકડો ઘુંટતા બગડો.
)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)
September 20th 2009
માયાવી લાગે સંસાર
તાઃ૧૯/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની સાંકળ જીવને વળગે,
ના તેમાંથી કોઇ છટકે
અવનીપરના આગમનેએ આવે,
જીવ મુક્તિ પામતા અટકે
…….સંસારની સાંકળ જીવને.
ભજન ભક્તિનો સંગ મળતા,
જન્મ સફળતાને છે નિરખે
પરમ પ્રેમની દ્રષ્ટિ પ્રભુની,
માનવજીવન સદાય મહેંકે
…….સંસારની સાંકળ જીવને.
કરુણા સાગરની અજબલીલા,
માયા સંસારને વળગી ચાલે
એક અણસાર પ્રભુ પ્રાર્થનાએ,
મનને માયાથી જ દુર રાખે
……..સંસારની સાંકળ જીવને.
માગણી માનવીની રહે સદાયે,
પ્રેમ પામવા સાચો ફરે જગે
વ્યાધી આવતી અટકે જ્યાં,
ત્યાં સફળતા આવી ફરી વળે
…….સંસારની સાંકળ જીવને.
+++++++++++++++++++++++++++++++++++++
September 19th 2009
ભાગ્યની ભીખ
તાઃ૧૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દમડી,દયાને દાનની જગમાં કિંમત છે
જીવને જગતમાં જીવવાની એમાં હિંમત છે
…….દમડી,દયાને દાનની.
દુનીયાની દોરી સંભાળવા દમડીનો ડંકો છે
પૃથ્વી પરના કામમાં સઘળું જ તેમાં છે
અવની પરના આગમનમાં ના એંધાણ છે
મળી જાય દમડી જીવનમાં તેની વાહવાહ છે.
…….દમડી,દયાને દાનની.
દયા જગતમાં પામવા પ્રભુને વંદન છે
કરુણાસાગરની અજબલીલા મોટી જગમાં છે
કોણ ક્યારે કેવીરીતે પામીજાય દયા જીવે
આવી અવનીએ મળે દયા તો તેનો ઉધ્ધાર છે
…….દમડી,દયાને દાનની.
કુદરત કેરા ન્યાયમાં ના કોઇ ભેદભાવ છે
મળતી માયા મોહ જીવે જો તેમાં જડે જ્યોત
જીવની જગેના ખોટ જ્યાં મોહમાયા દાનકરે
સૃષ્ટિનીમળે અપારલીલા સંગે જીવના અંતેરહે
…….દમડી,દયાને દાનની.
=======================================
September 18th 2009
અશાંન્તિ ભાગી
તાઃ૧૭/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ દુનીયાની માયા, જગમાં ના કોઇએ છે જાણી
જીવ જગતની એ જ લીલા,પરમાત્માએ છે આણી
……..દેહ દુનીયાની માયા.
મળે જગતમાં દેહ જીવને,મોહ માયા વળગી ચાલે
કદીકકદીક મોહ તોછુટે,પણ માયાતો કદીના ભાગે
મન માનવતા સંબંધ સાચવે,ના તેમાં કોઇ વાણી
મળીજાય મમતા જ્યાંઆવી,રહેના જીવનમાંખામી
……..દેહ દુનીયાની માયા.
પશુપક્ષીની પ્રીત ન્યારી,મળી જાયએ માનવતાએ
સાચીમાયા પ્રેમ પારખે,નીરખીલે એ માનવ જ્યારે
પરમાત્માની અમી દ્રષ્ટિને,ના સમજે માનવ આવી
સાચાસંતની સેવામળતા,ભક્તિજોઇ અશાંન્તિભાગી
……..દેહ દુનીયાની માયા.
+++++++++++++++++++++++++++++++++
September 17th 2009
જીંદગીના પગથીયા
તાઃ૧૬/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય જીવન મળતા જીવને,જગે મળી ગયા સોપાન
સમજી વિચારી ચાલે પકડી,મળીજાય જગમાં સન્માન
……..મનુષ્ય જીવન મળતા.
જન્મ મળતા મળે પ્રથમ સોપાન જેને માબાપ કહેવાય
અવનીપરના આગમનમાં સૌપ્રથમ તેમને પગે લગાય
બાળપણથી બહાર નીકળતા,જીવને મળે બીજુ સોપાન
પગે લાગી પ્રેરણા દેતા ગુરુજીને હૈયે અતી આનંદ થાય
………..મનુષ્ય જીવન મળતા.
જુવાનીના પાયાને પક્ડી, જ્યાં મનથી જ મહેનત થાય
સોપાન ત્રીજાએ પામવા દ્રષ્ટિ પ્રભુની ઘરમાંદીવો થાય
બારણુ ખોલતા સુર્યદર્શને મળીજાય જીવનેચોથુ સોપાન
ઉજ્વળ પ્રભાતને પારખી લેતા જીવ આનંદે જ મલકાય
………..મનુષ્ય જીવન મળતા.
પાંચમુ સોપાન જીવની મુક્તિ કાજે પ્રભુને શરણે જવાય
જીવની દરેક પળને પારખવા જગમાં તે દયાળુ કહેવાય
સોપાન છઠુ જગમાં ઉત્તમ,જ્યાં વડીલને સન્માન દેવાય
મળી જાય જ્યાં આશીર્વાદ જ મનથી જીવન મહેંકી જાય
………..મનુષ્ય જીવન મળતા.
જીવનમાં માનવતા મહેંકાવવા સાતમુ સોપાન ચઢાય
સંતની આશીશ મેળવી લેવા સાચા સંતની સેવા થાય
અંતે આવે સોપાન આઠમું જ્યાં માનવ જીવન હરખાય
પતિપત્નિને સંતાનનીસાથે ઉજ્વળ ભવિષ્ય છે વર્તાય
………..મનુષ્ય જીવન મળતા.
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ
September 15th 2009
લગાર દ્રષ્ટિ
તાઃ૧૪/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દ્રષ્ટિ જગમાં છે નિરાળી,અસર છે તેની અનેક
ભક્તિની જો દ્રષ્ટિ પડે,તો જીવનપણ મહેંકે છેક
………દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
પડે સંતાને માબાપની,તો જન્મ સફળ થઇ જાય
ડગલેપગલે પ્રેમ જ મળે,ને સરળ સફળતા થાય
વ્યાધીઓને મુકી પાછળ,શાંન્તિ સદા મળી જાય
જીવનનેમળે સોપાન સરળ,માબાપનેઆનંદથાય
………દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
મિત્રતાની દ્રષ્ટિનિરાળી,પડીજાય મિત્રપર લગાર
મળી જાય સહકાર સાથે,જ્યાં વ્યાધીદેખે પળવાર
હાથ ઝાલીને ઉભા રહે,ને કમરે ટેકો સદા દઇ જાય
જુવાનીના બારણે સાચો,સહારોજીવનમાંઆવીજાય
……….દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
જોશ મોહને કાયાનાબંધન,જગે દેહમળે મળીજાય
લગારદ્રષ્ટિ પડે સાચા સંતની,મોહમાયા ટળી જાય
ડગલે પગલે જીવ જાગે,ના મતી ખોટી થઇ વર્તાય
પરમાત્માની દ્રષ્ટિ નીરાળી,મુક્તિનો માર્ગ છેદેખાય
………દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!